ખાસ-ખબર સંવાદદાતા
એક દશકા પુર્વે લેબોરેટરીમાં કલોન પેદા કરવાની ચર્ચા હતી અને કેટલાક પશુઓના કલોન તેના જેવા જ જીવંત પશુ પેદા કરવામાં સફળતા મળી હોવાનો દાવો થયો હતો પણ આ ‘કલોન’ ટેકનોલોજી નૈતિક અને કાનૂની રીતે સ્વીકાર્ય બની નહી પણ હવે વિશ્વ વિખ્યાત કેમ્બ્રીજ યુનિ.ની લેબમાં કૃત્રિમ-ભ્રુણ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં હૃદય તથા મગજ બન્ને સક્રીય બનવા ફરી એક વખત વિશ્વ અચંબામાં રહી જશે. માનવ કે કોઈપણ ભ્રુણ તૈયાર કરવા માટે માદાના અંડકોશ તથા નરના શુક્રાણુઓનો સંગમ જરૂરી છે પણ ‘નેચર’ પત્રિકામાં જણાવ્યા મુજબ કેમ્બ્રીજ યુનિ.માં સંશોધકો છે. સસ્તન જીવોના પૃથ્વી પર થયેલા વિકાસનો કે ઉત્પતિના પ્રારંભનું રહસ્ય જાણવા માટે ત્રણ પ્રકારે પ્રયોગ શરૂ કરાયા છે. જેમાં એક પ્રક્રિયામાં કોઈપણ ભ્રુણના નિર્માણ માટે જે અલગ અલગ કોશીકાઓ એક બનીને કામ કરે છે અને અંગોનું નિર્માણ કરે છે. કેમ્બ્રીજની લેબમાં ઉંદરની વિવિધ કોશિકાઓના સમૂહને આ પ્રક્રિયા કરવા પ્રેરીત કરવામાં સફળતા મળી છે. લગભગ એક દશકાના આ પ્રયોગ બાદ કૃત્રિમ ભ્રુણમાં હૃદય અને મગજ બન્ને બન્યા અને હૃદય ધડકવા પણ લાગતા હવે તે મગજ સુધી લોહી પહોચાડીને મગજને પણ સક્રીય કરી શકશે. જો કે આ પ્રયોગ ઉંદર પરનો છે અને તેમાં હવે હૃદય-મગજ જ નહી શરીરના અન્ય અંગોની નિર્માણ દિશામાં પણ કાર્યો કરાશે.
આ સંશોધનનું નેતૃત્વ કરનાર પ્રો. નેરોનિકા ગોએટસના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા બાદમાં માનવ અંગોને પણ આ રીતે કૃત્રિમ ભ્રુણ મોડેલમાં તૈયાર કરવાનો પ્રોજેકટ અમલમાં મુકાશે.
- Advertisement -
ખાસ કરીને નુકશાન આપતા માનવ અંગોના સ્થાને નવા અંગો આરોપીને માનવ જીવનને સ્વસ્થ બનાવી શકાય તેવો પ્રોજેકટ પણ હાથ ધરાશે.