હાલમાં ચાલી રહેલ ED અને vivo મોબાઈલ કંપનીના કેસનો ચુકાદો દિલ્હી હાઈકોર્ટે સંભળાવ્યો હતો જેમાં vivo એ બેંક ગેરંટી સાથે ભારતમાં તેમના બેન્ક એકાઉન્ટ ઓપેરેટ કરવાની મંજુરી આપી.
બેંક ગેરંટી આપવી પડશે
દિલ્હી હાઈકોર્ટે EDને નોટિસ જારી કરીને Vivo મોબાઈલ કંપની દ્વારા તેના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવાને પડકારતી અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે. સિથ ડેબિટ ફ્રીઝ અને રૂ. 950 કરોડની બેન્ક ગેરંટી સબમિટ કરવા અને રૂ. 251 કરોડની બેલેન્સ જાળવવાને આધીન બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવાની પણ મંજૂરી. આ ઉપરાંત, કંપનીએ EDને રેમિટન્સની વિગતો આપવાની રહેશે.
- Advertisement -
શું હતો મામલો
તમને જણાવી દઈએ કે Vivo કંપની પર ભારતમાં મોટા સ્તરે હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો હતો. તેને કારણે જ મંગળવારે ED એ વીવોના દિલ્હી, ઉતર પ્રદેશ, મેઘાલય, મહારાષ્ટ્ર સહિત દેશના કુલ 44 સેન્ટર પર છાપેમારી કરી હતી. જ્યારે છાપેમારી કરવાંઆ આવી હતી ત્યારે Zhengshenou કે Zhang Jie કોઇ મળ્યું નહતું અને તેના કારણે જ આ ચર્ચાએ જોર પકડ્યો છે કે બંને ડિરેક્ટર દેશ છોડીને નાસી છૂટ્યા છે.
મની લોન્ડરિંગનો મામલો
જો કે હાલમાં દિલ્હી પોલીસના ઈકોનોમી ઓફેન્સ વિંગએ જમ્મુ-કાશ્મીર સ્થિત વીવોના એક ડિસ્ટ્રિબ્યુટર સામે કેસ દર્જ કર્યો છે. એવો આરોપ હતો કે થોડા ચીની નાગરિકો કંપનીના શેર હોલ્ડર હતા અને એમને તેમની ઓળખાણ માટે નકલી દસ્તાવેલ જમા કરાવ્યા હતા. એટલા માટે હાલ ઇડીને શંકા છે કે આવા ઘણા નકલી દસ્તાવેજ પર બીજી ઘણી શેલ કંપનીઓ બનાવવામાં આવી હશે અને પૈસાની હેરાફેરી કરવાં આવી હશે. સાથે વીવો પર એ પણ આરોપ લાગ્યા ચએ કે એમને ઘણા પૈસા વિદેશ પણ મોકલી દીધા છે.