સાબલપુર પ્રાથમિક શાળા દ્વારા અનોખા દાતાઓનું સન્માન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
શાળામાંથી જીવન ઘડતરનું શિક્ષણ મળતું હોય છે. શાળા કે શિક્ષકનું ઋણ કયારે પણ ચૂકવી શકાતું નથી. પરંતુ શાળામાં અભ્યાસ કર્યા બાદ અનેક પૂર્વ વિદ્યાર્થીઓ શાળામાં માટે કંઇકને કંઇક કરતા રહેતાં હોય છે. જૂનાગઢની સાબલપુર પ્રાથમિક શાળામાં આવું જ બન્યું છે. શાળાનાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એવા દાતાનું સન્માન કરવામાં આવ્યું કે,જે શાળામાં અભ્યાસ કરતા હતા અને શાળાની દરેક જરૂરિયાત સમયે ખડાપગે ઉભા રહ્યાં છે. સાબલપુર પ્રા. શાળામાં અભ્યાસ કરી ચુકેલા ભુપતભાઇ શેઠિયાએ શાળાનાં અનેક કાર્યોમાં સિંહફાળો આપ્યો છે અને શાળાનું ઋણ ઉતારવાનો નમ્રપ્રયાસ કર્યો છે. શાળા પ્રવેશોત્સવ નિમિતે શાળા દ્વારા પૂર્વ કોર્પોરેટર ભુપતભાઇ શેઠિયા,કિશોરભાઇ હરિયાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનાં જરૂરીયાત સમયે ભુપતભાઇ શેઠિયાએ પોતનું નવું મકાન બાળકોનાં અભ્યાસ માટે આપી દીધું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, રિયાજભાઇ મુન્શી, રાહુલભાઇ પાનસુરિયા, નટુભાઇ પટોળિયા, અશોકભાઇ ચાવડા, નિલેશભાઇ પીઠિયા, શાળાનાં આચાર્ય દક્ષાબેન પાઘડાળ સહિતનાં હાજર રહ્યાં હતાં.