ખુલ્લા મોટા પ્લોટની ફાળવણી કરીને ઉંચી કિંમતો માટે કૃત્રિમ અછત ઉભી કર્યોનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતનું આત્મનિર્ભર મિશન અને નરેન્દ્ર મોદીનું વિકાસ પ્રત્યેનું સમર્પણએ ગછઈં માટે ભારત પાછા ફરવા અને ઉત્પાદન એકમ સ્થાપવા માટે એક દીવાદાંડી સમાન છે. મુળ ગુજરાતી અને હાલમાં ઇંગ્લેન્ડમાં નિવાસ કરતા પ્રેમીલાબહેન આર. પટેલની પણ આવી જ ઇચ્છા છે કે, તેઓ જી.આઇ.ડીસી દહેજ અને સાયખામાં પોતાના ઉત્પાદન એકમની સ્થાપના કરે. જેથી તેમણે પ્લાન્ટ સ્થાપવા માટે જમીન શોધવા દહેજ અને સાયખાની જી.આઇ.ડીસીનો સંપર્ક સાંધ્યો. પરંતુ, અફસોસ કે તેમણે જી.આઇ.ડીસી તરફથી કોઇ સંતોષકારક જવાબ મળ્યો નહીં. જી.આઇ.ડીસીએ ઔદ્યોગિક પ્લોટ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, તેમની પાસે ઉદ્યોગ સ્થાપવા માટે કોઇ ખાલી પ્લોટ નથી, તેમજ જે લોકોને પ્લોટ ફાળવ્યા છે, તેમાંથી બહુ ઓછા લોકોએ ઉદ્યોગો શરૂ કર્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. દહેજ અને સાયખા જી.આઇ.ડીસીમાં પહેલેથી જ 50,000થી 1,00,000 લાખ ચો.મી. સુધીના મોટા જ ઔદ્યોગિક પ્લોટ ફાળવ્યા છે, જેમાંથી કેટલાક પ્લોટ તો ખાલી પડયા છે, તે પ્લોટ પર કોઇ ઉત્પાદક પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા નથી. જેમાંના ઘણા ઔદ્યોગિક પ્લોટ તો લાંબા સમયથી લીઝ પર આપેલા છે, તેમનો સમયગાળો પૂરો થઇ ગયો હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમજ તેમનું એકસ્ટેન્શન સતત વધારી આપવામાં આવે છે.
- Advertisement -
દહેજ અને સાયખા જી.આઇ.ડીસીમાં આ રીતે ગફલત કરીને પ્લોટની ઉંચી કિંમતો મેળવવા માટે કૃત્રિમ અછતો ઉભી કરવામાં આવી છે. તદુપરાંત, આ ખુલ્લા પ્લોટ બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે. જેથી જી.આઇ.ડીસી પ્રેમિલાબહેનની વિનંતી છે કે, જી.આઇ.ડીસીની આ મનમાની સામે કાર્યવાહી કરવામાં આવે, તેમજ ખુલ્લા પ્લોટના ટ્રાન્સફરને મંજૂરી આપવાનું બંધ કરવામાં આવે. જેથી બજારમાં ઉભી કરવામાં આવેલી કૃત્રિમ અછત દુર થાય, અને સાચી રીતે ઓદ્યૌગિક એકમો સ્થાપવા માંગતા ઉદ્યોગપતિઓને જમીન મળી રહે.