કોમ્પ્યુટરની પરીક્ષા માત્ર OMR સિસ્ટમથી લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે ધોરણ-10 અને 12ની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તારીખ 18 જુલાઇથી પરીક્ષા શરૂ થશે અને તારીખ 22 સુધીમાં પૂરી થઈ જશે.
- Advertisement -
બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ધોરણ 10માં એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની અને સંસ્કૃત પ્રથમાંમા નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ 18 થી શરૂ થશે.
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા તા.18થી શરૂ થશે અને તારીખ 20 ના પૂરી થઈ જશે. આ પરીક્ષા બે સત્રમાં લેવામાં આવશે. સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તારીખ 21 ના બપોરે 3થી સાંજે 6:15 વાગ્યા સુધી એક જ સેશન રાખવામાં આવેલ છે. બોર્ડના જણાવ્યા મુજબ ઉચ્ચતર માધ્યમિક પ્રવાહમાં પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટર એજ્યુકેશનની પરીક્ષા ફક્ત ઓએમઆર સિસ્ટમથી લેવામાં આવશે.