By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    11 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    11 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    11 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 day ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    10 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    11 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    11 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    12 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બારીઓ ઘરની આંખો છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > બારીઓ ઘરની આંખો છે
AuthorRajesh Bhatt

બારીઓ ઘરની આંખો છે

Khaskhabar Editor
Last updated: 2022/05/30 at 6:49 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

સાચી દિશામાં બારી ગોઠવી શુભ ઊર્જાને આવકારો

થોડાં દિવસ પહેલાં એક જ્વેલરીની ફેકટરી માટે અમોએ સાઈટ વિઝિટ પ્લાન કરી હતી. જગ્યા વાસ્તુ અને કલાયન્ટ માટે અનુરૂપ હતી તેથી અમોએ ડીઝાઈન દરમિયાન વાસ્તુ મુજબની ગોઠવણી કેવી રીતે કરવી તે વિશે ચર્ચા કરી રહ્યા હતા. જ્વેલરી શોપ ફેકટરીમાં સૌથી મોટો પ્રશ્ર્ન સિક્યુરિટી એટલે કે સલામતીનો હોય છે અને આજકાલ મોટાભાગની જ્વેલરી ફેકટરીઓમાં આરસીસી દિવાલથી બાંધકામ થતું જોવા મળે છે. ક્લાયન્ટની મુખ્ય સમસ્યા હવાની અવર-જવર રહે અને ગુંગળામણ ન થાય તે માટે વાસ્તુ પ્રમાણે કેટલી સંખ્યામાં અને કઈ કઈ જગ્યાએ બારીઓ રાખી શકાય જેવી વેન્ટિલેશન જળવાઈ રહે તે પ્રમાણે ડીઝાઈન કરવાની હતી. વાત સાચી પણ છે. બારી આપણને સૂર્યપ્રકાશ મેળવવા તથા હવાની અવરજવર માટે આપણા બાંધકામની અંદરની સૌથી અગત્યની રચના છે. સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફની લેખમાળાનો આજનો આપણો વિષય વાસ્તુમાં બારીનું મહત્ત્વ છે. વાતાવરણમાં રહેલી સારી ઊર્જાને મેળવવા અને તેને ઘરની અંદર ટકાવી રાખવા માટે બારી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાસ્તુ મુજબ જો ઘરમાં સાચી દિશામાં બારીઓની ગોઠવણી કરવામાં આવે તો શુભ ઊર્જાને સમગ્ર ઘરમાં પ્રસરાવવા તે મદદરૂપ બને છે. આપણા ઘરના પૂર્વ કે ઈશાન ખૂણામાં રહેલી બારીઓ સવારનો કૂણો સૂર્યપ્રકાશ ઘરમાં ફેલાવીને ઘરના વાતાવરણને તાજગી બક્ષે છે. એનર્જીના સંદર્ભમાં વિસ્તારથી સમજીએ તો ઊર્જા એ બહુ સરળતાથી બારી અને દરવાજામાંથી પસાર થઈ શકે છે, તેથી જો બારી અને દરવાજા વાસ્તુ પ્રમાણે યોગ્ય સ્થાન ગોઠવાયેલા હોય તો તે આપણને ખૂબ જ લાભદાયી રહે છે. આગળના લેખોમાં આપણે ચર્ચા કર્યા મુજબ આપણી શરીર રચના અને આપણું ઘર એકબીજા સાથે સંવેદના અનુભવે છે, અને બારીના માધ્યમથી આપણે ઘરની બહારની સ્થિતિ નિહાળી શકીએ છીએ. ઘણી વખત અમોએ જોયું છે કે ઘરમાં બારીઓની સારસંભાળ બરાબર રાખવામાં ન આવેલી હોય તો તે ખુલતી કે બંધ કરતી વખતે અવાજ આવતો હોય કે પછી બારીઓના ગ્લાસ તૂટેલા હોય છે જે યોગ્ય નથી.

- Advertisement -

ઘરના પૂર્વ કે ઈશાન ખૂણામાં રહેલી બારીઓ સવારનો કૂણો સૂર્યપ્રકાશ ઘરમાં ફેલાવીને વાતાવરણને તાજગી બક્ષે છે

વાસ્તુ પ્રમાણે શક્ય હોય ત્યાં સુધી બધી જ બારીઓ એકસરખા કે સપ્રમાણ માપની હોય તો તે સૌથી ઉત્તમ છે.
વાસ્તુ પ્રમાણે મહત્તમ બારી પૂર્વ દિશા, ઉત્તર દિશા અને ઈશાન ખૂણામાં રાખવી જોઈએ.
પશ્ર્ચિમ દિશામાં પણ બારીઓ રાખી શકાય પરંતુ પશ્ર્ચિમ દિશાનો અને પશ્ર્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણામાં બારીઓ રાખવી નહીં.
તેવી જ રીતે દક્ષિણ દિશામાં પણ અગ્નિ ખૂણા બાજુ બારીઓની ગોઠવણી કરવી જોઈએ તથા દક્ષિણ-પશ્ર્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણામાં બારી ન હોતા મજબૂત દિવાલ હશે તે વધારે સારૂં રહેશે.
બારીઓ બનાવતી વખતે કુદરતી મટિરિયલ એટલે કે જો લાકડાની બારીઓ બનાવીશું તો તે સૌથી વધારે સારૂં રહેશે.
બારીઓ એ ઘરની આંખો છે. ઘણી જગ્યાએ અમોએ નોંધેલ છે કે બારીઓની અંદર કચરો ભરાયેલો હોય છે તેથી તેને ખોલવા કે બંધ કરવાની મુવમેન્ટ સરળતાથી ન થતી હોય તો આ આંખોમાં સમસ્યા આવતી હોય છે, માટે બારીઓની જાવળવણી નિયમિત કરાવતા રહેવી.
પૂર્વ દિશામાં રહેલ ઘરની બારીઓ વહેલી સવારે ખોલી નાખવી જેથી સૂર્યનો સારો પ્રકાશ ઘરમાં પ્રવેશી શકે અને ઘરને શુભ ઊર્જાથી ભરી શકે છે.
જો આપના ઘરમાં નૈઋત્ય દિશામાં બારી હોય તો તે બંધ રાખવી તથા ત્યાં હંમેશા જાડા અને ડાર્ક રંગના પડદા લગાવવા.
ઘરની અંદર દરવાજા સિવાય બારીનો મુખ્ય કામ ક્રોસ વેન્ટિલેશન જાળવી રાખવાનું છે.
ઘરની અંદર પર્યાપ્ત માત્રામાં રહેલી બારીઓ વાયુ તત્ત્વને સંતુલિત રાખે છે.
ઘર ફેકટરી ઓફિસમાં ખાસ ધ્યાન રાખવું કે દરવાજા તથા બારીઓ ક્રોસમાં એટલે કે ત્રાંસી ફીટ કરવી નહીં.
બારીઓ આકારમાં લંબચોરસ હોવા જોઈએ. ફેન્સી આકારના અને અનિયમિત કદની બારીઓ રાખવાનું ટાળો.
આપની બારીઓ ખોલતી વખતે ઘરની અંદરની બાજુ ખુલતી હશે તો તે શુભ રહેશે.

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

- Advertisement -

 

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

TAGGED: વાસ્તુ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં રૂ. 500ની નકલી નોટો 102 ટકા, રૂ. 2,000ની 55 ટકા વધી
Next Article ક્રાઈમ બ્રાન્ચનાં એ. બી. વોરા, એભલભાઈ બરાલિયા અને પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?