અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બહ્માસ્ત્રને પેન ઈન્ડિયા દ્વારા રીલીઝ કરવામાં આવશે. આલિયા ભટ્ટે શનિવારે બહ્માસ્ત્ર ગીતના તેલુગુ વર્ઝન ટીઝરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ.
- Advertisement -
લગભગ 1 મિનિટના ટીઝરમાં કેસરિયાનુ તેલુગુ વર્ઝન કુમકુમલા ઘણુ મેલોડિયસ છે. આ ગીતને સિડ શ્રીરામે ગાયુ છે અને પ્રીતમે કમ્પોઝ કર્યુ છે. ‘કુમકુમલા’ ટીઝરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
‘કેસરિયા’ બન્યું ‘કુમકુમલા’
વારાણસીના ઘાટ અને શેરીઓની વચ્ચે દર્શાવવામાં આવેલા સુંદર દ્રશ્યો અને રોમાન્સથી ભરપૂર આ ટીઝરને આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી કેપ્શનમાં લખ્યું, કેસરિયા બન્યું કુમકુમલા. તેલુગુ ટીઝરનો આનંદ ઉઠાવો. જેને તમે પસંદ કર્યો છે. 9 સપ્ટેમ્બરે બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 થિયેટરોમાં આવી રહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના ત્રણ પાર્ટ આવશે. પહેલો પાર્ટ 9 સપ્ટેમ્બરે રીલીઝ કરવામાં આવશે. બાકી બંને પાર્ટ તેના પછી આવશે. આલિયાના લગ્ન પહેલા જ આ ફિલ્મનુ શૂટિંગ રણબીર અને આલિયાએ પૂર્ણ કર્યુ હતુ.
https://www.instagram.com/p/CeDCd90K0a5/



