By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    5 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    5 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    5 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    6 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યોગી કથામૃત: લાઈફ ચેન્જીંગ બેસ્ટસેલર બૂક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > યોગી કથામૃત: લાઈફ ચેન્જીંગ બેસ્ટસેલર બૂક
Kinnar Acharya

યોગી કથામૃત: લાઈફ ચેન્જીંગ બેસ્ટસેલર બૂક

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

યોગી કથામૃત સ્પ્રિચુએલિટી, ફિલસૂફીનાં રસિકો અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા ઈચ્છુકો માટે ટેક્સ બૂક કે રેફરન્સ બૂક છે

યોગીકથા મૃત એટલે જીવન પરિવર્તિત કરનારું પુસ્તક. એક એવું પુસ્તક જેનાં વાંચન માત્રથી જીવન જીવવાની શીખ સાથે જીવ સમૃદ્ધ બની જાય છે. જેમજેમ પુસ્તક વાંચતા જઈએ તેમતેમ જન્મથી આજ અને આજથી આવતીકાલ, ભવિષ્યમાં થનારા મૃત્યુ પછીનાં જીવન સુધીનો ખ્યાલ મળતો જાય. યોગી કથામૃતનાં વાંચન દરમિયાન ક્યારેક આશ્ચર્ય તો ક્યારેક અબોલ તો ક્યારેક એકદમ ઉત્સાહિત તો ક્યારેક અચેતન અવસ્થામાં પ્રવેશી જઈએ. એક રીતે જોવા જઈએ તો આ પુસ્તક માસ માટેનું નથી, ક્લાસ માટેનું છે આમ છતાં આ પુસ્તકનાં માધ્યમથી લેખક પરમહંસ યોગાનંદે માત્ર અધ્યાત્મનાં જિજ્ઞાસુ જ નહીં પરંતુ સમાજનાં દરેક વર્ગનાં જનજનને કઈકને કઈક આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.
સાહિત્યનાં પ્રકારથી યોગી કથામૃત પુસ્તક યોગી ગુરુ પરમહંસ યોગાનંદની આત્મકથા છે પરંતુ જો જોવા જઈએ તો આશરે પાંચસો પાનાંનું આ દળદાર પુસ્તક ભારતવર્ષનાં એક આધ્યાત્મિક આત્માનું જીવન ઈતિહાસ, યોગ આંદોલનની ઉત્પત્તિથી ઉત્ક્રાંતિ અને ચમત્કારોનો ખજાનો છે. એમ પણ કહી જ શકાય કે, આ પુસ્તક એ પુસ્તક નહીં પરંતુ અધ્યાત્મ અને વિજ્ઞાનનાં દરવાજાઓ પર જડસુઓએ ઠોકેલા તાળાને ખોલતી ચાવી છે. આટલું કાફી નથી, ખરા અર્થમાં યોગી કથામૃત સ્પ્રિચુએલિટી અને ફિલસૂફીનાં રસિકો અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા ઈચ્છુકો માટે ટેક્સ બૂક કે રેફરન્સ બૂક છે. આ પુસ્તકનાં લેખક દ્વારા કૃષ્ણ અને ક્રાઈસ્ટે આધુનિક ગીતા અને બાઈબલની દુનિયાને ભેટ ધરી છે. યોગી કથામૃત ઈશ્વરની પ્રસાદી છે એટલે કોઈને ભેટ સ્વરૂપે આપવા આ પુસ્તકથી વિશેષ કોહીનુર પણ નહીં હોય.
વીસમી સદીની શરૂઆતમાં બંગાળમાં એક આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત થઈ ગયા – પરમહંસ યોગાનંદ. જેઓને નાનપણથી જ અધ્યાત્મ અને સંન્યાસ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ અને જિજ્ઞાસા હતી. હિમાલયની આધ્યાત્મિક દુનિયા આ બાળકને સતત પોતાના તરફ કુતુહલવશ ખેંચતી રહેતી હતી. શરૂઆતમાં તો આ બાળકનાં ઘર-પરિવારનાં સભ્યોએ બાળકને ધર્મ-અધ્યાત્મ અને બાવા-સાધુઓથી દૂર રહેવાનાં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બાળકની આસ્થા પાસે બધું વામણું પડ્યું અને બાળક મુકુંદની આધ્યાત્મિક જીવન સફર શરૂ થઈ. જે યાત્રા અમેરિકાનાં કેલીફોર્નીયા સ્થિત સેલ્ફ રિયલાઈજેશન ફેલોશિપ સેન્ટરમાં સમાપ્ત થઈ. આમ, પ્રકૃતિની નિયતિ પાસે પરિવારની અનિચ્છા ન ચાલી અને સ્વામી યોગાનંદે પોતાનો મળેલો દેહકાળ સાર્થક કર્યો.
અનુસંધાન પાના નં. 3 પર

- Advertisement -

પાના નં. 2થી ચાલું…
બાળક મુકુંદ એટલે કે, સન્યાસી બની સ્વામી પરમહંસ યોગાનંદ નામ ધારણ કરનાર આ આધ્યાત્મિક સંતે પોતાના જીવન દરમિયાન ઘણા બધા પ્રકારનાં યોગીઓ, સાધુ-સંતો, વૈજ્ઞાનિકો, ચમત્કારીઓ, ઈતિહાસ પુરુષો અને વિશ્વપ્રસિદ્ધ નેતાઓથી મળ્યા. બસ આ બધા લોકોની મુલાકાતો, બાળપણનાં પ્રસંગો અને એ બધાને સંલગ્ન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક વિચારો અને લેખકનાં અન્ય લોકો સાથેનાં જન્મોજન્મ સાથેનાં સંબંધો, બંધનો અને કર્મો સાથે ક્રિયાયોગની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. ભારતનાં પશ્ચિમ જગત સાથેનાં જૂના આધ્યાત્મિક સંબંધો પણ આ પુસ્તકમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યા છે. ખાસ તો ક્રિયાયોગ માટે જ આ પુસ્તક લખાયું હશે, છે.
ભારતીય પરંપરા અનુસાર ક્રિયાયોગ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં તેનો ઉલ્લેખ કર્યો જ છે. યુગોયુગથી ચાલી આવતી આ ક્રિયાયોગ શિક્ષા, પરંપરા આજથી બે સદી અગાઉ લુપ્ત થઈ ચૂકી હતી ત્યારે યોગાનંદજીનાં ગુરુ બાબાજીએ તેમનાં કેટલાંક ખાસ શિષ્યોને તેની શિક્ષા આપી હતી. યોગાનંદજીએ ક્રિયાયોગની શિક્ષાનાં ફાયદા જોતા તે પદ્ધતિ યોગી કથામૃત તથા અન્ય પુસ્તકોનાં માધ્યમથી અને યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા ધ્યાન કેન્દ્રની સ્થાપનાથી સર્વસુલભ અને સરળ બનાવી. યોગી કથામૃતમાં ગાંધીજીએ પણ લેખક યોગાનંદ પાસેથી ક્રિયાયોગની શિક્ષા લીધી હોય તેનાં પ્રાસંગિક પૂરાવાઓ ફોટા સહિત છે. આ સિવાય રજનીકાંતથી કોહલીની અપ્રિતમ સફળતા અને લોકપ્રિયતાનાં મૂળિયાં યોગી કથામૃત પુસ્તક, તેનાં લેખક અને લેખકનાં ગુરુ યુક્તેશ્વર ગીરી, લાહિડી મહાશય અને ધી ગ્રેટ સોલ બાબાજી સુધી જઈ નીકળે છે.
યોગી કથામૃત પુસ્તક યોગ પરંપરા સાથોસાથ હિમાલય સહિત ભારતભરનાં સાધુ-સંત, સન્યાસી અને યોગીઓથી પરિચિત કરાવે છે. વધતામાં વિજ્ઞાનનાં રહસ્યોને ઉકેલતા એવા કિસ્સાઓ રજૂ કરે છે જે તમારાં વિશ્વાસ બહાર રહેશે. જો વાંચો તો જાણો અને જાણો તો માનો-અનુભવો એ જ આ રોમાંચકારી પુસ્તકની સફળતાનું રહસ્ય મને લાગ્યું છે અને ખાસ તો માનવ મન-મગજ સાથે જોડાયેલા તમામ સવાલનાં જવાબ આ પુસ્તકમાં છે. જીવનનાં અર્થ સાથે મૃત્યુ બાદનાં જીવનની સંભાવનાઓ પર પણ આ પુસ્તક પ્રકાશ પાથરે છે. આ સિવાય ઈન્ટરનેટ પણ ઘણી બધી માહિતી અને જાણકારી ઉપલબ્ધ છે જ. યોગી કથામૃત વિશે બધું થોડું હું અહીંયા કહી શકીશ? યોગી કથામૃત પણ ગૂગલમાં ગોતશો તો તમારી મનપસંદ ભાષામાં પીડીએફ ફોરમેટમાં મળી જશે. આ સિવાય આ પુસ્તકનાં લેખકનાં 70થી વધુ દેશોમાં 500થી વધુ આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર પરથી આ અને લેખકનાં અન્ય પુસ્તકો જોઈએ તેટલી ભાષામાં, સાઈઝમાં મળી રહેશે.

ધાર્મિક ઉદારવાદીઓનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેનારા ત્રીજા ભારતીય સંત પરમહંસ યોગાનંદ

યોગી કથામૃત પુસ્તક યોગ પરંપરા સાથોસાથ હિમાલય સહિત ભારતભરનાં સાધુ-સંત, સન્યાસી અને યોગીઓથી પરિચિત કરાવે છે.

- Advertisement -

યોગી કથામૃત પુસ્તક સાથોસાથ આ પુસ્તકનાં લેખક સ્વામી યોગાનંદ વિશે પણ જાણવું જરૂરી ખરું. કેમ કે, સ્વામી યોગાનંદ પોતાના પુસ્તક જેટલી જ મહાન કક્ષા ધરાવે છે. વિદેશમાં તેઓ પર મુવી બની ગયા છે. તમે પણ નામ સાંભળ્યું જ હશે અથવા પિક્ચર જોયું હશે : અવેક. એ સિવાય સ્વામી યોગાનંદજી પર ભારતમાં બે-બે વાર ટપાલ ટીકિટ પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. એકવાર 1977માં અને બીજી વાર 2017માં. ભારતથી લઈ પશ્ચિમનાં દેશોમાં ભારતીય યોગ પદ્ધતિનાં પ્રચાર-પ્રસારનાં પાયોનીયર અને યોગી કથામૃત પુસ્તકનાં લેખક પરમહંસ યોગાનંદનો વિશેષ પરિચય આવતા સપ્તાહે મેળવીશું..

વીસમી સદીનાં શ્રેષ્ઠ 100 પુસ્તકોની યાદીમાં સ્થાન
આપણે કોણ છીએ? આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે? શું મૃત્યુ પછી બધું જ ખતમ થઈ જાય છે? આપણે કઈ રીતે જીવી રહ્યાં છીએ? એવી કઈ શક્તિ છે જે આ સંસાર અને આપણા સૌનું સંચાલન કરી રહી છે? આપણે કોનાં આધીન છીએ? એવા રહસ્યમયી પ્રશ્નોનાં ઉત્તર ‘યોગી કથામૃત’ પુસ્તકમાંથી મળશે. વ્યક્તિ વિશેષને સંતોષ આપવામાં અને આત્મસ્વરૂપનાં બોધ માટેનું આ માર્ગદર્શક પુસ્તક વીસમી સદીનાં શ્રેષ્ઠ 100 પુસ્તકોની યાદીમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીથી લઈ સુપરસ્ટાર રજનીકાંત અને રમતવીર કોહલી સુધીના દેશી-વિદેશી આમ ઔર ખાસ લોકોએ લેખક અને તેમનાં વિચારોથી પ્રભાવિત થઈ પોતાનાં જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આ પુસ્તકના લેખક પરમહંસ યોગાનંદ ધાર્મિક ઉદારવાદીઓનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેનારા ત્રીજા ભારતીય સંત હતા. તેમની પહેલા સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થએ આ પ્રકારનાં ધર્મ સંમેલનમાં ભારતનું પ્રતિનિધત્વ કરી વિશ્વ ફલક પર ભારતનાં પ્રાચીન અધ્યાત્મ વિજ્ઞાનની સમજ આપી છે.

વિશ્ર્વના મહાનુભાવોએ આ પુસ્તક વાંચવાની અપીલ કરી
‘યોગી કથામૃત’ પુસ્તકને કિશોર સ્ટીવ જોબ્સે વાંચી તેનાંથી પ્રભાવિત થતા અધ્યાત્મની ખોજમાં હિમાલય આવ્યા હતા. વર્ષમાં એક વખત યોગી કથામૃતનો આસ્વાદ લેતા જોબ્સના આગ્રહથી એપલના સહસ્થાપક વોલ્ટર ઈસાકસન, સેલ્સસેર્સ.કોમના સીઈઓ માર્ક બેનીઓફ અને વિશ્વની જુદા-જુદા ક્ષેત્રોનાં મહાનુભાવોએ આ સૂક્ષ્મ દુનિયા અને તેવી જ શક્તિનો પાત કરાવતી આત્મકથાથી ઊર્જા મેળવ્યાનો પશ્ચિમના દેશોના મંચ પર જાહેર એકરાર કર્યો છે. સિતારવાદક પંડિત રવિશંકરે બિટલ્સના જ્યોર્જ હેરિસનને આ પુસ્તક માટે ભલામણ કરી તે પછી જ ‘બિટલ્સ’ ભારતીય સંસ્કૃતિ અને ગૂઢ અધ્યાત્મવાદ તરફ આકર્ષાઈ તેઓની પ્રતિભા ખીલી ઉઠી હતી.

 

You Might Also Like

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

TAGGED: ધર્મ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેતીની જમીનમાં દિશાનું મહત્વ, મુહૂર્ત- પંચાંગની ભૂમિકા અને અણધાર્યા ખર્ચા અટકાવવાનાં ઉપાયો
Next Article જ્ઞાનવાપી મસ્જિદ સર્વે: કલ્પના કરતાં પણ ઘણું વધુ રહસ્યમય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?