હૈદરાબાદના નિષ્ણાત ડોક્ટરનું નિદાન: વાયરસે લીવર અને આંતરડાને પણ માઠું નુકસાન પહોંચાડ્યું
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના સંક્રમણથી માત્ર ફેફસા જ ખરાબ થાય છે એવું નથી, આ વાયરસથી લીવર અને આંતરડાને પણ જોરદાર નુકસાન થઈ રહ્યું છે. કોરોના આંતરડાઓને બ્લોક કરી દે છે જેના કારણે ગેંગરીન થઈ જાય છે જેના લીધે આંતરડાને કાપવા પડે છે. અમુક દર્દીઓએ તો આ પ્રકારની સમસ્યાને કારણે જીવ પણ ગુમાવવા પડ્યા છે અને જે બચી ગયા છે તે અત્યારે ખરાબ હાલતમાં છે.
- Advertisement -
આ વાત આઈએ મએસીજીપી રિફ્રેશર કોર્સમાં હૈદરાબાદથી આવેલા નિષ્ણાત ડો.સંદીપ લખટકિયાએ જણાવી છે. તેમણે આ પ્રકારના રોગીઓ અંગેનું એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું જેમાં જણાવાયું કે કોરોના સંક્રમણએ નસોમાં બ્લોકેજ કરી દીધું છે. એન્ડોસ્કોપિક અલ્ટ્રા સાઉન્ડથી નસોનું બ્લોકેજ હટાવાઈ શકે છે. જીએસવીએમ મેડિકલ કોલેજના સભાગૃહમાં ચાલી રહેલા રિફ્રેશર કોર્સમાં જણાવાયું કે કોરોનાની ઝપટે ચડી ચૂકેલા 20 દર્દીઓના આંતરડા સોજી ગયા હતા. આ સાથે જ આંતરડા ખરાબ રીતે પ્રભાવિત પણ થયા હતા. કોરોના સંક્રમણના આંતરડામાં જવાથી દર્દીને ઝાડા થઈ જાય છે.



