By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    23 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    23 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    23 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    24 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    23 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્યાજખોર લાભુ છૈયા અને રમેશ સાટોડિયાનો ભયાનક આતંક, શૈલેષભાઈ મારૂનાં પરિવાર પર વ્યાજખોરોની સતત દાદાગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વ્યાજખોર લાભુ છૈયા અને રમેશ સાટોડિયાનો ભયાનક આતંક, શૈલેષભાઈ મારૂનાં પરિવાર પર વ્યાજખોરોની સતત દાદાગીરી
રાજકોટ

વ્યાજખોર લાભુ છૈયા અને રમેશ સાટોડિયાનો ભયાનક આતંક, શૈલેષભાઈ મારૂનાં પરિવાર પર વ્યાજખોરોની સતત દાદાગીરી

Khaskhabar Editor
Last updated: 2022/05/04 at 5:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

રાજકોટનાં કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ મારૂ અને તેનાં પરિવાર પર વ્યાજખોરોની સતત દાદાગીરી

Contents
રાજકોટનાં કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ મારૂ અને તેનાં પરિવાર પર વ્યાજખોરોની સતત દાદાગીરી મુદ્દલ કરતાં દોઢું વ્યાજ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી બંધ નથી કરતાં વ્યાજખોરોની સામે દેખાડાં પૂરતાં પગલાં લેવાયા : 151ની કલમ હેઠળ ક્ષણભરમાં જામીન મળ્યા લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ મારૂ પરિવારનું લોહી ચૂસી લીધું, હવે હાડકાં પણ ચાવી જવા માંગે છે!ખાસ-ખબર સંવાદદાતા

મુદ્દલ કરતાં દોઢું વ્યાજ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી બંધ નથી કરતાં

- Advertisement -

વ્યાજખોરોની સામે દેખાડાં પૂરતાં પગલાં લેવાયા : 151ની કલમ હેઠળ ક્ષણભરમાં જામીન મળ્યા

લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ મારૂ પરિવારનું લોહી ચૂસી લીધું, હવે હાડકાં પણ ચાવી જવા માંગે છે!

ખાસ-ખબર સંવાદદાતા

રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનાં ખરીદ, વેંચાણ અને સેવનમાં દૂષણ બાદ એક અન્ય મોટું દુષણ છે, વ્યાજંકવાદ. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા માનવીઓનું લોહી ચૂસી લેતાં ચામડતોડ વ્યાજ વસૂલી કરનાર વ્યાજખોરો સામે રાજકોટ પોલીસે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે પણ આ નંબર માત્ર જાહેરાત પૂરતો જ જરૂરિયાતવાળાઓ માટે નહીં. રાજકોટ પોલીસ મીડિયામાં વ્યાંજકવાદ દૂર કરવાની જાહેરાતો દ્વારા મોટીમોટી વાતો તો કરે છે પરંતુ આ અંગેની જમીની હકિકત કઈક અલગ જ છે. રાજકોટ પોલીસને વ્યાજંકવાદ નાબૂદ કરવામાં જરા પણ રસ ન હોય તેવા કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. વ્યાજના ચંગૂલમાં ફસાઈને આત્મહત્યા કરનારાઓની વધતી સંખ્યા અને બેખોફ બની વ્યાજે પૈસા આપી પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસ વચ્ચે વ્યાજંકવાદ નાબૂદ કરવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું દૃશ્ય ઉપસી રહ્યું છે. રાજકોટ પોલીસે વધતી જતી વ્યાજખોરીનું દૂષણ ડામવા અને વ્યાજંકવાદમાં ફસાયેલા લોકો માટે માત્ર હેલ્પલાઈન નંબર જાહેર કરી સંતોષ માની લીધો છે. હાલમાં જ વ્યાજંકવાદનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે વ્યાજંકવાદ દૂર કરવાની પોલીસની મનસા પર સવાલ અને શંકા ઉભા કર્યા છે.

રાજકોટના કોઠારીયા ગામમાં રહેતા શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને વ્યાજખોરો ધાકધમકી સાથે અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. આ અંગેની ફરિયાદની શૈલેષભાઈ અને ગીતાબેને આજીડેમ પોલીસ સ્ટેશન, રાજકોટ પોલીસ કમિશનરથી લઈ છેક રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી કરી છે છતાં તેમની ફરિયાદ પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ આ કેસમાં સર્જાઈ રહ્યો છે, પોલીસ ફરીયાદીની જગ્યાએ જેમના પર ફરિયાદ થઈ છે તેવા આરોપી વ્યાજખોરોનો પક્ષ તાણી રહી છે. ફરીયાદી શૈલેષભાઈ મારુ અને તેમની પત્ની ગીતાબેન પાસે વ્યાજખોરો વિરુદ્ધ તમામ નક્કર પુરાવાઓ હોવા છતાં પોલીસ વ્યાજખોરો પર સામાન્ય 151ની કલમ લગાવી છોડી મૂકે છે જેથી વ્યાજખોરો જામીન પર છૂટી ફરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી શકે! શૈલેષભાઈ જેવા નિર્દોષ લોકોને વ્યાજની ચંગુલમાં ફસાવી શકે તે માટે સામાન્ય કલમ લગાવી વ્યાજખોરોને છોડી દીધા છે કે પછી રમેશભાઈ પાસેથી ઉઘરાવેલી વ્યાજની અમુક રકમ વ્યાજખોરોએ પોલીસને પણ આપી છે? જો આ કેસ પર ઊચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ હાથ ધરે તો કેટલાય ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે તેમ છે.

- Advertisement -

બનાવની વિગત અનુસાર, શૈલેષભાઈ મારુ ભાગીદારીમાં નાના પાયે મકાન બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. મકાન બાંધકામના વ્યવસાયમાં પૈસાનું રોકાણ કરવા માટે તેમણે રમેશ સાટોડિયા, લાભુ છૈયા, રમેશ ડેર, વારસુર આહિર, એભલ આહિર, કવા ભરવાડ, ઘેલા પરસાણા, રોનક પટેલ, ભાવેશ પંડ્યા, પ્રફુલ સોલંકી, નરોત્તમ વાઢેર, ભાવેશ ખાટરીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજના પૈસાના બદલામાં શૈલેષભાઈ મારુએ અલગ-અલગ લખાણ કરી છેક અને જમીન-મકાનના કાગળિયાં આપ્યા હતા. જે પૈકી મોટાભાગના વ્યાજે પૈસા જેમની પાસેથી લીધા હતા તેમને પૈસા ચૂકવી આપ્યા છે. આ વિશેનું શૈલેષભાઈ મારુ પાસે સંપૂર્ણ લખાણ અને પુરાવાઓ છે. આમ છતાં લાભુ છૈયા અને રમેશ સાટોડિયા નામના વ્યક્તિઓ વધુ વ્યાજ ઉઘરાવવા શૈલેશભાઈ મારુ અને તેમની પત્ની ગીતાબેન મારુને હેરાન-પરેશાન કરી રહ્યા છે.

શૈલેષભાઈ મારુએ લાભુ છૈયા પાસેથી 12 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેઓએ વ્યાજ સહિત 20 લાખ 87 હજાર રૂપિયા લાભુ છૈયાને પરત ચૂકવી દીધા છે. એ જ રીતે રમેશ સાટોડિયા પાસેથી શૈલેષભાઈ મારુએ 61 લાખ 12 હજાર 500 રૂપિયા લીધા હતા. જેના બદલામાં તેઓએ વ્યાજ સહિત 74 લાખ 73 હજાર 500 રૂપિયા રમેશ સાટોડિયાને પરત ચૂકવી દીધા છે. આમ છતાં લાભુ અને રમેશની વ્યાજખોરીની ભૂખ સંતોષાતી જ નથી. શૈલેષભાઈ મારુએ પૈસાના બદલમાં ગીરવે મૂકેલી આશરે 30 લાખ રૂપિયાની બે પ્રોપર્ટી ફાઈલ પરત આપતા નથી અને આ બંને વ્યાજખોરો લાભુ અને રમેશ યેનકેન પ્રકારે રમેશભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને વધુ વ્યાજ ચૂકવવા ડરાવી-ધમકાવી રહ્યા છે. આ અંગેની ફરિયાદ શૈલેશભાઈ મારુ અને તેમની પત્ની ગીતાબેન મારુએ આજીડેમ પોલીસ સ્ટેશન, રાજકોટ પોલીસ કમિશનરથી લઈ છેક રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી કરી છે છતાં તેમની ફરિયાદ પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

વ્યાજખોરો સામે અસરકારક ઝૂંબેશ ચાલુ છે: CP ખુર્શીદ અહેમદ
રાજકોટનાં કાર્યદક્ષ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસની વ્યાજખોરો વિરૂદ્ધની લડત અસરકારક નિવડી રહી છે. આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કુલ 29 ફરિયાદ મળી છે, જેમાંથી આઠ ફરિયાદોમાં સુલેહપૂર્ણ સમાધાન પોલીસે કરાવી આપ્યું છે. બાકીની ફરિયાદોમાં પણ ઝડપથી કાર્યવાહી આગળ વધી રહી છે. કમિશનર ખુર્શીદ અહેમદ શૈલેભાઈ મારૂનાં કેસમાં પણ પૂરતો રસ લેશે તેવી લોકોને અપેક્ષા છે.

કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્ર લખી ભલામણ કરી છતાં પરિણામ શૂન્ય!
વ્યાજખોરોથી કંટાળી ગયેલા શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુએ કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાને સમગ્ર વિગત જણાવી હતી જે અંગે કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ એક પત્ર લખી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સમગ્ર કેસ અંગે ન્યાયિક તપાસ કરાવવા માટે ભલામણ કરી હતી. હર્ષ સંઘવીએ પણ રાજકોટ પોલીસને આ અંગે ન્યાયિક તપાસ કરાવવા સૂચના આપેલી હતી. દેશના કેન્દ્રીયમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રીએ શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુના કેસ અંગે ભલામણ કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. આજીડેમ પોલીસ ભેદી કારણોસર શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુની ફરિયાદમાં રસ દાખવી કોઈ કાર્યવાહી કરી રહી નથી.

લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ માણસાઈની હદ વટાવી દીધી
શૈલેષભાઈ મારુને ધંધામાં આર્થિક જરૂરિયાત હોવાથી લાભુ છૈયા અને રમેશ સાટોડિયા પાસેથી લાખો કુલ મળી આશરે 75 લાખ રૂપિયા લીધા હતા અને આ રૂપિયાના બદલમાં તેમણે વ્યાજ સહિત આશરે એકાદ કરોડ જેટલી રકમ પરત કરી દીધી છે. મૂળ રકમ અને વ્યાજ મળી ચૂક્યું હોવા છતાં વ્યાજમાફિયા લાભુ છૈયા અને રમેશ સાટોડિયાએ માણસાઈની હદ વટાવી દીધી છે અને તેઓ શૈલેષભાઈ મારુ તથા તેમના પત્ની ગીતાબેન મારુને ફોન પર તથા રૂબરૂમાં મળીને અવારનવાર ધાકધમકીઓ આપે છે. વ્યાજમાફિયા લાભુ અને રમેશ પોતાના માણસો શૈલેષભાઈના ઘર બહાર બેસાડે છે અને તેમની તમામ દિનચર્યા પર નજર રાખે છે. લાભુ અને રમેશ પર જો કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવે તો બની શકે આ વ્યાજમાફિયાઓના ત્રાસથી કંટાળીને શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુ કોઈ અઈચ્છનીય પગલું ભરી બેસે.

બધાએ કહ્યું પગલા લેશું, કોઈએ વ્યાજખોરો સામે પગલાં ભર્યા નહીં
વ્યાજંકવાદથી પીડિત શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુએ આજીડેમ પોલીસ પીઆઈ, રાજકોટ ડીસીપી, સીપીથી લઈ છેક રાજ્યના હોમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર સુધી પોતાની યાતના પુરાવાઓ સહિત રજૂ કરી છે અને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવાની વિનંતી કરી છે. બધાએ વ્યાજખોરો વિરુદ્ધ પગલા લેશું તેવી બાહેંધરી આપી હતી પરંતુ આજ સુધી શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને માનસિક ત્રાસ આપતા વ્યાજખોરો સામે પગલા ભર્યા નથી. એટલું જ નહીં પરંતુ શૈલેષભાઈ મારુ અને તેમના પત્ની ગીતાબેન મારુને હેરાન-પરેશાન કરતા વ્યાજખોરો લાભુ છૈયા અને રમેશ સાટોડિયાને સ્થાનિક પોલીસ છાવરી રહી છે.

વ્યાજમાફિયાઓ કેવી રીતે અને શા માટે છટકી જાય છે?
રાજકોટના નાગરિકો આર્થિક જરૂરીયાત કે કોઈને કોઈ કારણોસર નાછૂટકે વ્યાજે નાણા લેતાં હોય છે અને વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાય છે. આરંભે ઓછા ટકે કે દરે વ્યાજે નાણા ધીર્યા બાદ આવા વ્યાજખોરો પોતાનો અસલી રંગ બતાવી વધુ વ્યાજ વસૂલે અથવા તો જો વ્યાજ મુદલ ન ચૂકવે તો મિલ્કતો પણ હડપ કરી લેતાં હોય છે. ઘણાખરા કિસ્સામાં વ્યાજનું વ્યાજ લગાવી રકમનો આંક જ એવડો કરી નાખે કે વ્યાજે નાણા લેનાર માટે ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ થઈ પડે છે. કેટલાંક આવા કિસ્સાઓમાં ધાકધમકી, હુમલાઓ કે રોજીંદા ત્રાસને લઈને વ્યાજે નાણા લેનારો જીવન ટૂંકાવી નાખવા સુધી મજબૂર બની જાય છે. રાજકોટમાં વ્યાજંકવાદ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજકોટ પોલીસે વ્યાજંકવાદથી પીડિતો માટે હેલ્પલાઈન નંબર તો જાહેર કર્યો છે પણ આરોપીને 151 હેઠળ તત્કાળ જામીન મળી જતાં હોય તો આ વ્યવસ્થા વ્યર્થ ગણાય. વ્યાજે પૈસા લેનાર પાસેથી મૂળ રકમ પર બમણું વ્યાજ વસૂલતા અને વ્યાજની બમણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજે પૈસા લેનારને વધુ પૈસા આપવા માટે હેરાન-પરેશાન કરતા વ્યાજખોરો પર ફરિયાદ થાય છે ત્યારે પોલીસ વ્યાજખોરો પર માત્ર અટકાયતી પગલાની કલમ 151 લગાવી છોડી મૂકાય છે. કલમ 151 પર આસાનીથી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે. આમ, વ્યાજખોરો પર સામાન્ય અટકાયતી પગલાની કલમ લગાવાતી હોવાથી અને પળભળમાં તેઓ જામીન પર છૂટી જતા હોવાથી બેખોફ બની જાય છે. જો વ્યાજખોરો પર કડક કાર્યવાહી કરી બિનજામીનપાત્ર કે પાસા જેવાં ગંભીર ગુનાની કલમ લગાવવામાં આવે તો વ્યાજંકવાદ દૂર કરી શકાય તેમ છે, વ્યાજખોરીને ડામી શકાય તેમ છે.

વ્યાજમાફિયાને તો છોડી મૂકે છે, ચેક-દસ્તાવેજ પણ પરત અપાવતાં નથી
રાજકોટ પોલીસ તોતિંગ વ્યાજે પૈસા દેતા અને મૂળ રકમ કરતા બમણું વ્યાજ વસૂલતા વ્યાજમાફિયા પર સામાન્ય અટકાયતી પગલાની કલમ 151 લગાવી છોડી મૂકે છે એટલું જ નહીં પરંતુ વ્યાજે પૈસા લઈ ચેક-દસ્તાવેજ આપનારા ફરિયાદીઓના કાગળ પણ પરત અપાવતા નથી. રાજકોટના શૈલેષભાઈ મારુની ફરિયાદમાં પણ આવું જ થયું છે. શૈલેષભાઈ મારુએ ધંધામાં પૈસાની જરૂર હોવાથી ચેક-દસ્તાવેજ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા હતા, હવે જ્યારે શૈલેષભાઈ મારુએ મૂળ રકમ સહિત બમણું વ્યાજ ચૂકવી દીધું છે ત્યારે પણ વ્યાજમાફિયા લાભુ છૈયા અને રમેશ સાટોડિયા વધુને વધુ વ્યાજ ખંખેરવા શૈલેષભાઈ મારુને પ્રોપર્ટી ફાઈલ પરત આપતા નથી. આ વિશે શૈલેષભાઈ મારુએ રાજકોટના વિવિધ પોલીસ અધિકારીઓને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં દર વખતે રાજકોટ પોલીસ વ્યાજમાફિયા લાભુ છૈયા અને રમેશ સાટોડિયાને સામાન્ય પૂછપરછ કરી છોડી મૂકે છે અને તેમની પાસેથી શૈલેષભાઈ મારુને તેમના ચેક-દસ્તાવેજ પણ પરત અપાવતા નથી.

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોરઠમાં ભગવાન પરશુરામજી જન્મ જયંતિની ઉજવણી કરાઇ
Next Article ડૉ. વિમલ કોઠારીએ મારું ઓપરેશન કરીને મારી જિંદગી બરબાદ કરી નાંખી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?