ખાસ-ખબર સંવાદદાતા
ત્રણ દિવસ પહેલી પીપાવાવ પોર્ટ પરથી અને થોડા દિવસ પહેલા જખૌમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. પીવાવાવનું ડ્રગ્સ અમદાવાદના વેપારીએ મંગાવ્યુ હતું. તો જખૌમાંથી ઝડપાયેલુ ડ્રગ્સ દૂબઈમાં બેસેલા શખ્સના ઈશારે ભારતમા મોકલાયુ હતું.
- Advertisement -
પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલું હેરોઈન અમદાવાદના વેપારીએ મંગાવ્યું હતું. હેરોઇન અમદાવાદ પહોંચે તે પહેલા જ એટીએસ, ડીઆરઆઇ અને કસટમ્સની ટીમે ઝડપી લીધું હતું. અમદાવાદના ઇમ્પોર્ટરને શોધી કાઢી અધિકારીઓની ટીમે પૂછપરછ કરી છે.પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલું 90 કિલો હેરોઇન અમદાવાદના જ વેજલપુર રહેવાસી વેપારીએ મંગાવ્યું હતું. પરંતુ આ દરમિયાન જખૌમાં ડ્રગ્સ પકડાયા તેણે ઈમેઈલ દ્રારા જ ઓર્ડર કેન્સલ કર્યેા હતો. પરંતુ ત્યા સુધી ક્ધટેનર નીકળી ચૂકયુ હતું. શણ તથા સુતળી પરતી કોઇ ગધં ના આવે તેના માટે તેના ઉપર થિનરનો છંટકાવ કર્યેા હતો. ક્ધટેનરમાંથી 2500 ગાંસડીઓ કાઢીને તમામની તપાસ કરી હતી અને તમામ ગાંસડીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 395 કિલો યાર્નની વચ્ચે લિકવીડ ફર્મમાં હેરોઇન મળી આવ્યું હતું.
મહત્વનું છે આ યાર્નની સાથે 90 કિલો લીકવીડ ફોર્મમાં હેરોઈન હોવાનું સામે આવી રહ્યું છે. જેની કિંમત આશરે 450 કરોડ થાય છે. ત્યાર બાદ જખૌ બોર્ડર પરથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સાથે રાખીને 280 કરોડનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું. જેમાં 9 પાકિસ્તાનીને પકડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, જખૌમાંથી પકડાયેલા હેરોઇન મામલે સામે આવ્યુ કે, ભારતમાં ડ્રગ્સ મંગાવનાર હૈદર રાઝી નાનું પ્યાદુ છે.



