ગંગોત્રીના 11.15 અને યમુનોત્રીના 12.15 કલાકે ખુલશે કપાટ
યાત્રાળુઓ માટે કોવીડ નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ મરજિયાત
નિશ્ચિત સંખ્યામાં યાત્રાળુઓેને ચારધામમાં દર્શન કરવા મોકલાશે
ખાસ ખબર સંવાદદાતા
લાંબા સમય બાદ આજથી ચારધામ યાત્રા આજથી ચારધામ યાત્રાશરૂ થશે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ આજથી ખુલશે. જો કે ચારધામ યાત્રામાં કોવિડનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી રહેશે નહીં. આજરોજ અક્ષયતૃતીયાના તહેવાર પર ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે.
- Advertisement -
અક્ષય તૃતીયાના તહેવાર નિમિત્તે ગંગોત્રી ધામના દ્વાર સવારે 11.15 કલાકે ખુલશે. તેમજ યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12.15 કલાકે ખુલશે. જ્યારે કેદારનાથના દરવાજા 6 મે અને બદ્રીનાથ મંદિરના દરવાજા 8 મેના રોજ ખુલશે.
યાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ ચારધામ યાત્રાના રૂટ પર રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાધામ માટે રવાના થતા પહેલાં ભક્તોએ પ્રવાસન વિભાગના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના કારણે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભીજ ઓછી હતી પરંતુ આ વખતે વિક્રમી સંખ્યામાં યાત્રાળુઓ આવશે તેવું લાગી રહ્યું છે. જેના કારણે ઉત્તરાખંડ સરકારે ચારધામોમાં દરરોજ દર્શન કરવા માટે તીર્થયાત્રિકોની સંખ્યા નક્કી કરી છે. 15 હજાર યાત્રિકો બદ્રીનાથ, 12 હજાર કેદારનાથ, 7 હજાર ગંગોત્રી અને 4 હજાર યમુનોત્રીમાં દર્શન કરી શકશે. હાલ 45 દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.



