ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકાને વિકાસ કામો માટે રાજ્ય સરકારે 19.92 કરોડનો ચેક અર્પણ કર્યો છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર ખાતે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યની જુદી જુદી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ સત્તા મંડળોને વિકાસ કામો માટે કરોડો રૂપિયાના ચેક અર્પણ કરાયા હતા.
- Advertisement -
દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાને 19.92 કરોડનો ચેક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મારડીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશભાઇ પણ સારા, કમિશ્નર રાજેશ તન્ના વગેરેએ ચેક
સ્વિકાર્યો હતો.


