જૂનાગઢમાં હુમલાની ઘટનામાં સામસામી ફરિયાદ નોંધાઈ
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
જૂનાગઢના ધરાનગર રોડ ઉપર આઈશ્રી ખોડીયાર સર્વીસ સ્ટેશનમાં તારી પાસે રૂપિયા હોય એ આપી દે કહી સર્વિસ સ્ટેશનના સંચાલક ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. તો સામાપક્ષે પણ જુના મનદુ:ખનો ખાર રાખી ચાર શખ્સો સામે કુહાડીથી હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિનોદભાઈ કરશનભાઈ જાદવ (ઉ.વ.29 રહે. બીલખા રોડ આંબેડકરનગર ફાર્મસી કોલેજની સામે )એ આરોપી રાહુલ ચંદુભાઈ વાળા (રહે. બીલખા રોડ ધરારનગર શેરી નં. 5 ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાના ધરાનગર રોડ ઉપર આવેલ આઈશ્રી ખોડીયાર સર્વીસ સ્ટેશન પર હતા. ત્યારે આરોપી ફરીયાદી પાસે આવી છરી બતાવી તારી પાસે રુપીયા હોય તો આપી દે તેમ કહેતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ પોતાની પાસેની છરી વડે ફરિયાદીને ડાબા પગમા છરી મારી ખીસ્સામાંથી રૂ! 500 ની લુંટ કરી નાશી છૂટ્યો હતો.
સામાપક્ષે ફરિયાદી રાહુલ ચંદુભાઈ વાળા (ઉ.વ-31 રહે.બીલખા રોડ ધરાનગર શેરી નં-05) આરોપીઓ બીપીનભાઈ જાદવ તથા ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીએ આરોપીના ભાઇ વિનોદભાઇને છરી મારેલ હોય જે મનદુખના કરણે ફરિયાદીને ફોન કરી ધરાનગર રોડ ઉપર આવેલ આઈશ્રી ખોડીયાર સર્વીસ સ્ટેશને બોલાવી ફરિયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી કુહાડીના હાથા વડે ફરીને ડાબા હાથ પર માર મારી ઇજાઓ કરી હતી.


