જૂનાગઢનાં ભારતમીલના ઢોરે બનેલા બનાવમાં એક શખ્સ સામે ગુન્હો દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢના ભારત મીલના ઢોરે એક શખ્સે યુવાનને આંતરી રૂપિયા 500 માંગતા યુવાને આ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલો શખ્સ યુવાનને છરી ઝીંકી લૂંટ ચલાવીને નાસી છૂટ્યો હતો. બાદમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુસ્તાકમીયા બાવામીયા સીરાજી (ઉ.વ.33 રહે. ભારતમીલના ઢોરે માશુમશા પીરની દરગાહની બાજુમા)એ આરોપી સાંગા કાળા આયર (રહે દોલતપરા ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગઈકાલે તેના ભારતમીલના ઢોરે માશુમશા પીરની દરગાહ પાસેના ઘરેથી રોડ તરફ જતા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને રૂપિયા 500 આપવાનુ કહેતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આ કામના આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢી કહેલ કે જો તુ આજે પૈસા નહી આપેતો જાનથી પતાવી દઇશ તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાફો મારી આરોપીએ તેની પાસેની છરી વડે ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પેટ ના ભાગે પડખામા, અને શરીર પર માર મારીને જીવલેણ ગંભીર ઘા મારી ફરીયાદીના ખીસ્સામાંથી રૂપિયા 300ની લુંટ કરી નાશી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


