રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાવતાં ભૂપતભાઈ બોદર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક યાદીમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા. 185 લાખના ખર્ચે મંજૂર થયેલા પડધરી તાલુકાના થોરીયાળી ગામે ટંકારા હાઈવેથી થોરીયાળી- બંગાવડી- ખોડાપીપર ગામ સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત સાંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, ભૂપતભાઈ બોદર પ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ, બાવનજીભાઈ મેતલીયા પૂર્વ ધારાસભ્યના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનવાથી 20 ગામના લોકોની સુખાકારીમાં વધારો થશે તેમજ વાહનચાલકો અને રાહદારીઓને સુગમતામાં વધારો થશે.
આ ઉપરાંત રાજકોટના નાકરાવાડી ગામે નવનિર્મિત રમતગમતના મેદાન (ક્રિકેટ) ગ્રાઉન્ડનું લોકાર્પણ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના વરદહસ્તે કરવામાં આવ્યું હતું અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનવાથી રમતગમતને પ્રોત્સાહન મળશે તેમજ આ ગ્રાઉન્ડ બનવાથી ગ્રામ્ય રમતવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ રાજકોટના ધમલપર ગામે વિવિધ ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ સ્મશાનમાં છાપરીનું કામ, સ્મશાનમાં પેવર બ્લોકનું કામ, સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલનું કામ વગેરે કામોનું ખાતમુહૂર્ત રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તુલસીભાઈ તાલપરા ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ, જયેશ બોઘરા ચેરમેન રાજકોટ યાર્ડ, પરેશ પીપળીયા, સી. ટી. પટેલ, વસંત ગઢીયા, મનોજ પેઢડીયા સરપંચ થોરીયાળી, રાઠોડ ખોડાપીપર સરપંચ સહિત રમતવીરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


