આ સાથે ગુજરાત બોટમ-5 માંં
ભારત દેશની જનસંખ્યામાં 49% મહિલાઓનો સમાવેશ થાય છે. દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનું યોગદાન રહ્યું છે. 2020-2021માં મહિલાઓના નામે જીવન વીમો લેવાયો હોય તેનું પ્રમાણ 33% છે. જ્યારે 2019-2020માં આ પ્રમાણ 32.23% રહ્યું હતું. એક અંદાજ મુજબ 2020-21માં મહિલાઓના નામે જીવન વીમો લેવાયો હોય તેની પોલિસીની સંખ્યા 93 લાખ છે.મહિલાઓના નામે જીવન વીમો લેવામાં ગુજરાતનો હિસ્સો 28 % છે. આ સાથે ગુજરાત બોટમ- 5 રાજ્યમાં સમાવિષ્ટ થાય છે.
આ સિવાય બોટમ-5માં હરિયાણા 27 ટકા- જમ્મુ કાશ્મીર- 27%, ઉત્તરપ્રદેશ 29% અને રાજસ્થાનનો હિસ્સો 33 % છે. જ્યારે ટોપ-5માં આવતા રાજ્યમાં કેરલ, સિક્કીમ, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વીપ, પોંડિચેરીનો સમાવેશ થાય છે. જ્યાં મહિલાઓના નામે લેવાતા જીવન વીમાનું પ્રમાણ અનુક્રમે 43, 41, 40, 40, 40 % છે.



