ચૂંટણી પછી કુલ 6.40 રૂપિયાનો વધારો
પેટ્રોલ-ડિઝલના ભાવ ગુરુવારે સતત 10મા દિવસે 9મી વખત વધ્યા છે. ગુરુવારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. આ પહેલાં બુધવારે પણ 80-80 પૈસાનો વધારો થયો હતો. છેલ્લા 10 દિવસ દરમિયાન પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિ લિટરે 6.40 રૂપિયા સુધી વધ્યા છે. એનાથી સરકારે નવેમ્બરમાં દિવાળીના પ્રસંગે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આપેલી રાહત પણ સમાપ્ત થઈ ગઈ હતી.
દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત આજે 101.81 રૂપિયા પ્રતિ લિટર અને 93.07 રૂપિયા પ્રતિ લિટર(80 પૈસાનો વધારો) થઈ છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ-ડિઝલની કિંમત 84 પૈસાના વધારા સાથે 116.72 રૂપિયા પ્રતિ લિટર અને 100.94 રૂપિયા છે.
- Advertisement -
ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 107.45 રૂપિયા(76 પૈસાનો વધારો) અને ડિઝલની કિંમત 97.52 રૂપિયા(76 પૈસાનો વધારો), જ્યારે કોલકાતામાં 83 પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડિઝલની કિંમત 96.22 રૂપિયા થઈ છે.


