જમ્મુ કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેગાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખમાં હિન્દુઓને લઘુમતિ જાહેર કરવા અરજી દાખલ કરી
કેન્દ્ર સરકારે 9 રાજ્યમાં હિન્દુઓને અલ્પસંખ્યકનો દરજ્જો આપવાની માગ કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેગાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખમાં હિન્દુઓને લઘુમતિ જાહેર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકાર અનુસાર રાજ્ય સરકારને હિન્દુઓને લઘુમતિ જાહેર કરવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે જમ્મુ અને કાશ્મીર,મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેગાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખ રાજ્ય સ્તરે લઘુમતિ જૂથોની ઓળખ માટે માર્ગદર્શિકા આપી શકે છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે હિન્દુ, જૈન સમાજ, જમ્મુ અને કાશ્મીર,મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેગાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખ રાજ્યમાં તેમની પસંદગી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી શકે છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યુ હતું કે મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2016માં યહુદીઓને લઘુમતિ જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે રાજ્ય સરકારો પણ હિંદુઓ સહિત ધાર્મિક અને ભાષાકીય સમુદાયોને રાજ્યની સરહદમાં લઘુમતી તરીકે જાહેર કરી શકે છે.
આ પણ વાંચો: દેશમાં IAS અધિકારીઓની 22% ઘટ!!
https://khaskhabarrajkot.com/2022/03/28/22-drop-in-ias-officers-in-the-country/


