દબાણ હટાવ શાખા દ્વારા રેંકડી-કેબીનો અને 75 જેટલા બોર્ડ-બેનર હટાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 21થી 24 દરમિયાન શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબીન, ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો તેમજ પશુઓને આપવામાં આવતું લીલુ, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
રસ્તા પર નડતરરૂપ રેંકડી-કેબીનો સાધુ વાસવાણી મેઈન રોડ, જ્યુબેલી માર્કેટ, છોટુનગર, લાખાજીરાજ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી અન્ય 14 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે પંચાયત ચોક, કાલાવડ રોડ, રૈયા રોડ, તિરૂપતિનગર-2, ભાવનગર રોડ, જ્યુબેલી માર્કેટ, મોરબી રોડ, એસ્ટ્રોન નાલા, ઢેબર રોડ, ગોંડલ રોડ, હોસ્પિટલ ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી. 439 કિ.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હતા તેને જ્યુબેલી માર્કેટ, જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ રૂા. 51000 વહિવટી ચાર્જ ગાયકવાડી, જંકશન રોડ, પ્રેસ રોડ, ગોંડલ રોડ, રેસકોર્સ, કુવાડવા રોડ, 150 ફૂટ રીંગ રોડ, યુનિ. રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો. રૂા. 1,47,256 મંડપ ચાર્જ જે ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા રોડ, માંડાડુંગર, ખિજડાવાળો રોડ, સંત કબીર રોડમાંથી વસુલ કરવામાં આવ્યો હતો અને 75 બોર્ડ બેનરો જે કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.