સાવરકુંડલામાં બ્રહ્મપુરી ખાતે રાજ્ય સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતના પ્રમુખ સ્થાને માજી સૈનિકોના પડતર પ્રશ્નો અને મુખ્ય માંગણીઓની ચર્ચાઓ કરવા અંગે સંમેલન યોજાયું હતું.
આ મીટિંગમાં 14 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી પૂર્વ સૈનિકોને મળતી સુવિધાઓનું પૂર્ણ પાલન થતું નથી, સાથણીની જમીન આપવી, સરકારી નોકરીમાં 10% ફાળવણી સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી.
- Advertisement -
આ સંમેલનમાં રાજકોટના એડવોકેટ/નોટરી અને જિલ્લા પ્રમુખ અલ્કાબેન પંડ્યા, ગુજરાત મહિલા પ્રમુખ કલ્પનાબેન ભટ્ટ, એક્સ આર્મીમેન સરફરાજભાઈ, રમેશભાઈ પરમાર, રતનસિંહ મકવાણા હાજર રહ્યા હતા.