સરવૈયા એન્ડ કંપનીએ પણ ઓછાં પાપ નથી કર્યા. રાજકોટનાં મનહરપુર-રોણકીની જમીન બાબતે વધુ એક અરજી જયદીપસિંહ સરવૈયા સામે થાય તો નવાઈ નહીં ગણાય: ખેડૂત લડી લેવાનાં મૂડમાં.
શું દરેક ભ્રષ્ટ અધિકારીનાં મામલે MLA ગોવિંદભાઈ પટેલએ અને સાંસદ રામભાઈ મોકરિયાએ જ વ્હિસલ બ્લૉઅર બનવું પડશે? : શું સરકાર પાસે આંખ-કાન નથી? સરવૈયાની કરમકુંડળી પણ ઓછી ક્લુષિત નથી. તત્કાલિન સરકારનાં વગદાર મંત્રીશ્રીનાં જયદીપસિંહ સરવૈયા પર ચાર હાથ હતાં: તેમની છત્રછાયામાં ACP સરવૈયા બેલગામ બની ગયા હતાં, ચર્ચા છે કે, એક સમયે તેમણે તત્કાલિન CP અને ક્રાઈમ બ્રાન્ચ P.I. વિરૂદ્ધ મોરચો ખોલી નાખ્યો હતો.
જયદીપસિંહ જે મોંઘીદાટ રેન્જ રોવર ગાડીમાં ફરે છે- તે કોની માલીકીની? શા માટે એ ગાડી સરવૈયાને આપી?
- Advertisement -
સરવૈયાથી પીડિત એક નિર્દોષ વ્યક્તિ હાઈકોર્ટમાં પીટિશન કરવાની તૈયારીમાં: તો જયદીપસિંહનું આવી બનશે.
આઠ ફલેટ પચાવી પાડવાનો મામલો તો પાશેરામાં પહેલી પૂણી છે: મજબૂત-તટસ્થ ખાતાકીય તપાસ કરવામાં આવે તો અનેક હાડપિંજર બહાર આવે. ACP સરવૈયાનો ચોતરફ ખૌફ હતો: હમણાં સસ્પેન્ડ થયેલાં લોકો કરતાં અનેકગણા પરાક્રમો કર્યા છે ACP જયદીપસિંહ સરવૈયાએ: છે કોઈ પગલાં લેનારૂં?


