લતા મંગેશકરના પીએમ ગુજરાતી હતા, તે અમરેલી જિલ્લાના વતની હતા.
ગઇકાલે સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન બાદ અનેક જગ્યાએ તેથી તેના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે રાજકોટના સંજય આર્ટવાળા ચિત્રકાર નિલેષ સોલંકીએ લતાજી સાથેની સ્મૃતિઓ ખાસ-ખબર સમક્ષ વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘તા. 17-2-2014 તારીખની ક્ષણ મારા માટે યાદગાર હતી. મને લતાજીને રૂબરૂ મળવાનો સુવર્ણ મોકો મળેલ
- Advertisement -
રાજકોટ અને સૌરાષ્ટ્ર- ગુજરાતી લોકો સાથેની અનેક રોચક વાતો જાણવા મળેલ અને મારા દ્વારા પેન્સીલ સ્કેચ વડે બનાવેલા ચિત્ર નિહાળી તેઓ ભાવવિભોર થઈ ગયા હતા અને તે ફોટામાં મારા નામ સાથે પોતાના ઓટોગ્રાફ આપીને મને ભાવવિભોર સાથે આશીર્વાદ આપ્યા. જે મને મારા માટે તો મા સરસ્વતીના જ આશીર્વાદ છે. નિલેષ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના પી.એ. પણ આપણા ગુજરાતી અમરેલી જિલ્લાના મહેશ રાઠોડ સાથે દીદીની તબિયત માટે સતત સંપર્કમાં રહ્યો હતો.



