આશુતોષ મેટરનીટી હોમના ગાયનેકોલોજિસ્ટ ડૉકટર દર્શનાબેન પંડ્યા દ્વારા મહિલાની ખૂબ જટીલ સર્જરી કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
આશુતોષ મેટરનીટી હોમના સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડો. દર્શનાબેન પંડ્યા દ્વારા ખૂબ જટીલ કહી શકાય એવી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, ખૂબ જટીલ કહી શકાય એવી સર્જરી દ્વારા રાજકોટના એક મહિલાના ગર્ભાશયમાંથી 124 જેટલી નાની-મોટી ગાંઠ કાઢવામાં આવી છે. ઓપરેશન બાદ મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. રાજકોટના આ મહિલા દર્દીને જન્મજાત કીડનીની બીમારી છે અને તેની સારવાર વર્ષોથી ચાલે છે, તેમજ આ દર્દી બે વખત કોરોના પોઝિટિવ થયા બાદ સ્વસ્થ થયા છે.
શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. દર્શનાબેન પંડ્યાએ ઓપરેશન વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે અમારી આશુતોષ મેટરનીટી અને સર્જીકલ હોસ્પિટલમાં એક મહિલા દર્દી માસિકની તકલીફ તથા વારંવાર પેશાબ અટકવાની તકલીફ સાથે આવ્યા હતા. અગાઉ આ મહિલા દર્દીની બે ડિલીવરી અમારી હોસ્પિટલમાં જ થઈ હતી અને બંને ડિલીવરી નોર્મલ હતી, બીજી ડિલીવરી વખતે બ્લડપ્રેશરની તકલીફ થતાં તેમની તપાસ કરતાં તેમને જન્મજાત કીડની અને લીવરની બીમારી હોવાનું નિદાન થયું હતું. કીડની અને લીવરમાં એકથી વધારે પરપોટા ‘પોલીસીસ્ટીક ડિસીઝ ઓફ કીડની એન્ડ લીવર’નું નિદાન થયા બાદ રાજકોટના નેફ્રોલોજીસ્ટ પાસે તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, જે નિયમિત ચાલુ છે. કીડની અને લીવરની બીમારીની ફેમીલી હિસ્ટરી ધરાવતા આ મહિલા દર્દીનું ઓપરેશન ખૂબ જટીલ અને જોખમી ગણી શકાય.
- Advertisement -
રાજકોટના આ મહિલા દર્દી જન્મજાત કીડની અને લીવરની બીમારી હોવા સાથે માસિકની તકલીફ અને વારંવાર પેશાબ અટકવાની ફરિયાદ સાથે અમારે ત્યાં આવ્યા હતા. તેમનું નિદાન કરતાં ગર્ભાશયમાં એકથી વધારે ફાઈબ્રોઈડની ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું. આજે આ મહિલા દર્દીનું લેપ્રોસ્કોપિક ઓપરેશન કરવામાં આવતા તેમના ગર્ભાશયમાંથી 124 જેટલી નાની મોટી ગાંઠ નીકળી હતી. જન્મજાત તકલીફવાળા દર્દીના ઓપરેશનમાં એનેસ્થેશિયા આપવું ઘણું કપરૂં કામ છે અને તેમની સર્જરી પણ ખૂબ જટીલ છે. આ પ્રકારની સર્જરી રેર કહી શકાય એવી સર્જરી ગણાય છે. કીડની અને લીવરની જન્મજાત બીમારીવાળા આ મહિલા દર્દી બે વખત કોરોના પોઝિટિવ પણ થયા હતા અને બંને વખતે કોરોનામાંથી સાજા થયા છે. તેમણે 2016થી ગર્ભાશયના ફાઈબ્રોઈડની સારવાર નિયમિત ચાલુ રાખી છે. આજે 43 વર્ષની ઉંમરે ગર્ભાશયમાંથી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેમના ગર્ભાશયમાંથી 5 મી.મી.થી લઈને 15 મી.મી. સુધીની 124 જેટલી ગાંઠ નીકળી હતી. આજે દૂરબીનથી ગાંઠ સાથે ગર્ભાશય કાઢવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. હાલ મહીલાની તબિયત ખૂબ સારી છે.

5 હજાર જેટલી સફળ સર્જરી કરનાર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનાબેન પંડ્યા
અનેક એવોર્ડથી સન્માનિત ડો.પંડ્યાએ 2 નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે
MD ગાયનેકોલોજીસ્ટનો અભ્યાસ કરીને 1994માં આસ્ટિસ્ટન પ્રોફેસર તરીકે કામગીરી શરૂ કરનાર ડો. દર્શનાબેન પંડ્યાએ આજ સુધીમાં 5 હજાર જેટલી સફળ સર્જરી કરી છે. ડો.પંડ્યા વર્ષ 1997માં રાજકોટની એચ.જે.દોશી હોસ્પિટલમાં સિનિયર ગાયનેકોલોજીસ્ટ તરીકે પણ કામ કર્યું છે. 2002થી તેઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. ડો.દર્શનાબેન પંડ્યા અનેક એવોર્ડથી સન્માનિત થયા છે. ડો.પંડ્યાને બોસ્ટોન યુનિવર્સિટી ઓફ મેડીસીન, ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ અલ્ટ્રાસાઉન્ડ ઈન ગાયનેકોલોજી, વાઈલી પ્રોફેશનલ એકેડેમી અને ઋઘૠજઈં અને બ્રહ્માકુમારી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નારી શક્તિવંદના કાર્યક્રમમાં પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કારકીર્દિના વિશેષ અનુભવ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1995-1996ના સમયમાં જ્યારે કૠઇઝ કોમ્યુનિટીનો કોન્સેપ્ટ પણ નહોતો અને એડવાન્સ ટેકલનોલજી પણ નહોતી ત્યારે પુરૂષના જનાંનગોની સર્જરી કરીને દિકરી તરીકે વિકાસ થાય તેવી સર્જરી કરવામાં આવી હતી. પોતાના મન-તનને સ્વસ્થ રાખવા માટે ડો.પંડ્યા રોજ વોકીંગ, યોગા અને મેડીટેશન કરે છે. મહિલાઓને તેના સ્વાસ્થ્ય માટે ટિપ્સ આપતાં દર્શનાબેને કહ્યું હતું કે, મહિલાને તેમના સ્વાસ્થ્યની સાથે ઘરના તમામ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પોતાની તેમજ પરિવારના દરેક સભ્યની યોગ્ય લાઈફ સ્ટાઈલની કેળવણી કરવી જોઈએ છે. ઘણી બિમારીઓ અયોગ્ય લાફઈ સ્ટાઈલના કારણે જ થતી હોય છે. ત્યારે લાઈફ સ્ટાઈને સુધારીને જ બિમારીને પોતાનાથી દૂર રાખી શકાય છે. સ્વસ્થ લાઈફ સ્ટાઈલ તો સ્વસ્થ લાઈફ. ડો.દર્શનાબેનની ડોક્ટરી ક્ષેત્રની કામગીરી સરહાનીય અને પ્રેરણાદાયી છે.


