જૂનાગઢ પોલીસની ઉત્તમ કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા ગરીબ લોહાણા પરિવારની મહિલા અને તેના પતિએ મજૂરી કરીને રૂપિયા ભેગા કરી, મકાનમાં સમારકામ કરવાનું નક્કી કરેલ હતું. પડોશી માથાભારે હોઈ, દીવાલ બંનેની સહિયારી હોઈ, પડોશી દ્વારા ભૂતકાળમાં બનાવી હોઈ, દીવાલ બનાવવાના અડધા રૂપિયા આપે તો જ કામ કરવા દેવાની વાત કરી, ધમકી આપતા હતા.
રૂપિયા બે લાખમાં બની હોવાનું જણાવી, રૂ.એક લાખ તેઓના હિસ્સાના આપે તો જ બાંધકામ કરવા દેવા જણાવતા, પોતાના પતિને બીપીની બીમારી હોઈ, ગરીબ માણસ પાસેથી ખોટા રૂપિયા પડાવવા પડોશી દ્વારા કારસ્તાન કરતા, બને પતિ પત્ની દુ:ખી હૃદયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, મદદ કરવા વિનંતી કરવામાં આવેલ હતી.જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. એમ. વાઢેર, પીએસઆઇ વિજયાબેન ચાવડા, હે.કો. ભાવસિંહ સીસોદીયા, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે કોઈપણ ફરિયાદ અરજીની કાગળની કાર્યવાહીમાં પડ્યા વગર રજુઆત આધારે સીધા જ તેઓની બાજુમાં રહેતા પાડોશી દંપતીને બોલાવી, બાંધકામના જાણકાર એન્જીનીયરને બોલાવી, જૂની દિવલનું એસ્ટીમેન્ટ કરાવતા, વધીને રૂ. 80,000/- જેટલું થતું હોય, અરજદાર લોહાણા પતિ પત્નીને રૂ. 40,000/- જ દેવાના થતા હોવાનું પડોશીને જણાવી,તેમજ પડોશી પહેલો સગો હોવાનું સમજાવી, પડોશી સાથે માથાકૂટ કરનાર સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવા, પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા માથા ભારે પડોશી અરજદાર પતિ પત્ની પાસેથી રૂ. 40,000/- લેવા તૈયાર થઈ જતા, અરજદાર મહિલા તથા તેના પતિ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.