By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    22 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    22 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી
AuthorBhavy Raval

પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 1:35 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

પત્રકારત્વ એટલે જર્નાલિઝમ. જર્નાલિઝમ શબ્દ જર્નલ પરથી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ છે : દૈનિક – રોજનીશી. પ્રસિદ્ધ થતા સમાચારોના સંપાદન, લેખન અને તે સાથે સંકળાયેલા કાર્યોનો પત્રકારત્વની પરિધિમાં સમાવેશ કરી શકાય. 17મી અને 18મી સદીમાં પીરિયાડિકલ – નિયતકાલીનના સ્થાન પર લેટિન શબ્દ ડિયૂનરલ અને જર્નલ શબ્દોનો પ્રયોગ પ્રારંભ થયો હતો, ત્યારબાદ 20મી સદીમાં જર્નાલિઝમ શબ્દનો પ્રયોગ શરૂ થયો.

– ભવ્ય રાવલ

- Advertisement -

અન્ય એક સંદર્ભ અનુસાર જર્નાલિઝમ શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ જર્ની પરથી ઉદ્દભવ્યો છે. હિન્દીની જેમ ગુજરાતીમાં પત્રકારત્વનો અર્થ આ રીતે કહી શકાય – પત્રથી પત્રકાર અને પછી પત્રકારત્વ. એટલે કે લેખન, સંપાદન, પ્રકાશન અને પ્રસારણ કે પ્રસ્તુતિકરણ દ્વારા થતી માહિતીની આપ-લે એટલે પત્રકારત્વ અથવા વૃત વિવેચન. જેવી રીતે જ્ઞાન પ્રત્યેની ઉત્કંઠા, મનન-ચિંતન અને અભિવ્યક્તિની આકાંક્ષાએ ચિત્રો, અક્ષરો તથા શબ્દોને જન્મ આપ્યો તેવી જ રીતે એ ચિત્રો, અક્ષરો તથા શબ્દોએ જોતજોતામાં પત્રકારત્વનું રૂપ ધારણ કર્યું. પત્રકારત્વ પ્રત્યાયન પણ છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. પત્રકારત્વનાં મૂળમાં માહિતી કે જાણકારીનું આદાન-પ્રદાન છે. પત્રકારત્વ પાંચ હજાર વર્ષથી પણ વધુ પુરાણું છે. આદિમાનવકાળ જેટલું ઐતિહાસિક છે. માનવ જીજ્ઞાસા અને રસની વૃત્તિ પાછળ પત્રકારત્વના ઉદ્દભવ અને વિકાસની કથા છે. પત્રકારત્વ પાંચમો વેદ છે. ઉતાવળે લખાતું સાહિત્ય છે. પત્રકારત્વ સંસ્કૃતિ, સભ્યતા અને સ્વતંત્રતાનો અગ્રદૂત છે. દીર્ઘદ્રષ્ટિ પ્રદાન કરનાર છે. એ કળા છે. એ જનસેવા છે. જનતા – જનપ્રતિનિધિ વચ્ચેનો સેતુ છે. પ્રજા અને પ્રશાસનને જોડતી કડી છે. પત્રકારત્વનો મૂળ ઉદ્દેશ્ય સૂચના, શિક્ષણ અને મનોરંજન છે. સત્યમ, શિવમ અને સુંદરમની અભિવ્યક્તિ છે.

પત્રકારત્વનો અર્થ ચોક્કસ વ્યાખ્યામાં રજૂ કરવો અશક્ય છે. આજે પત્રકારત્વના માધ્યમો અખબાર અને પત્રિકાઓ પૂરતા સીમિત ન રહેતા રેડિયો, ટેલિવિઝન, વેબસાઈટ, સોશિયલ મીડિયા વગેરે સુધી વિસ્તરી ગયા છે. દુનિયાભરની માહિતી હોવા છતાં આજે પણ ઘણા એકબીજાને મળે એટલે પૂછે છે શું છે નવીનમાં? શું ખબર? છે કઈ સમાચાર?
સમાચાર એટલે ન્યૂઝ. અર્થાત એક અન્ય રીતે જોઈએ તો ગઊઠજ શબ્દોમાં ગ નોર્થ, ઊ ઈસ્ટ, ઠ વેસ્ટ, જ સાઉથ. સમાચારનો મતલબ છે ચારેય દિશામાં બનતી ઘટનાઓની સૂચના. ચારેય દિશામાં થનારી ઘટનાઓ સમાચાર છે. આમ, સમાચાર એટલે સૂચનાઓ ભેગી કરવી, તેને યોગ્ય રીતે બનાવવી અને રજૂ કરવી. અંગ્રેજી શબ્દ ન્યૂઝમાં ન્યૂ બહુવચન સ્વરૂપે જોઈએ તો તેનો અર્થ નવું થાય છે. એ જ રીતે સમાચાર શબ્દમાં સમ અને આચાર શબ્દથી તેનો અર્થ સમજી શકાય. સમનો અર્થ સમાન અને આચારનો અર્થ આચરણ થાય, જે વ્યવહાર સાથે જોડાયેલું છે. એટલે કે પક્ષપાતરહિત – તટસ્થ આચરણ. સમાચારનું મુખ્ય લક્ષણ છે તે નવીનતાસભર અને ન્યાયપૂર્ણ હોવા જોઈએ. જેવી રીતે અખબારમાં છપાયેલી સંપૂર્ણ સામગ્રી સમાચાર નથી તેવી રીતે પ્રત્યેક ઘટના પણ સમાચાર નથી. જેમાં મહત્તમ લોકોની રસરુચી જોડાયેલી હોય એ જ ઘટના સમાચાર બને છે, જેના મૂળમાં સૂચના અને માહિતી છે.

કોઈપણ માહિતી કે જાણકારીને સમાચાર ન કહી શકાય. સમાચારનું ચોક્કસ સ્વરૂપ હોય છે, સમાચારમાં છ તત્વોનો સમાવેશ અનિવાર્ય છે. શું, ક્યાં, કોણ, ક્યારે, કેમ, કેવી રીતે અંગ્રેજીમાં જેને ફાઈવ ડબ્લ્યુ અને વન એચ કહે છે. હુ, વ્હોટ, વ્હેન, વ્હાઈ, વ્હેર અને હાઉ. સમાજ જેટલો વધુ લોકતાંત્રિક તેટલી વધુ ખબરો. અને હા, આ ખબર શબ્દ પરથી અખબાર શબ્દ આવ્યો છે.

- Advertisement -

અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના શબ્દ ખબર શબ્દનું બહુવચન છે, ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ‘ખબર-નામ’ શબ્દ વપરાય છે. ખબર એટલે સમાચાર, બાતમી અથવા સંદેશો. પ્રચલિત અર્થમાં અખબાર એટલે છાપેલા સમાચાર અને તેનું પ્રકાશન. કાગળ પર સમાચાર છાપેલા હોવાથી તેને ગુજરાતીમાં છાપું કહેવાય છે. સમાચાર અથવા ખબરને વર્તમાન કહેવાય છે તેથી છાપેલા સમાચારને વર્તમાનપત્ર કહેવામાં આવે છે. તેમાં સમાચારો હોય છે એટલે તેને સમાચારપત્ર પણ કહેવાય છે, અંગ્રેજીમાં જેને ન્યૂઝપેપર કહે છે. અખબારોનું એક વર્ગીકરણ પ્રકાશનના સમયગાળા પ્રમાણે થાય છે. તેથી અખબારને સામયિક કહે છે. તે પ્રમાણે ચોવીસ કલાકમાં એક વખત પ્રગટ થતા અખબારને દૈનિક, અઠવાડિયામાં બે વખત પ્રગટ થનારને અર્ધસાપ્તાહિક કહેવામાં આવે છે. અને એ રીતે પછી સમયને અનુલક્ષીને સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક તથા વાર્ષિક એમ અખબારોનું વર્ગીકરણ પ્રકાશનના સમયગાળા મુજબ થાય છે. પહેલાના સમયમાં શિલાલેખો, ભૂર્જપત્રો, તાડપત્રો, પર લખાણો લખવાની પદ્ધતિ પ્રચલિત હતી, પછી કાપડ અને કાગળની શોધ થયા બાદ તેના પર લખાયું અને હવે તો ડિજીટલ ફોરમેટમાં પણ લખી શકાય છે. જોકે આ બધું જ લખનાર કે અખબારમાં બધા જ લખનાર પત્રકાર નથી.

પત્રકાર એટલે જર્નાલિસ્ટ. આ શબ્દ પત્રકારત્વ અને જર્નાલિઝમ પરથી જ આવ્યા છે. સત્યનો પહરી એટલે પત્રકાર એવું કહી શકાય. પત્રકાર એટલે સમાજનો પહેરેદાર. પત્રકાર એટલે ન્યાયને રક્ષક. શિક્ષકોનો પણ શિક્ષક, વકીલોનો પણ વકીલ અને ડોક્ટરોનો પણ ડોક્ટર. પત્રકારોને દ્વાપરયુગના નારદ અને મહાભારતકાળના સંજય તથા કળિયુગના આચાર્ય, ચારણ, બારોટ પણ કહેવાયા છે. વિદ્વાનોથી લઈ સામાન્ય વ્યક્તિઓએ પત્રકારની અલગઅલગ અર્થ, વ્યાખ્યા અને સમજૂતી ગોતી કાઢ્યા છે. સમાચારો મોકલનાર અને આપનાર સંવાદદાતા કહેવાય છે. ખબરપત્રી પણ કહેવાય છે. એક સમયે તેઓ વાક્ય નવીસ, ખૂફિયા નવીસ, ખેપિયા અને ગુપ્તચર પણ કહેવાતા. જે સમાચાર બનાવે છે, જે સમાચારના સંસ્થા સાથે સંલગ્ન છે અને એથી પણ આગળ હવે જેની પાસે પત્રકારત્વના શિક્ષણની ડિગ્રી છે, જે પત્રકારત્વનો વ્યવસાય કરે છે તે પત્રકાર છે એવું સીધી સરળ ભાષામાં કહી શકાય. લખી, બોલી, ફોટો પાડી કે ચિત્ર દોરી કે પછી હાવભાવ દ્વારા સૂચના એટલે કે સમાચારની આપ-લે કરનાર તંત્રી, સંપાદક, ફોટોગ્રાફર, કેમેરામેન, કાર્ટૂનિસ્ટ પણ પત્રકાર કહી શકાય. પ્રેસ સાથે જોડાયેલ પ્રેસમેન અને મીડિયા સાથે જોડાયેલ મીડિયામેન છે, જર્નાલિસ્ટ છે. એકલી અખબાર સાથે જોડાયેલી વ્યક્તિ જ પત્રકાર ન કહી શકાય. પ્રિન્ટ ઉપરાંત ડિજીટલ મીડિયા સાથે જોડાયેલી વ્યક્તિ પણ પત્રકાર છે. કોઈ ટીવીમાં ન્યૂઝ એન્કર છે કે કોઈ ન્યૂઝ વેબસાઈટ સાથે જોડાયેલું છે કે કોઈ રેડિયો-દૂરદર્શન અથવા ખાનગી ચેનલના સમાચાર વિભાગ સાથે સંકળાયેલું છે એ બધા જ પત્રકાર કહી શકાય. પત્રકારનો અર્થ અને વ્યાખ્યા બહુ વ્યાપક છે, બહુ આયામી છે. તેને સારાંશમાં કહી ન શકાય કે સુંકુચિતતાથી જોઈ ન શકાય. પત્રકારએ પત્રકારત્વનો આત્મા છે, સમાચારના આંખ, મોઢું અને નાક પત્રકાર છે. સમાચાર જેમાં પ્રસિદ્ધ-પ્રસ્તુત થાય છે એ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા સમાજનું દર્પણ છે. અને પત્રકારત્વ શું છે? પત્રકારત્વ ચોથી જાગીર છે.

વધારો : પત્રકારત્વને ચોથી જાગીર પણ કહેવામાં આવે છે. અંગ્રેજી શબ્દ ફોર્થ એસ્ટેટ બહુ જૂનો અને જાણીતો છે. બ્રિટિશ સંસદમાં એકવાર કોઈ મહત્વના મુદ્દાની ચર્ચા દરમિયાન એડમન્ડ બર્કનું ધ્યાન એકાએક પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકાર પર પડ્યું. એ એમની સામે જોઈ બોલી ઉઠ્યા, સંસદમાં આપણી પાસે ત્રણ જાગીર છે, પણ ત્યાં સામે ચોથી જાગીર બેઠેલી છે જે આ ત્રણેય જાગીરથી વધુ મહત્વની છે. અને બસ પછી તો પત્રકારત્વ ચોથી જાગીર તરીકે ઓળખાવવા લાગ્યું. લોકશાહીના આધારસ્તંભો પૈકીના એક આધારસ્તંભ તરીકે તેની ગણના થવા લાગી. સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર લોકશાહીની પ્રથમ ત્રણ જાગીર છે તો પત્રકારત્વ ચોથી જાગીર છે.

You Might Also Like

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા
Next Article ઘણા લોકો અંધારી રાતના ચમકતા સિતારા જેવાં…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?