ઇન્ડિયન સ્ટાર્ટઅપ
‘ગૂગલનિર્ભરતા’ ઘટાડી ‘આત્મનિર્ભર’ બનવા શું પ્લે સ્ટોરનો ભારતીય વિકલ્પ લવાશે?
તુષાર દવે
એન્ડ્રોઈડનું ચલણ અને ગૂગલની મોનોપોલી : ભારતીય સ્ટાર્ટઅપ્સનું ભાવિ એક વિદેશી કંપની કેમ નક્કી કરે?
ગૂગલે પ્લે સ્ટોરના નિયમોમાં કરેલા કેટલાક ફેરફારોના પગલે ભારતના કેટલાક મોટા સ્ટાર્ટઅપ્સ અને ગૂગલ વચ્ચે બરાબરની જામી પડી છે. જાણકારોના મતે આ ટક્કરની ભારતીય ઈન્ટરનેટ ઉદ્યોગ પર મોટી અસર પડી શકે છે. ગૂગલના નવા નિયમો મુજબ હવે એપ ડેવલપર્સ માટે એપ્લિકેશન્સની ખરીદી કંપનીના પોતાના બિલિંગ સિસ્ટમથી કરવી ફરજિયાત થઈ ગઈ છે. આના કારણે ભારતીય સ્ટાર્ટઅપના સ્થાપકોમાં નારાજગી છે અને એમનો આરોપ છે કે ગૂગલ પોતાના ફેલાવા અને પ્રભાવનો દૂરુપયોગ કરી રહ્યું છે.
બીબીસીએ આ મુદ્દે વિસ્તૃત અહેવાલ કર્યો છે તેમજ અન્ય કેટલાક ન્યૂઝ રિપોટર્સમાં કહેવાયુ છે કે, ભારતીય સ્ટાર્ટઅપમાં એ 30 ટકા કમિશન અંગે પણ ચિંતાનો માહૌલ છે જે લેવાની વાત ગૂગલ કરી રહ્યું છે.
- Advertisement -
પેટીએમ અને મેક માય ટ્રીપ સહિતની
150 કંપનીઓનું ગૂગલ સામે ગઠબંધન
150 કંપનીઓનું ગૂગલ સામે ગઠબંધન
કેટલાક સ્ટાર્ટઅપ્સના મતે જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે એ ખુબ જ વધારે છે. જેના કારણે કેટલાક સ્ટાર્ટઅપ્સ મળીને ગૂગલ પ્લે સ્ટોરને બાયપાસ કરવાનો એટલે કે એનો એક વિકલ્પ તૈયાર કરવાની દિશામાં પણ વિચારણા કરી રહ્યાં છે.
OS થી માંડીને એપ્સ બધું ગુગલદેવીની દયા પર
જોકે, નવેમ્બરમાં ભારતીય એન્ટી ટ્રસ્ટ નિયામકે ટીપ્પણી કરી હતી કે ભારતીય માર્કેટમાં પોતાની શક્તિઓનો દુરુપયોગ કરવાની ગૂગલની પોલીસીની તપાસ કરશે. ભારતીય સ્ટાર્ટઅપ્સ આ ટીપ્પણી અને ભારત સરકારને ખુબ જ આશાની દૃષ્ટિએ જોઈ રહ્યાં છે. ગૂગલના બદલે ભારતીય વૈકલ્પિક એપ સ્ટોર બનવા અંગેની સ્થિતિ હાલ તો સ્પષ્ટ નથી, પણ જો મોટી સંખ્યામાં કંપનીઓ આમાં રસ લે તો ભારત સરકાર આના પર ગંભીરતાથી વિચાર કરી શકે છે. નિષ્ણાંતોના મતે વૈકલ્પિક એપ સ્ટોર બનાવવો આસાન નહીં હોય અને એમાં પણ જો સરકારને સામેલ કરાશે તો ભારતીય કંપનીઓ અને ગ્રાહકો બન્નેને અલગ પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.
ગૂગલે જોકે ભારતીય કંપનીઓના આરોપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે તે અગ્રણી ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવા તૈયાર છે. ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વાસમાં લેવા કેટલાક સેશન્સના પણ આયોજનો કરી રહી છે.
- Advertisement -
ગૂગલ પોતાના ફેલાવા અને પ્રભાવનો દુરુપયોગ કરીને મોનોપોલી સ્થાપતું હોવાનો સ્ટાર્ટઅપ્સનો આરોપ
નિષ્ણાંતોના મતે વૈકલ્પિક એપ સ્ટોર બનાવવો આસાન નહીં હોય, એમાં પણ જો સરકારને સામેલ કરાશે તો વળી નવી સમસ્યાઓ પેદા થશે.