દિલ્હીમાં નવા સાડા પાંચ હજાર અને મહારાષ્ટ્રમાં નવા 18000 કેસ
દિલ્હીમાં વધુ સખત નિયંત્રણો લગાવવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોનાવાયરસ મહામારી અને સાથે સાથે તેના ખતરનાક નવા વેરિએન્ટ ના દેશમાં જેમ વધારો થઈ રહ્યો છે તેમ અલગ અલગ રાજ્યોમાં કડક પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે અને ઉત્તર પ્રદેશમાં પણ નાઈટ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં તમામ સ્કુલ કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને રેસ્ટોરન્ટમાં સિનેમા હોલમાં અને જીમમાં ફક્ત 50 ટકા હાજરી અને લગ્નમાં 100 લોકો ને ભેગા થવાની મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 992 જેટલા નવા કેસ બહાર આવ્યા છે.
એ જ રીતે કર્ણાટકમાં પણ 7મી જાન્યુઆરીથી વીક-એન્ડ કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે અને તમામ મુશ્કેલીઓને બંધ કરી દેવામાં આવી છે અને જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં લોકો એકત્ર કરવાની મનાઈ કરી દેવામાં આવી છે અને લગ્ન સમારંભોમાં પણ મર્યાદિત સંખ્યા રાખવાની સૂચના જારી કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પણ પરિસ્થિતિ બગડી રહી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 18000 નવા કેસ બહાર આવ્યા છે અને દિલ્હીમાં સાડા પાંચ હજાર નવા કેસો બહાર આવ્યા છે. દિલ્હીમાં નવા કેસમાં 82 ટકાનો વધારો થયો હોવાનું આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે દિલ્હીમાં વધુ સખત નિયંત્રણો લગાવવામાં આવશે તેવો સંકેત પણ આપી દેવામાં.
- Advertisement -
તે જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ પરિસ્થિતિ બગડી ગયું છે અને ત્યાં પણ દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ બંગાળમાં નવા કેસમાં 50 ટકાનો મોટો ઉછાળો આવી જતા અનેક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા છે.