By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    10 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રેખા’ બનવા સુધીમાં મળેલાં વિશેષણો પછી સ્ટાઈલ આઈકોનનો જન્મ થયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ‘રેખા’ બનવા સુધીમાં મળેલાં વિશેષણો પછી સ્ટાઈલ આઈકોનનો જન્મ થયો
AuthorNaresh Shah

‘રેખા’ બનવા સુધીમાં મળેલાં વિશેષણો પછી સ્ટાઈલ આઈકોનનો જન્મ થયો

Khaskhabar Editor
Last updated: 2022/01/01 at 4:59 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

નાજાયઝ, કાળી, જાડી, મુંહફટ, સેક્સ મેનિયાક અને ડાકણ ‘રેખા’ બનવા સુધીમાં મળેલાં વિશેષણો પછી સ્ટાઈલ આઈકોનનો જન્મ થયો.

શાહનામા
– નરેશ શાહ

એનું નામ ભાનુરેખા ગણેશન. હા, આપણે જોહરાબાઈ અને ઉમરાવ જાન એટલે કે અભિનેત્રી રેખાની વાત કરી રહ્યા છીએ. જન્મથી જ લઈને ર0ર1 સુધી સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેલી આ અભિનેત્રી અત્યારે ભલે ફેશન દિવા કે સ્ટાઈલ આઈકોન બનીને સ્ત્રીઓની જ ઈર્ષાનું કારણ રહેતી હોય, પણ તેની જિંદગીની ઉથલપુથલને તપાસો તો બેશક, તેના માટે સિમ્પથી જાગે. જરાક તાળો મેળવો. બચપનમાં ક્યારેક એ સુપરસ્ટારનું સંતાન હતી છતાં તે નાજાયઝ ઔલાદ તરીકે જ મોટી થઈને ઉછરી. સ્કૂલમાં તેની સાથે જ તેના પિતાની ઓફિશિયલ દીકરીઓ ભણતી હતી તેથી એ કાયમ હાંસીનું પાત્ર બનતી એટલે જ ભણવામાં તેને રસ નહોતો પડતો. પિતાએ માતા અને એક સિસ્ટર સહીત તેમનાથી ક્ધની કાપી લીધેલી એટલે ધીમે ધીમે તેઓ કરજ હેઠળ ડૂબી ગયાં. નાછૂટકે માતાના રસ્તે તેણે એકટિંગ કરવાની આવી તો કામ એટલે નહોતું મળતું કે કોઈ પ્રોડયુસર ભાનુરેખાને કામ આપીને દક્ષ્ાિણ ભારતના ત્રીજા નંબરના સુપરસ્ટાર જેમીની ગણેશનને (તેમનું સાચું નામ રામાસ્વામી ગણેશન હતું પણ માસના જેમીની સ્ટૂડિયો છોડયાં પછી જેમીની નામની ક્રેડિટને તેમણે પોતાનું નામ બનાવી દીધું : જેમીની ગણેશન) કોઈ નારાજ કરવા માંગતું નહોતું. તેને હિન્દી આવડતું નહોતું છતાં તેને સૌથી પહેલો હિરોઈન તરીકેનો બે્રક સાવન ભાદો નામની હિન્દી ફિલ્મમાં મળ્યો. રેખાએ તેની અભિનેત્રી મા પુષ્પાવલ્લીનો વર્તમાન નજર સામે જોયો હતો. પહેલાં જેમીની સ્ટૂડિયોના માલિક વાસન, પછી એક સિનેમેટોગ્રાફર અને ત્યાર બાદ જેમીની ગણેશન સાથે ડિવોર્સી પુષ્પાવલ્લી લાગણીના તારથી જોડાઈ પણ તેને દૂસરી ઔરત બનવું નહોતું. જેમીની ગણેશનથી એ બે પુત્રી (રેખા અને રાધા) ની માતા બની પણ… કોઈની પત્ની ક્યારેય ન બની શકી.

Contents
નાજાયઝ, કાળી, જાડી, મુંહફટ, સેક્સ મેનિયાક અને ડાકણ ‘રેખા’ બનવા સુધીમાં મળેલાં વિશેષણો પછી સ્ટાઈલ આઈકોનનો જન્મ થયો.શાહનામા – નરેશ શાહ

રેખાએ જુવાનીમાં પત્ની બનવા માટેના અનેક ધમપછાડા ર્ક્યા. તેનું નામ જીતેન્દ્ર, વિનોદ મહેરા (તેમણે ખાનગીમાં લગ્ન કરી લીધા હોવાનું પણ ઘણા માને છે) કિરણકુમાર અને છેક મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે જોડાયું પણ માની જેમ દૂસરી ઔરતનું લેબલ જ તેના પર મારવામાં આવ્યું. ટ્રેજેડી ગણો કે કુદરતી ઈન્સાફ, દૂસરી ઔરત શબ્દથી જ જેને તિરસ્કાર હતો એ રેખાએ તેની ફિલ્મ કેિરયરમાં એક્સો ચાલીસ ફિલ્મ કરી તેમાં સૌથી વધુ (ચાલીસ) વખત તેણે દૂસરી ઔરત યા તવાયફ યા ત્રિકોણના ત્રીજા કોણનું જ કિરદાર ભજવવાનું આવ્યું. એ પણ કિસ્મતની બલિહારી કે આટલી (ક્યારેક વરસમાં સોળ- સોળ) ફિલ્મો કરનારી રેખાની યાદગાર ફિલ્મોની યાદી બનાવો તો આંગળીના વેઢા પણ વધી પડે – એટલી ઓછી છે.

- Advertisement -

Buy Rekha: The Untold Story Book Online at Low Prices in India | Rekha: The Untold  Story Reviews & Ratings - Amazon.in

ભાનુરેખા ગણેશનમાંથી માત્ર રેખા બનીને પોતાની જિંદગીને યાદગારના ચોકઠાં સુધી પહોંચાડી શકનારી આ સૌન્દર્ય સુંદરીએ શ્રાપ જેવા આકરા વિશેષણોના ટાંકણાથી છેદાઈ-છેદાઈને પોતાની જાતને કંડારી છે. પંદર વરસની ઉંમરે દક્ષ્ાિણની ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કરતાં પહેલાં એ જેમીની ગણેશનની નાજાયઝ દીકરી તરીકે (ગણેશન અટક માતાએ જીદ કરીને લગાડી હતી) ઓળખાતી હતી. સોળ વરસે તેને હિન્દી ફિલ્મમાં હિરોઈન તરીકે સાઈન કરવામાં આવી ત્યારે એ કાળી અને જાડીપાડી (તેની કમરનો ઘેરાવો તેંત્રીસ ઈંચનો હતો ) ગણાતી અને ઠઠ્ઠાનું માધ્યમ બની હતી. એકપણ ફિલ્મ િરલીઝ નહોતી થઈ ત્યાર પહેલાં સેક્સ કિટેનનું બિરૂદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે તેને મારી દીધું હતું. એ વખતે થયેલું એવું કે સાવન ભાદો ફિલ્મનું શૂટીંગ ચાલતું હતું. પ્રોડયુસર-ડાયરેકટરે અભિનેતા નવિન નિશ્ર્ચલને ખાનગી ખૂણે કહી દીધું હતું કે રોમાન્ટિક શ્ય કરતી વખતે તમારે રેખાને (તેની જાણ બહાર) ચુંબન કરી લેવાનું છે. ફિલ્મમાં આવું શ્ય હોવાની કદાચ, રેખાને જાણ હતી પણ પંદર વરસની ટીનએજર ચુંબન શ્ય સહજતાથી નહીં આપી શકે એમ ધારીને નક્કી થયું કે રેખા સજાગ થયા વગર, સહજ લાગે એ રીતે ચુંબનનો શોટ લેવો. એમ જ થયું. હેબતાઈ ગયેલી હોવા છતાં રેખાએ નવિન નિશ્ર્ચલના ચુંબનને સહજપણે જ પ્રતિસાદ આપ્યો અને લગભગ ત્રણેક મિનિટ સુધી ચુંબન ચાલ્યું. ચર્ચા એવી ચાલી કે એ ચુંબનના કારણે રેખા ઈન્ટરનેશનલ લાઈફ મેગેઝિનમાં ક્વરેજ પામી પણ સેક્સ કિટેન ની તેની ઈમેજ બની ગઈ. મિડિયાને તો જાણે જલેબીનો ભારો મળી ગયો. પંદર-સોળ વરસની કાચી ઉંમર અને સમજણ સાથે રેખા મનગમતાં જવાબો આપતી. તેને દંભ હજુ આવડતો નહોતો. આભિજાત્યથી તે કોશો દૂર હતી તેથી તે (હા, ચુંબનમાં કશું ખોટું નથી, લગ્ન પહેલાં સેક્સ થઈ શકે, હું પ્રેગનન્ટ નથી થઈ તેનું આશ્ર્ચર્ય છે વગેરે વગેરે) બિન્દાસ સ્ટેટમેન્ટ કરતી થઈ એટલે તેને મુંહફટ પણ ગણી લેવાય. વાંક મિડિયાનો જો કે નહોતો. રેખા બોલવામાં બિન્દાસ જ હતી અને છે. મુકદર કા સિકંદરના પ્રિવ્યુ શોમાં અમારા (અમિતાભ-રેખાના) શ્યો જોતી વખતે મેં જયાની આંખમાં આંસુ જોયા હતા : રેખા બોલેલી : એ પછીથી તેણે (અમિતાભે) બધા પ્રોડયુસરને કહેવા માંડયું હતું કે મારી ઓપોઝિટ રેખાને કાસ્ટ કરશો તો હું ફિલ્મ નહીં કરું…

સંબંધ તૂટી ગયા પછી (કે પહેલાં) અમિતાભ બચ્ચને ક્યારેય કોઈ વાતનો ખુલાલો ર્ક્યો નથી પણ રેખા સતત વો ની વાત કરતી રહી હતી. ઘર ફિલ્મમાં ભૂતપૂર્વ પ્રેમી વિનોદ મહેરા સાથેના નેચરલ રોમાન્ટિક શ્યોની પ્રશંસા થઈ ત્યારે પણ આ બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રીએ કહેલું કે શૂટિંગ વખતે હું વિનોદ મહેરામાં એ હોય એમ વિચારીને જ શોટ આપતી હતી એટલે…

- Advertisement -

જો કે સુપરસ્ટાર સાથેના અફેર બાદ દિલ્હીના બિઝનેસમેન પતિ મૂકેશ અગ્રવાલે આપધાત કરેલો એ પછી રેખાએ વધુ એક બિહામણાં બિરૂદનો સામનો કરવાનો આવ્યો હતો : ચૂડેલ, ડાકણ. કોઈકને ભરખી જનારી ડાયન.

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વસ્તુઓનો નહીં, તેના પ્રત્યેના મમત્વનો ત્યાગ કરો…
Next Article ક્રક્સ : ઓમિક્રોન-કોરોનાનો કટ્ટર દુશ્મન!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?