કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ પોતાના તા.૧૪/૧૧/૨૦૨૧ના રોજના રાજકોટ મહાનગરપાલિકાના ખાતમુહુર્ત કાર્યક્રમ દરમ્યાન કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાની તેમના રાજકોટ ખાતેના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઈ, તેમના આશીર્વાદ મેળવેલ. બાદમાં, વજુભાઈ વાળા સાથે વિનોદભાઈ મોરડીયાએ વિચારગોષ્ઠિ પણ કરેલ.
- Advertisement -
તેઓની આ મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.પ્રદિપ ડવ, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્ય ઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ડૉ.ધનસુખભાઈ ભંડેરી તથા રાજકોટ મહાનગરપાલિકાના એડી.સીટી. એન્જીનિયર એમ.આર.કામલીયા તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા.



