કાયદો – વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે ગુનેગારો બેકાબુ બનતા પોલીસમાં દોડધામ
પતિએ પત્નીની છરીના 8 ઘા ઝીકી પુત્રવધૂને કહ્યું ” મેં તારા સાસુને મારી નાખી છે “
- Advertisement -
ચારિત્ર્ય અંગે શંકા કરી હત્યા નિપજાવી ઝેર પી બસમાં બેસી ગોંડલ પહોંચી ગયો
મૃતકના બહેનની ફરિયાદ પરથી ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે કરી આરોપીની ધરપકડ
રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી હત્યાની બે ઘટનાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ગત સાંજે માત્ર એક જ કલાકમાં હત્યાની બે-બે ઘટનાઓથી લોકોમાં ભય ફેલાયો હતો. મોરબી રોડ પર ગૃહકલેશમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટનાના થોડા સમય પછી જ ગાંધીગ્રામના એસકે ચોકમાં એક યુવકની હત્યા થઈ હતી બી ડિવિઝન પોલીસે મૃતકના બહેનની ફરિયાદ પરથી ગુનો નોંધી પત્નીની હત્યા કરનાર પતિની ગોંડલ ચોકડી પાસેથી ધરપકડ કરી લીધી હતી તેણે પત્નીની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શંકાએ તેને હોસ્પિટલે ખસેડાયો હતો જયારે ગાંધીગ્રામમાં યુવકની સામું જોવા બાબતે થયેલી હત્યા મામલે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી બે આરોપીઓને એલસીબીએ રાતોરાત દબોચી લીધા હતા બે પૈકી એક આરોપી એક મહિના પૂર્વે જ જેલમાંથી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા ગીતાબેન અશોકભાઇ વઢુકીયા ઉ.43એ બહેન શારદાબેનની હત્યા કરનાર સ્કાય સોસાયટીમાં રહેતા બનેવી પ્રવીણ ઉકા પરસોંડા સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ચાર બહેન અને બે ભાઈઓ છે. જેમાંથી શારદાબેન ઉ.48 બીજા નંબરના બહેન હતા શારદાબેનના લગ્ન 30 વર્ષ પહેલા પ્રવીણ પરસોંડા સાથે થયા હતા તેમને સંતાનમા બે દિકરા તથા એક દિકરી છે. જેમા સૌથી મોટી દિકરી પૂજાબેન, તેનાથી નાના દિકરો મયુર અને નાનો દર્શિત છે શારદાબેન તેઓ સાથે મારવાડી યુનિવર્સિટી ખાતે કચરા-પોતા કરતા હતા. બનેવી પ્રવીણભાઈ સરખો કામ ધંધો કરતા ન હતા બહેન બહાર કામ કરવા જતા હોય બનેવી તેમના પર ખોટી શંકાઓ કરી તારે કોઈ સાથે આડા સંબંધો છે, તેવુ કહી અવારનવાર ઝઘડો કરતા હતા ગઈકાલે ભાણેજ પૂજાબેને ફોન કરી જાણ કરેલ કે, મારા બાને પપ્પાએ છરીના ઘા મારી દિધેલ છે, તો તમે જલ્દી મારા ઘરે જાવ. જેથી તેણી શારદાબેનના ઘરે પહોંચ્યા હતા. ત્યારે હોલમા શારદાબેન લોહી લુહાણ હાલતમાં પડેલ હતા ત્યાં 108ના સ્ટાફે બહેનને તપાસી મૃત જાહેર કર્યા હતા બહેનને ગળાના ભાગે, છાતીના ભાગે, ગાલ પર, જમણા તથા ડાબા હાથની આંગળીઓમા તિક્ષ્ણ હથીયારના 8 જેટલા ઘા ઝીકાયા હતા શારદાબેનની પુત્રવધૂ કાજલબેને જણાવેલ કે, મારા સાસુ શારદાબેન ઘરે આવેલ ત્યારે સાસુ-સસરા વચ્ચે ઝઘડો થતો હતો. જેથી હુ વચ્ચે પડતા સસરાએ મને, તુ બહાર બેસ તેમ કહી ધક્કો મારી ઘરની બહાર કાઢી મુકેલ હતી અને દરવાજો અંદરથી બંધ કરી દિધેલ હતો. તે વખતે અંદરથી સાસુને મારા સસરા માર મારતા હોય તેવી રાડો સંભળાઈ હતી. થોડીવાર બાદ સસરા દરવાજો ખોલી બહાર આવેલ અને તેના કપડા લોહી વાળા હતા. મે તારી સાસુને મારી નાખી છે, તેમ કહી સસરા ભાગી ગયા હતા ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પીઆઈ જી.આર.ચૌહાણ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો બી ડિવિઝન પોલીસે પ્રવીણ પરસોંડાને ગોંડલના પાટીદળ ગામના પાટીયા પાસેથી પકડી લીધો હતો પત્નિની હત્યા નીપજાવી પોતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું હતું. જેથી તેને સારવાર અર્થે પોલીસ જાપ્તા સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં પત્નિને અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધ છે તેવી હત્યારા પતિને લાંબા સમયશી શંકા હતી. જે મામલે બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતા ગઈકાલે ફરી ઝઘડો કરી ઘરમાં રહેલી શાક સુધારવાની મોટી છરીના આઠેક ઘા ઝીંકી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પ્રવિણ પત્નિની હત્યા કરી ઝેર પીને ઘરેથી નીકળી ગયો હતો. ભાગતી વખતે ઘરથી આગળ રસ્તામાં તેને નાનો દિકરો દિક્ષીત રિક્ષા લઇને સામે મળતાં તેણે દિકરાને હત્યાની જાણ કરી નહોતી, પોતાને પારેવડી ચોક જવું છે તેમ કહી તેની રિક્ષામાં બેસી પારેવડી ચોક સુધી ગયો હતો. બાદમાં દિક્ષીત ઘરે આવતાં તેને માતાની હત્યા થયાની ખબર પડી હતી.
- Advertisement -
ગાંધીગ્રામમાં સામું જોવા બાબતે છરીના ત્રણ ઘા ઝીકી યુવકને રહેંસી નાખ્યો : તાજેતરમાં જેલમાંથી છૂટી હત્યાને અંજામ આપનાર સૂત્રધાર સહીત બેની ધરપકડ
રાજકોટના ગાંધીગ્રામમાં રહેતાં અને છૂટક ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કિશનભાઈ નરેન્દ્રભાઈ પરમાર ઉ.31એ આ જ વિસ્તારના ગની ડાંગરિયા અને હનુમાન મઢી પાસે રહેતા રિયાઝ શેખ સામે મોટાભાઈ મનીષભાઈ ઉ.32ની હત્યા કરવા અંગે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મનીષભાઈ પણ ડ્રાઇવિંગ કામ કરતાં હતાં તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે ગઈકાલ રાત્રીના પોતે નાણાવટી ચોકથી ગાંધીગ્રામ જતાં રોડ પર ગોકુળ પાન નામની દુકાન જે બંધ હતી ત્યાં બેઠો હતો. તેમજ મોટો ભાઈ મનીષ પોતાનું એક્ટિવા લઈ નાણાવટી ચોકથી ગાંધીગ્રામ જતાં રોડ પર એસ.કે.ચોક પાસે આવેલ મઢુલી પાન નામની દુકાને ઉભો હતો ત્યારે ગાંધીગ્રામમાં રહેતો યશરાજ રાઠોડ પણ ત્યાં હાજર હતો. જે દરમિયાન બીજા બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવીને ઊભા રહ્યા હતા, તે સમય દરમિયાન ભાઈ મનીષભાઈનો ફોન આવેલ હતો કે, મારે મોમેડિયનના છોકરાઓ સાથે લપ થઈ છે, મારી સામે છરી કાઢી છે, તેમ કહેતાં મેં કહેલ કે તું લપ ન કરતો હું બે મિનિટમાં જ પહોંચું છું ફરીયાદી ઘટનાસ્થળે પહોંચતા જ તેમનો ભાઈ મનીષ લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો તેને સાથળના ભાગે ત્રણ છરીના ઘા અજાણ્યા શખ્સોએ ઝીંકી દીધાનું સામે આવ્યું હતું. ત્યારે ત્યાં હાજર લોકોમાંથી જાણવા મળ્યું કે, ગની ડાંગસિયા અને રિયાઝ શેખ નામના શખ્સોએ સામું જોવા બાબતે માથાકૂટ કરી છરીના ઘા ઝીંકી દિધા હતાં. જે બાદ ગંભીર રીતે ઘાયલ યુવકને પ્રથમ ખાનગી બાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ યુવકે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસના પીઆઇ એચ પી ગઢવી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો એલસીબી ઝોન-2ની ટીમે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓને સકંજામાં લઈ તપાસ શરુ કરી હતી ગની થોડા સમય પૂર્વે જ સાયબર ફ્રોડના ગુનામાં જેલમાંથી મુક્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.



