By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    1 day ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    2 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    2 days ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    3 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
    4 minutes ago
    2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
    23 hours ago
    માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
    1 day ago
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    2 days ago
    UPI MDR ચાર્જ ફરી ટળે તેવી શક્યતા : એપ્રિલ સુધી રાહત !
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    2 minutes ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    3 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    5 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “વાહન રાખ્યાં તો એકાદને પતાવી દઈશ” કહી કુખ્યાત ટકાએ ધારીયાથી ઈકોમાં કરી તોડફોડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > “વાહન રાખ્યાં તો એકાદને પતાવી દઈશ” કહી કુખ્યાત ટકાએ ધારીયાથી ઈકોમાં કરી તોડફોડ
CRIME

“વાહન રાખ્યાં તો એકાદને પતાવી દઈશ” કહી કુખ્યાત ટકાએ ધારીયાથી ઈકોમાં કરી તોડફોડ

Khaskhabar Editor
Last updated: 2026/11/21 at 1:02 PM
Khaskhabar Editor 19 minutes ago
Share
14 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

નવાગામ રંગીલા સોસાયટીમાં પ્રૌઢાને ગાળો ભાંડી : કુવાડવા પોલીસમાં નોંધાવી ફરિયાદ

- Advertisement -

રાજકોટના નવાગામ-આણંદપરની રંગીલા સોસાયટીમાં શેરીમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશીએ ધારીયાથી આતંક મચાવ્યો હતો. ઘરની બહાર ઓટલે બેઠેલાં 52 વર્ષીય મહિલાને ગાળો ભાંડી વાહન શેરીમાં નહીં રાખવાનું કહી ઉશ્કેરાયેલા શખસે લોખંડનું ધારીયું લાવી પરિવારની ઈકો કારના એક તરફના ત્રણેય કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, બાજુમાં પાર્ક કરેલા એક્સેસ મોપેડમાં પણ ધારીયાના ઘા ઝીંકી નુકસાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા ભાવનાબેન દિલીપભાઈ ધોપાળએ પાડોશી કુખ્યાત સંજય ઉર્ફે ટકો વાઘજીભાઈ રોજાસરા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે 20 નવેમ્બરના સાંજે ચાર વાગ્યે ભાવનાબેન ઘરના ઓટલે બેઠાં હતાં ત્યારે સંજયે શેરીમાં કોઈએ બેસવું નહીં અને વાહન પાર્ક કરવું નહીં તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. મહિલાએ ગાળો આપવાની ના પાડતાં આરોપી ધારીયું લઈ આવ્યો હતો અને ઈકો કારના ત્રણ કાચ ફોડી નાખ્યા હતા. ત્યારબાદ ટુવ્હીલરમાં પણ નુકસાન કર્યું હતું. ‘હવે વાહનો રાખ્યાં તો એકાદને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપતાં મહિલાએ 112માં ફોન કરી પોલીસ બોલાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટ રેન્જ ટીમે જામનગરમાંથી શંકાસ્પદ પાન મસાલા તમાકુ અને સિગારેટના જથ્થા સાથે 4ને ઝડપી લીધા 

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં બિલ કે આધાર પુરાવા વગરના પાનમસાલા તંબાકુ અને સિગારેટનો જથ્થો ગેરકાયદે રીતે વેચાણ કરવાની પ્રવૃતિ શોધી કાઢવા તેમજ ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એસ.પી.ગોહિલ, એ.વાય.ઉધાસ તથા સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઇ ગોહિલ, ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજવા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ચોકકસ હકીકત આધારે જામનગર જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોલીબંગલા પાસે આવેલી કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ચોરાઉ / શંકાસ્પદ પાન મસાલા અને સિગારેટના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લીધા હતા. રેન્જની ટીમે જામનગરના આમદ ગનીભાઇ મેમણ પાસેથી સિગ્નેચર પાન મસાલા પેકેટ નંગ-૧૦૭૦ કી.રૂ.૨,૧૪,૦૦૦/- ફોર સ્ક્વેર સિગારેટ પેકેટ નંગ-૧૧૮ કી.રૂ.૨,૧૨,૪૦૦/- બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૬૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૧૫ કિ.રૂ.૫૧,૦૦૦/-, કાદર ગનીભાઇ ફુલવાડી પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૨૦ કિ.રૂ.૪૮,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૪૦ કિ.રૂ.૧,૩૬,૦૦૦/- વિમલ પાન મસાલા પાઉચ નાના-૧૪૫૬ કી.રૂ.૧,૪૫,૬૦૦/- વિમલ પાન મસાલા પાઉચ મોટા-૨૪૦ કી.રૂ.૩૬,૦૦૦/-, મુકેશ પ્રભુલાલ જેસાણી પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૮૦ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૬૦ કિ.રૂ.૨,૦૪,૦૦૦/- અને દિપક રમણીકભાઇ સોનછાત્રા પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૪૦ કિ.રૂ.૯૬,૦૦૦/- વિમલ પાન મસાલા પાઉચ નાના-૬૨૪ કી.રૂ.૬૨,૪૦૦/- ની શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા તેઓની પાસે આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવાનુ કહેતા કોળ સંતોષકારક ખુલાસો નહીં કરતા ઉપરોકત જુદી જુદી બ્રાંડના પાનમસાલા તમાકુ અને સિગરેટનો જથ્થો મળી કુલ કિ.રૂ.૧૫,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરી જામનગર જિલ્લાના સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisement -

ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રકની ઠોકરે રાજકોટના શિક્ષકનું મોત : પડધરી લેક્ચર લઈને પરત આવતી વેળાએ સર્જાયેલો અકસ્માત

રાજકોટ જામનગર હાઇવે ઉપર ખંઢેરી સ્ટેડિયમ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો છે પડધરીની શાળામાં લેક્ચર લઈ બાઈક પર રાજકોટ આવતા શિક્ષકનું ટ્રક હડફેટે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ગોંડલ રોડ ઉપર શિવનગરમાં રહેતા જયેશભાઈ હસમુખભાઈ જોષી ઉ.52 ગઈકાલે સાંજે ચાર વાગ્યા આસપાસ બાઇક લઈને જતા હતા ત્યારે ખંઢેરી સ્ટેડિયમ નજીક અજાણ્યા ટ્રક સાથે અકસ્માત થતા માથે અને શરીરે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહીં ફરજ પરના ડોક્ટરે જયેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પડધરી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી પૂછપરછ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક જયેશભાઈ રાજકોટ અને પડધરીની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત હતા. સવારે તે રાજકોટની સ્કૂલમાં લેક્ચર લેવા ગયા હતા બાદમાં બપોરે પડધરી ખાતેની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા ગયા હતા. તે પડધરીથી પરત રાજકોટ બાઈક લઈને આવતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે જયેશભાઈને હડફેટે લીધા હતા અને ટ્રક ચાલક નાસી ગયો હતો. જયેશભાઈ ત્રણ ભાઈ અને એક બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે મોભીના અકસ્માતે મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

આટકોટ-ગોંડલ ચોકડી પાસેથી મહિલાનું કારમાં અપહરણ કરી આચર્યું દુષ્કર્મ : પોલીસે ત્વરિત ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ તપાસ હાથ ધરી હતી

રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે અપહરણ અને દુષ્કર્મની ગંભીર ઘટના બનતા ચકચાર મચી ગઈ છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા છે. જ્યારે દુષ્કર્મ આચરનાર શખ્સ નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના પાંચવડા ગામના ફરિયાદી મહિલા, તેમના પતિ અને પતિના મિત્ર એમ ત્રણેય વ્યક્તિઓ મોટર સાયકલ પર ત્રંબા પાસે આવેલા આશ્રમ ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ ગઈ તા. 19ના રોજ રાત્રિના ત્રંબાથી પરત પોતાના ગામ પાંચવડા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન આટકોટ-ગોંડલ ચોકડી પાસે પહોંચતા પૂર્વ યોજિત ગુનાહિત કાવતરાના ભાગરૂપે એક બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીની બાઇકને આંતરીને રોકી હતી બાઈક રોક્યા બાદ તુરંત જ એક ઈકો કારમાં ચાર અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આ શખ્સોએ ફરિયાદી મહિલાને બળજબરી પૂર્વક ઈકો કારમાં બેસાડી દીધા હતા અને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ આરોપીઓ મહિલાને વિરનગર ગામની સીમમાં આવેલી એક વાડીએ લઈ ગયા હતા અને ત્યાં એક રૂમમાં ગોંધી રાખ્યા હતા. મોડી રાત્રિના એક શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ગઈકાલે મહિલાને અપહરણકર્તાઓએ છોડી મૂકી હતી આ ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આકરી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા કડક સૂચનાઓ આપી હતી. જસદણ વિભાગના એએસપી નવીન ચક્રવર્તી રેપુડીના માર્ગદર્શન હેઠળ આટકોટ પોલીસ સ્ટેશન, એલસીબીની અલગ-અલગ ટીમોએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સઘન તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધંધુકાના યુવકને હિંગોળગઢ પાસે આંતરી છ શખ્સોનો પાઇપથી જીવલેણ હુમલો : ચેક રિટર્નના કેસનો ખાર રાખી આચરેલું કૃત્ય : બંને હાથ – પગ ભાંગી નાખ્યા

રાજકોટ જિલ્લાના જસદણના હિંગોળગઢ અભ્યારણ્ય પાસે અમદાવાદ જિલ્લાના યુવાન પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરવામા આવતા ચકચાર મચી જવા પામી છે મિત્રના ઘરે જઈ રહેલા યુવાન પર છ શખ્સોની ટોળકીએ ચાલુ વાહને હુમલો કરી બંને હાથ અને પગ ભાંગી નાખ્યા હતા યુવકે કરેલા ચેક રિટર્નના કેસનો ખાર રાખી આ જીવલેણ હુમલો કર્યાની વિંછીયા પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના ધંધુકા તાલુકાના ફેદરાના વતની સંજયકુમાર પ્રભાતભાઈ પટેલ ઉ.38એ ઓરી ગામના વલ્લભ ઓધવજી બારૈયા, બળવંત ઓધવજી બારૈયા અને ચાર અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ગઈકાલે તે વિંછીયા કોર્ટ ખાતે મુદામાલ છોડાવવાની અરજી કરવા ગયો હતો. કોર્ટમાં મુદામાલ છોડાવવાની પ્રોસેસ બાકી હોય જેથી તે બાઈક લઇને વિંછીયાથી નાની લાખાવડ ખાતે મિત્રના ઘરે જતો હતો ત્યારે હિંગોળગઢ અભ્યારણના ગેટથી થોડે દૂર પહોચતા ત્રણ બાઈક ઘસી આવ્યા હતા આ તમામ વાહનોમાં બે-બે માણસો બેઠા હતા. દરમિયાન વલ્લભ બારૈયાએ મારી નાખવાના ઇરાદે ચાલુ બાઇકે લોખંડનો પાઇપ ઝીકી દેતા તે પડી ગયો હતો બાદ વલ્લભ તથા બળવંત બારૈયા તથા તેની સાથે રહેલા ચાર અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ વડે બંન્ને હાથ, બંન્ને પગ તથા શરીરે માર મારવા લાગ્યા હતા. જેથી દેકારો થતા રસ્તે નિકળતા વાહન ચાલકો ભેગા થઇ જતા બધાએ કહેલ કે તને જાનથી મારી નાખવો છે તેમ કહી ગાળો આપી બાઈક લઈને તમામ નાસી છૂટ્યા હતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે પ્રથમ જસદણ બાદ અમદાવાદ અને ત્યાંથી ધંધુકા ખાતે ખસેડવામાં આવ્યો હતો જયા તબીબે યુવાનના બંને હાથ તથા બંને પગ ભાંગી ગયાનું જાહેર કર્યું હતું આશરે નવ મહિના પહેલા તેને મનીષાબેન ઓધવજીભાઈ બારૈયા ઉપર ચેક રિટર્નનો કેસ કર્યો હતો જેનો ખાર રાખી મને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હોય વિંછીયા પોલીસે હત્યાની કોશિશ, રાયોટ સહીતની કલમો હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટમાં યુવકને મરવા મજબુર કરનાર પ્રેમિકા સહીત ચાર સામે પિતાની ફરિયાદ : ઉછીના લીધેલા પૈસા પરત નહીં આપતા ચારેય માનસિક ત્રાસ આપતા હોવાની ચિઠ્ઠીમાં ઉલ્લેખ

કચ્છ ભુજના આદિપુર ખાતે રહેત અને ગેસ રીપેરીગનું મજુરીકામ કરતા રાજેશભાઈ વીરજીભાઇ ગરવા ઉ.42એ રાજકોટમાં રહેતા 19 વર્ષીય પુત્ર નયનને આપઘાત કરી મરવા મજબુર કરવા અંગે દેવકીબેન વાસુદેવ સાધુ, શ્રદ્ધા વાસુદેવ રામાનુજ, આયુષ વાસુદેવ રામાનુજ ઉર્ફે લાલો અને અવદિપ બસિયા સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો દીકરો નયન 2024માં ગાંધીધામ ખાતે આઇ. ટી. આઈ.કરતો હતો તે દરમ્યાન કોઈ શ્રધ્ધા રામાનુજ નામની છોકરી સાથે કોન્ટેક થયો હતો અને આ નયન એક દીવસ આઇ.ટી.આઇ. માંથી પ્રવાસમા જવાનુ કહીને ઘરેથી ગયો હતો જેથી મને શંકા જતા મે તપાસ કરતા મને જાણવા મળેલ કે નયન તેની ફ્રેન્ડ શ્રધ્ધા રામાનુજ સાથે ફરવા ગયો હતો પરંતુ દીકરા નયનનો સંપર્ક ન થતા મે આદીપુર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ ફરીયાદ લખાવેલ હતી અને બાદમાં નયન તથા શ્રધ્ધા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા મને જાણવા મળેલ કે, આ શ્રધ્ધાના પીતાનું નામ વાસુદેવભાઇ છે અને તેઓ બાનીયારી ગામના છે અને બાદ દીકરા નયનને ઘરે લાવ્યા હતા અને આ શ્રધ્ધાને તેના માતા દેવકીબેનને સોંપી આપેલ બાદ નયનની સગાઈ અમારા સગા મનસુખભાઈની દીકરી માહી સાથે કરી હતી બાદમાં આજથી 14 મહીના પહેલા દીકરો નયન કંઈ પણ કીધા વગર ઘર મુકીને નીકળી ગયો હતો બાદ મને ફોન કરીને જણાવેલ કે પોતે રાજકોટ રહેવા આવતો રહેલ છે જેથી અમે ચારેક વખત રાજકોટ આવેલ ત્યારે મારો દીકરો નયન અમને મળતો પણ ક્યા રહે છે તે જણાવતો નહી બાદ અમોને નયનએ જણાવેલ કે મારે શ્રધ્ધા સાથે લગ્ન કરવા છે આથી અમે હા પાડેલ અને બાદમાં તેની જયા સગાઇ કરી હતી ત્યા તોડી નાખી હતી બાદમાં ઘરે આવ્યો ત્યારે કહ્યું કે મારા મકાનનું વાસ્તુ છે અને બાદમાં મારા લગ્ન છે ત્યાર પછી ગત 4 તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવેલ અને વાત કરેલ કે તમારા દીકરા નયને ગળાફાંસો ખાઇ લીધેલ છે આથી તમો રાજકોટ આવો તેમ વાત કરતા અમે રાજકોટ સરકારી હોસ્પીટલે પહોંચ્યા હતા. ત્યાં મને જાણવા મળેલ કે આ મારો દીકરો નયન પુનીતનગરમાં ભાડેથી રૂમ રાખીને તેની ફ્રેન્ડ શ્રધ્ધા સાથે રહેતો હતો બાદ મારા દીકરા નયનની લાશને આદીપુર અંતીમવીધી માટે લઈ ગયા હતા બાદ ગઇ તા.13ના રોજ નિવેદન નોંધાવવા ત્યારે પોલીસ દ્વારા જાણવા મળેલ કે મારા દીકરાના રૂમમાંથી એક ચીઠ્ઠી મળી હતી જે ચિઠ્ઠી પોલીસે અમને બતાવતા તેમાં દીકરા નયને લખેલ છે કે, હુ નયન મારા હોશ-હવાશમા આ નોટીશ લખુ છુ કે મારા પર મેન્ટલી એટલો ટોર્ચર કરવામા આવ્યો એટલે મને આવા ત્યોહારના દીવસે આટલો મોટો પગલો ભરવામા આવ્યો છે કુલ ટોટલ ચાર શખ્સો થઇને મને ટોર્ચર કરવામા આવ્યો છે દેવકીબેન વાસુદેવ સાધુ, શ્રધ્ધા વાસુદેવ રામાનુજ, આયુષ વાસુદેવ રામાનુજ ઉર્ફે લાલો અને અવદીપભાઇ બસીયા છે અને અવદીપભાઇ અને આયુષે બંને કાલ રાત્રે મારવામા આવ્યો છે મારી તબીયત સારી ન હોવાથી એ લોકોએ મને મારયો છે દેવકી બેનને મારે પૈસા આપવાના હતા એ પૈસા હું આપી શકુ તેમ મારી પરીસ્થીતી ન હોવાથી મને મેન્ટલી ટોર્ચર કરવામા આવી રહયો હતો મારી સહન શકતીનો અંત આવતા મારે આ પગલુ ભરવો પડયો છે જેથી આ અંગે ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.

બસ પોર્ટ પાસે પેસેન્જર ભરવા મુદ્દે રિક્ષાચાલક પર છરીથી હુમલો

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ શીતળાધારમાં રહેતા અજીતભાઈ અંબારામભાઈ જરમરીયા ઉ.41એ અજાણ્યા રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સવારે હું મારી રીક્ષા લઇને બસ સ્ટેન્ડના ગેટ પાસે આવી પેસેન્જરને ગોંડલ ચોકડી જવા માટે બુમ પાડેલ, જેમા બે પેસેન્જર મારી રીક્ષામા બેસેલ અને તે બે પેસેન્જરોએ ગોંડલ ચોકડી જવાનુ કહી બેસી ગયેલ અને મે ધીમે-ધીમે રીક્ષા ચાલતી કરેલ એ દરમ્યાન એક અજાણ્યો રીક્ષાવાળો આવેલ અને મને કહેલ કે અહીથી પેસેન્જરો બેસાડવા નહી તેમ કહી બોલાચાલી કરી અને મને જેમ તેમ બોલવા લાગેલ તે દરમ્યાન મારી રીક્ષામા બેસેલ બંને પેસેન્જરો નીચે ઉતરી ગયેલ અને એક બીજો રીક્ષાવાળો મારી પાસે આવેલ અને તેણે મને કહેલ કે ભાઈ તમે જતા રહો તેમ સમજાવતા હતા તે દરમ્યાન અજાણ્યો રીક્ષાવાળા જે બોલાચાલી અને ગાળો દેતો હતો તે રીક્ષાવાળાએ છરીથી એક ઘા સાથળના ભાગે મારેલ મને લોહી નીકળતા આ અજાણ્યો રીક્ષાવાળો રીક્ષા લઇને ભાગી ગયો હતો અને મને 108 મારફત હોસ્પિટલે ખસેડાયો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

You Might Also Like

રક્તરંજિત રાજકોટ : એક જ કલાકમાં હત્યાના બબ્બે બનાવથી લોકો ભયભીત

રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો

જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા

રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક

ડાકોરમાં મંદિર બનાવવાનું કહી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આચરી 1.25 કરોડની છેતરપિંડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રક્તરંજિત રાજકોટ : એક જ કલાકમાં હત્યાના બબ્બે બનાવથી લોકો ભયભીત
Next Article ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
રક્તરંજિત રાજકોટ : એક જ કલાકમાં હત્યાના બબ્બે બનાવથી લોકો ભયભીત
પડધરીમાં નારણકા-ગૌરીદળ રોડ પર ફાટક પર રૂ.44.81 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનશે
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે
2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રક્તરંજિત રાજકોટ : એક જ કલાકમાં હત્યાના બબ્બે બનાવથી લોકો ભયભીત

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
CRIME

રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
CRIME

જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?