By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    2 hours ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    23 hours ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    1 day ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    2 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
    2 hours ago
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    23 hours ago
    UPI MDR ચાર્જ ફરી ટળે તેવી શક્યતા : એપ્રિલ સુધી રાહત !
    1 day ago
    સહકારી બેંકો દ્વારા યુવાનો માટે ‘યુવા લાઉન્જ’ શરૂ કરાશે
    1 day ago
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    2 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    4 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો
CRIME

રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો

Khaskhabar Editor
Last updated: 2026/11/20 at 2:03 PM
Khaskhabar Editor 10 seconds ago
Share
16 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

10 દિવસ પૂર્વે દિવાળીના દિવસે બનેલી ઘટના અંગે નોંધાતો ગુનો : જેલ સ્ટાફના 2 પોલીસમેન સસ્પેન્ડ

- Advertisement -

રાજકોટની મધ્યસ્થ જેલની સુરક્ષા વ્યવસ્થાના પંજાગરા ઉડાડતી એક જયંત રસપ્રદ અને ચોંકાવનારી પટના સામે આવી છે. દિવાળીના તહેવારના દિવસે જ પોક્સોના શુતામાં ખાજવન કેદની સજા ભાગવતી સમનગરનો એક માનસિક અંતરાલ કેદી જેલમાંથી બહાર નીકળી ગયો હતો. કેદીના કપડામાં જ આ શખ્સ 5 કલાક શહેરના મુખ્ય માર્ગો પર બિન્દાસ્ત ફરતો રહ્યો હતો, જેના કારણે જેલ તંત્રમાં ભારે દોડાદોડી મચી ગઈ હતી. અંતે ડીજીપીના આદેશથી ગુનો દાખલ થયો હતો. પોક્સોના ગુનામાં જન્મટીપની સજા કાપી રહેલો પાકા કામનો કેદી રાહુલ જેઠાભાઈ સાગઠિયા ગત તા.8 નવેમ્બર, દિવાળીના દિવસે પોતાની બેરેકમાંથી નીકળી પ્રોહિબિટેડ એરિયાનો અંદરનો ગેટ વટાવી ચાલતો-ચાલતો મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો. રાહુલ મેઈન ગેટ પાસે “જામનગર ક્યાંથી જવાય?’ તેમ પૂછતો હતો, પરંતુ જેલના સ્ટાફે ગૌશાળાનો માણસ હોવાનું સમજીને ધ્યાન દીધુ ન હતું. બીજીબાજુ મેઇન ગેટ પસાર કરી જામનગરનું એડ્રેસ પૂછતો પૂછતો રાહુલ કેદીના ડ્રેસમાં જ ચાલતો-ચાલતો છેક 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો અને પાંચ ક્લાકના અંતે પકડાઈ ગયો હતો આ પ્રકરણમાં જેલ તંત્ર તરફથી પણ ફરજમાં બેદરકારી દાખવનાર ગાર્ડ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ જાડેજા અને મહેશ ડામોરની પુછતાછ કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ઉપલેટામાં મિત્રને આપેલા દાગીના ગીરવે મૂકી લોન લઇ લીધી : દાગીના પરત નહિ આપતા ભાયાવદર પોલીસમાં નોંધાવી ફરિયાદ

ઉપલેટાના સાજડીયાળી ગામે રહેતાં કેતનભાઇ નટવરલાલ બગથરીયા ઉ.35એ આ જ ગામના મહેન્દ્ર શાંતિલાલ કનેરીયા સામે ભાયાવદર પોલીસમાં છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગામમાં નટરાજ હેર આર્ટ નામે દુકાન ચલાવે છે લગ્ન બાદ પૈસાની જરૂરીયાત પડતા મારી પત્નીના દાગીનામાંથી સોનાની હાંસડી ગોંડલ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં તેમજ સોનાનો ચેઇન ગોંડલ મુથુટ ફાઇનાન્સમાં અને બુટીયા તથા વીટ્ટી તથા સરીયુ રાજકોટ મણીપુરમ ફાઇનાન્સમાં મુકી ગોલ્ડ લોન લીધી હતી જેથી આ દાગીના લોનના પૈસા ભરીને છોડાવવાના તેમજ તેમના મમ્મીની તબીયત બરાબર ના હોય જેથી તેની સારવાર માટે પૈસાની જરૂરીયાત પડતા મિત્ર મહેન્દ્ર શાંતીલાલ કનેરીયાને દાગીના છોડાવવાના અને પૈસાની જરૂરીયાત હોય તેમ તેઓને સાજડીયાળી ગામમાં વાત કરતા તેણે જણાવેલ કે, વાંધો નહિ તને હું મિત્રતાના નાતે પૈસા આપુ, મારે કોઇ વ્યાજ નથી જોતુ, પરંતુ તારે તેના બદલમાં આધાર તરીકે કોઇક વસ્તુ આપવી પડે.જેથી ફરીયાદીએ તેને કહેલ મારી પાસે બીજી કોઇ આધાર જામીન તરીકેની વસ્તુ નથી પરંતુ મારી પત્નીના સોનાના દાગીના છે, તે હું તને આપુ, તેમ કહેતા તેઓએ કહેલ કે, કાઈ વાંધો નહિ તુ મને સોનાના દાગીના આપીશ તે હું મારા લોકરમાં રાખી દઈશ અને તુ પૈસા આપ એટલે તને હું તારા સોનાના દાગીના પાછા આપી દઈશ. બાદ તા.16/04/2026 ના રોજ રોકડા તથા અમુક રકમ પત્નીના એકાઉન્ટમાં ઓનલાઈન મળી કુલ 2.90 લાખ આપેલ હતા. જેથી યુવકે દાગીના બેંક/ફાઇનાન્સમાથી છોડાવીને પાંચ તોલા દાગીના આ મહેન્દ્ર કનેરીયાને આપેલ તેના બદલામાં તેઓએ ત્યારબાદ અઠવાડીયા પછી આ બાબતનું રૂ.300 ના સ્ટેમ્પ પેપર ઉપર પત્નીના નામે લખાણ કરેલ હતું બાદમાં બે મહીના પહેલા જન્માષ્ટમી ઉપર યુવક પાસે 2.90 લાખ ભેગા થઈ જતાં મહેન્દ્રભાઈને કહેલ કે, મારે પૈસાની સગવડ થઈ ગયેલ છે, મારા દાગીના પાછા આપો. જેથી તેઓએ કહેલ કે, મે તમારા દાગીના બીજે ગીરવે મુકી લોન લીધેલ છે, તમે 15 દીવસની મુદત આપો બાદમાં ફરી સંપર્ક કરતા વધુ 15 દીવસ પછી કહેતા આ રીતે અવારનવાર મુદત માંગી દાગીના પરત આપતા ના હતા. 20 દીવસ પહેલા રૂ.3 લાખની રકમ ભરેલ બેંક ચેક આપેલ હતો અને કહેલ હતુ કે, 18 તારીખ સુધીમાં દાગીના પરત આપી દઈશ અને ચેક પાછો લઈ જાઇશ. છતા દાગીના પરત ન આપતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

જસદણમાં યુવકનો મોબાઈલ હેક કરી ગઠિયાઓએ 60 હજાર ઉપાડી લીધા

જસદણમાં રહેતા યુવાનનો મોબાઇલ હેક કરી અલગ અલગ બે ટ્રાન્ઝેકશન કરી તેના એકાઉન્ટમાંથી 60 હજાર ટ્રાન્સફર કરી લેતા ચકચાર મચી ગઈ છે યુવાન ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવા જતા આ ટ્રાન્જેક્શન ફેઇલ થયા બાદ તપાસ કરતા તેની સાથે ફ્રોડ થયું હોવાનું માલુમ પડ્યું હતું જેથી આ અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જસદણમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ ભગવાનજીભાઈ શાપરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગઈ તા.18 ના રોજ બપોરના સમયે તે મોબાઇલમાં ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરવા જતા ટ્રાન્જેક્શન થયું ન હતું જેથી તેણે બેલેન્સ ચેક કરતા ઓનલાઈન એકથી વધુ ટ્રાન્જેક્શન દેખાતા હતા, જે ટ્રાન્જેક્શન તેણે કર્યા ન હતા. જે પૈકી કેટલાક ટ્રાન્ઝેકશન ફેઇલ પણ થયા હતા બાદમાં બેંકમાં જઈ તપાસ કરતા યુવાનના એકાઉન્ટમાંથી 50 હજાર તથા 10 હજાર એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ 60 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું યુવકની જાણ બહાર તેનો મોબાઇલ ફોન હેક કરી તેના એકાઉન્ટમાંથી નાણા તફડાવી લેવામાં આવ્યા હોય સાયબર ફ્રોડની આ ઘટના અંગે યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

23.50 લાખના હાઈબ્રીડ ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ : કુવાડવાના લૂંટ વિથ મર્ડરના કેસમાં 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

રાજકોટમાં દિવાળી પહેલા રૈયા રોડ પરથી કબજે કરાયેલા 23.80 લાખની કિંમતના હાઈબ્રીડ ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપી મોટાવડા કેળવ્યું બંગ્લોમાં રહેતા ગૌતમ ઉર્ફે ગૌતુ વસંતભાઈ દવેને એસઓજીએ પકડી લીધો હતો. થોડા દિવસ પહેલા રૈયા રોડ પર યોગીનગરમાં આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટમાંથી 23.80 લાખની કિંમતના હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે પૂજા સાગરભાઈ ભટ્ટને એસઓજીએ પકડી પાડી હતી. રેડ દરમિયાન આરોપી ભાણેજ ગૌતમ ફરાર થઈ ગયો હતો દરમિયાન ગૌતમ મુંબઈથી રાજકોટ આવ્યો હોવાની માહિતી મળતા આરોપીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એસઓજીએ પકડી લીધો હતો. પૂછપરછમાં તે મુંબઈ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલ લૂંટ વીથ મર્ડરના ગુનામાં બાર વર્ષથી વોન્ટેડ આરોપી જાવેદ ઉર્ફે જાવીદ અજીતખાન પઠાણને ક્રાઈ બ્રાંચે પકડી લીધો હતો.

સોની બજારમાં બે વેપારીઓનું 31 લાખનું સોનું ઓળવી નાસી છૂટેલો આરોપી ઝડપાયો : અગાઉ બે આરોપી પકડાઈ ચુક્યા છે : પેરોલ ફર્લો સ્કવોડે જામનગર રોડ પરથી ઝડપી લીધો

રાજકોટની સોની બજારમાં બે વેપારીઓનું 30.90 લાખની કિંમતનું સોનું ઓળવી ફરાર થઈ ગયેલા આરોપી કિરીટ મહેન્દ્રભાઈ રાધનપુરાને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જામનગર રોડ પરથી ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આરોપી કિરીટ તેના બે પાર્ટનર મિલન પાટડીયા અને ચિંતન પાટડીયા સોની બજારની જૂની ગધીવાડમાં રીયા ગોલ્ડ નામે દુકાન ધરાવી વેપાર કરતાં હતા. એકાદ વર્ષ પહેલાં આરોપીઓએ સોનાના દાગીના બનાવતા અલ્ફાજુદીન અને સુરજઅલીને વિશ્વાસમાં લઈ ઓર્ડર આપી તૈયાર સોનાના દાગીના લીધા હતા. તેની સામે હિસાબ પેટે 30.90 લાખની કિંમતનું 195.670 ગ્રામ ફાઇન સોનું નહીં આપી છેતરપિંડી કરી હતી આ અંગે ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે આરોપી મિલન અને ચિંતનની ધરપકડ કરી હતી ફરાર આરોપી કિરીટ અલગ-અલગ શહેરોમાં છૂટક મજૂરી કામ કરતો હતો. તે રાજકોટમાં આવ્યો હોવાની માહિતી મળતા તેને ઝડપી લીધો હતો અને એ-ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.

રાજકોટના મોચીનગરમાં ઘરમાં મટનના ટુકડા ફેંકી વૃદ્ધાને પાડોશીઓએ કરી મારકૂટ : પુત્રને છેડતીની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી : મહિલા સહિત ચાર સામે ગુનો

રાજકોટના મોચીનગર વિસ્તારમાં અગાઉ થયેલી માથાકૂટ અને પોલીસ ફરિયાદનો ખાર રાખીને પડોશી પરિવારે એક વૃદ્ધા પર હુમલો કરી, તેમના પુત્રને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત હુમલાખોરો પરિવારના ઘરમાં અવારનવાર મટનના ટુકડા ફેંકી ત્રાસ આપતા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે પાડોશી મહિલા સહિત ચાર શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના મોચીનગરમાં રહેતા અને સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા પંકજભાઈ હુદડએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.4 નવેમ્બરના રોજ પંકજભાઈ મવડી વિસ્તારમાં પોતાની ફરજ પર હતા, ત્યારે તેમના માતા સમજુબેનનો ફોન આવ્યો હતો. બાજુમાં રહેતા અસ્માબેન, તેમના માતા વાહિદાબેન, અસ્માબેનના ભાભી અને ભાઈએ ઘરમાં ઘૂસીને તેમને લાત મારી નીચે પછાડી દીધા હતા અને માથા, કમર તેમજ શરીરના ભાગે મૂઢમાર માર્યો હતો. આ સમયે પંકજભાઈના મોટા ભાઈ પ્રકાશભાઈ ઘરમાં જમવા બેઠા હતા. હુમલાખોરોએ પ્રકાશભાઈ સાથે પણ બોલાચાલી કરી “તું વચ્ચે ન આવ, નહીંતર તને છેડતીની ફરિયાદમાં ફસાવી દઈશું’ તેવી ચીમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પરિવાર લઇ ગયા બાદ પતિ-સસરાનું અપહરણ : જાનથી મારી નાખવાની ધમકી : યુવતીના મામા અને પિતા સહિત ચાર સામે ફરિયાદ

રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પરિવારજનો લઈ ગયા હતા. એટલું જ નહીં તેના પતિ અને સસરાનું અપહરણ કરી ધાકધમકી આપી છોડી મૂક્યા હતા. રાજકોટ તાલુકા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઠવાડિયા પહેલાંની આ ઘટનામાં સમાધાન નહીં થતા ફરિયાદ નોંધાવાઈ છે. મૂળ વઢવાણના અને હાલ પારડી ગામે રહેતા અને માલધારી ફાટક પાસે ઓટોમોબાઈલના શો-રૂમમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મોહનભાઈ પરમાર ઉ.53એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.11નાં રોજ રાત્રે નોકરી પર હતા ત્યારે બે અજાણ્યા શખ્સો છરી બતાવી, લોખંડનો ગેઇટ ખોલાવી, બહાર બોલાવી કારમાં લઈ ગયા હતા કારમાં તેની પુત્રવધૂ ફોરમના મામા દીપક ગેડિયા ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા હતા. તેના પુત્ર રવિએ એકાદ માસ પહેલા જ પોતાની જ્ઞાતિના રાકેશભાઈ શ્રીમાળીની પુત્રી ફોરમ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પુત્ર રવિ શાપરમાં કારખાનામાં કાસ્ટીંગનું કામ કરે છે તેનું કારમાં અપહરણ કરી લીધા બાદ તેની આજુબાજુમાં બે શખ્સો બેસી ગયા હતા. તેની આંખ ઉપર રૂમાલ બાંધી કોઈ જગ્યાએ લઈ ગયા હતા. રસ્તામાં એક શખ્સે ગળા ઉપર અને બીજા શખ્સે પેટ પાસે છરી રાખી દીધી હતી પુત્રવધૂ ફોરમના મામા દિપકે ઘરનું એડ્રેસ માંગ્યું હતું. ત્યારબાદ તેને કહ્યું કે તારા ઘરે જઈને વીડિયો કોલમાં તારી સાથે વાત કરાવશું. આ પછી દિપક અને અજાણ્યો શખ્સ તેના ઘરે જવા માટે નીકળી ગયા હતા. જ્યારે એક શખ્સ તેની ઉપર વોચ રાખીને બેઠો હતો. થોડીવાર બાદ તે શખ્સના મોબાઈલમાં તેની પત્ની નયનાનો વીડિયો કોલ આવ્યો હતો. જેમાં તેણે આરોપીઓએ કહ્યા મુજબ મને આ લોકોએ કાંઈ કર્યું નથી, ફોરમને તેના મામાને સોંપી દેજો તેમ કહ્યું હતું જેથી તેના પત્નીએ ફોરમને તેના પિતા રાકેશભાઈને સોંપી દીધી હતી. ઘરમાંથી તેના પુત્ર રવિને પણ આરોપીઓ કારમાં ઉપાડી ગયા હતા બીજી બાજુ તેને પણ કારમાં લઈ જવાયો હતો. આરોપીઓ તેને અને પુત્રને ટંકારા પાસેની હોટલે લઈ આવ્યા હતા. જ્યાં રાકેશભાઈએ કહ્યું કે આપણે ચાર-પાંચ દિવસમાં સમાધાન કરી નાખશું. સાથોસાથ પુત્રીને લઈ જતાં હોવાની પણ વાત કરી હતી. આ પછી તેને અને પુત્રને ભાડાની ગાડીમાં રવાના કરી દીધા હતા રસ્તામાં તેના પુત્રએ જણાવ્યું કે આરોપીઓએ તેને છરી બતાવી પત્ની ફોરમ સાથે ગાડીમાં બેસાડી દીધો હતો. ગોંડલ ચોકડીએથી ફોરમના પિતા પણ ગાડીમાં બેસી ગયા હતા. રસ્તામાં તેને કેમ મારી દીકરી સાથે પરાણે લગ્ન કર્યા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી ફોરમે તેને કોઈ બળજબરીથી નહીં લઈ ગયાનું સોગંદનામું મોકલી દીધું હતું તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં કાકાના ઘરે ભત્રીજાનો ફાંસો ખાઈ આપઘાત : ગોંડલ પંથકનો યુવક રાજકોટમાં નોકરી કરતો હતો : કારણ અકબંધ

રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં કાકાના ઘરે રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ગોંડલ નજીક સતાપર ગામના અને અહીં રાજકોટમાં નોકરી કરી કાકાના ઘરે રહેતા સતીશ ધ્રાંગાએ રાત્રીના સમયે બાલ્કનીના હુકમાં ચૂંદડી બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મૂળ ગોંડલ તાલુકાના સતાપર ગામનો સતિષ કલ્પેશભાઈ ધ્રાંગા ઉ.23 છેલ્લા કેટલાક સમયથી રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરના આઠમા માળે આવેલા બ્લોક નંબર બી-12માં હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા પોતાના કાકા અનિલભાઈના ઘરે રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ​ગઈકાલે રાત્રિના કાકા અનિલભાઈ નોકરીએ ગયા હતા જ્યારે કાકી બહારગામ હોવાથી સતિષ એકલો હતો. આ દરમિયાન સતિષે બાલ્કનીમાં આવેલા લોખંડના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી ​બનાવની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે ​મૃતક યુવાન સતિષ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને તેના પિતા વતનમાં ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

બેડી ગામે પિતા સાથે ભોજન લીધા બાદ તરુણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : આપઘાતનું કારણ જાણવા કુવાડવા રોડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

રાજકોટ-મોરબી રોડ પર આવેલા બેડી ગામે રહેતી 17 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે જમ્યા બાદ પિતા પાન-ફાકી ખાવા માટે બહાર ગયા હતા અને થોડીવારમાં ઘરે પરત ફર્યા ત્યારે પુત્રી બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજતાં કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના બેડી ગામે રહેતી ગાયત્રી પ્રવીણભાઈ રાણવા ઉ.17 ગઈકાલે બપોરે તેના પિતા સાથે જમી હતી. જમ્યા બાદ તેના પિતા પાન-ફાકી ખાવા માટે બહાર ગયા હતા અને ઘરે પરત આવ્યા ત્યારે ગાયત્રી બેભાન હાલતમાં જોવા મળી હતી અને તેના મોઢામાંથી ઝેરી દવાની વાસ આવી રહી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા બનાવની જાણ કરવામાં આવતા કુવાડવા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ગાયત્રી ત્રણ બહેન અને એક ભાઈમાં સૌથી નાની હતી. તેના પિતા ડ્રાઈવિંગ કામ કરીને અને માતા કોલેજમાં રસોઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ગાયત્રી પોતે ઘરે બેઠા ઈમિટેશનનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા કુવાડવા પોલીસ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે.

You Might Also Like

જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા

રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક

ડાકોરમાં મંદિર બનાવવાનું કહી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આચરી 1.25 કરોડની છેતરપિંડી

શાપરમાં દારૂ ઢીંચ્યા બાદ સહકર્મીએ લોખંડની લોઢી, ધોકા, પતરાના ચુલાના ઘા ઝીકી શ્રમિકનું ઢીમ ઢાળી દીધું

બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોઠારીયાની મંત્ર બેકરીમાં વાસી મીઠાઈ-બ્રેડ સહિત ૩૮ કિલો જથ્થાનો સ્થળ પર નાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કોઠારીયાની મંત્ર બેકરીમાં વાસી મીઠાઈ-બ્રેડ સહિત ૩૮ કિલો જથ્થાનો સ્થળ પર નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
પંચનાથ ટ્રસ્ટની વધુ એક આધુનિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થશે : ભૂમિપૂજન સંપન્ન
રાજકોટ મનપાના 53મા સ્થાપના દિવસે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી
ગુજરાતમાં વાહનો પર હવે જાતિ-ધર્મનું પ્રદર્શન નહીં ચાલે
માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CRIME

રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

ડાકોરમાં મંદિર બનાવવાનું કહી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આચરી 1.25 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?