By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    8 minutes ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    15 minutes ago
    અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’
    22 minutes ago
    હવાઈ સેવા ખોરવાયા બાદ હવે અમેરિકી બેંકોમાં ‘આઉટેજ’
    1 day ago
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    3 minutes ago
    એનર્જીના નામે ખાંડનો ડોઝ! : 500 ML રેડબુલ પીવાથી શરીરમાં 55 ગ્રામ ખાંડ જાય છે
    11 minutes ago
    એક દિવસમાં 50 કરોડથી વધુની 3 રોલ્સ-રોયસ કારની ડિલિવરી
    12 minutes ago
    ફુલગામમાં ₹15 લાખનો ઈનામી આતંકી લતીફ એન્કાઉન્ટરમાં ઠાર
    20 minutes ago
    આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું ઍલર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    7 minutes ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિછિયાના છાસિયા ગામેથી 3.52 કરોડનો 705 કિલો ગાંજો એસઓજીએ કર્યો કબ્જે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > વિછિયાના છાસિયા ગામેથી 3.52 કરોડનો 705 કિલો ગાંજો એસઓજીએ કર્યો કબ્જે
CRIME

વિછિયાના છાસિયા ગામેથી 3.52 કરોડનો 705 કિલો ગાંજો એસઓજીએ કર્યો કબ્જે

Khaskhabar Editor
Last updated: 2026/11/18 at 2:08 PM
Khaskhabar Editor 5 minutes ago
Share
4 Min Read
SHARE

વાવેલા છોડને ઉપાડીને વાડીના શેઢે સૂકવવા માટે રાખ્યા હતા, ત્યાં પોલીસ પહોંચી ગઈ

કેટલા સમયથી વાવતો હતો અને કોને સપ્લાય કરતો હતો તે જાણવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ

- Advertisement -

રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે રૂરલ એસઓજીની ટીમે વિછિયાના છાસીયા ગામની સીમમાં દરોડો પાડી 3.52 કરોડથી વધુની કિંમતનો 705 કિલો લીલો ગાંજો જપ્ત કરી ખેડૂતની ધરપકડ કરી છે આરોપીએ વાવેલો ગાંજો ઉપાડીને શેઢે સૂકવવા રાખ્યો હતો ત્યારે જ પોલીસ પહોંચી ગઈ હતી મૂળ સુધી પહોંચવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થનું વાવેતર કરતા શખ્સો સામે અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે. ઝાલા અને તેમની ટીમ જસદણ તથા વિંછીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને બાતમી મળી હતી કે, છાસીયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે આ બાતમી આધારે એએસઆઈ પરબતભાઈ શામળા, ક્રિપાલસિંહ જાડેજા, ફિરોજભાઈ બ્લોચ, રૂપકબહાદુર બોહરા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળીયા, નૈમીષભાઈ મહેતા, કલ્પેશભાઈ કોઠીવાર, ચીરાગભાઈ કોઠીવાર, પીયુષભાઈ અઘેર સહિતની ટીમે છાસીયા ગામની ઝરડા સીમમાં રહેતા સવશી બચુ મીઠાપરાની માલિકીની વાડી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ પોતાના ખેતરમાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. ત્યાર બાદ આ છોડને ઉપાડીને વાડીના શેઢે સૂકવવા માટે રાખ્યા હતા. પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના છોડનો કુલ 705 કિલો 490 ગ્રામ વજનનો જથ્થો કબજે કર્યો હતો જેની બજાર કિંમત અંદાજે 3.52 કરોડ આંકવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી 55 વર્ષીય આરોપી સવશી બચુ મીઠાપરાની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી આ ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો અને અન્ય કોઈ શખ્સો આ નેટવર્કમાં સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

ખારચીયાની સીમમાં કપાસના વાવેતર વચ્ચેથી ગાંજાના છોડ ઝડપાયા : વિછિયા પોલીસે 7.22 લાખના 14.450 કિલો ગાંજા સાથે ખેડૂતની કરી ધરપકડ
રાજકોટ જિલ્લામાં એનડીપીએસના બે મોટા કેસ વિંછીયા પંથકમાં કરવામાં આવ્યા છે છાસિયા ગામની સીમમાં એસઓજીએ દરોડો પાડી 705 કિલો વજનના ગાંજાના છોડ કબ્જે કર્યા હતા. બીજી બાજુ વિંછીયા પોલીસે ખારચીયા ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચેથી ગાંજાના સાત છોડ ઝડપી લીધા છે પોલીસે 7.22 લાખની કિંમતનો 14.450 કિલો ગાંજો કબ્જે કરી ખેડૂતની ધરપકડ કરી હતી. વિંછીયા પોલીસ મથકના પીઆઈ એ.સી.ડામોરની રાહબરીમાં ટીમને બાતમી મળી હતી કે ખારચીયા ગામની સીમમા પભાભાઈ પંચાળા નામના ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ છે જેથી ટિમ દોડી ગઈ હતી. જયાથી ખેતરમાં કપાસના વાવેતરની વચ્ચેથી સાત ગાંજાના છોડ ઝડપાયા હતા. જેથી સ્થાનિક પોલીસે 14.450 કિલોગ્રામ વજનના 7,22,500ના ગાંજાના છોડ કબ્જે કરી ખેડૂત પભા મગન પંચાળાની ધરપકડ કરી હતી. ઝડપાયેલ શખ્સે પાંચ મહિના પૂર્વે કપાસના વાવેતરની સાથે ચાસમાં ગાંજાનું વાવેતર કર્યાની કબૂલાત આપી હતી.

You Might Also Like

શાપર પોલીસે છ મહિનામાં પકડેલા 38.74 લાખના દારૂનો નાશ કરાયો

જૂનાગઢનાં વૃધ્ધ દંપતીની નજર ચૂકવી 17.40 લાખના દાગીના સેરવી લેનાર રૈયાધારનો તસ્કર ઝડપાયો

નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભૂતનો આતંક : વેપારીને ગળામાં છરી ઝીકી દીધી

રાજકોટ-ગોંડલ હાઈવે પર રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયોને રોકતા માથાકૂટ : 7 સામે એટ્રોસિટી સહિતનો ગુનો

હોટલમાંથી જમીને નીકળેલા બે મિત્રોને ગાળો ભાંડી લુખ્ખાઓનો ધોકાથી હુમલો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
Next Article મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યપાલની રાજુલા મુલાકાત : ગોવિંદ સરોવરનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 43 seconds ago
મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
એનર્જીના નામે ખાંડનો ડોઝ! : 500 ML રેડબુલ પીવાથી શરીરમાં 55 ગ્રામ ખાંડ જાય છે
એક દિવસમાં 50 કરોડથી વધુની 3 રોલ્સ-રોયસ કારની ડિલિવરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

શાપર પોલીસે છ મહિનામાં પકડેલા 38.74 લાખના દારૂનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

જૂનાગઢનાં વૃધ્ધ દંપતીની નજર ચૂકવી 17.40 લાખના દાગીના સેરવી લેનાર રૈયાધારનો તસ્કર ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભૂતનો આતંક : વેપારીને ગળામાં છરી ઝીકી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?