મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા વર્ષના શુભ અવસરે મહાનગરપાલિકાના કર્મચારીગણ સાથે ‘નૂતન વર્ષ સ્નેહમિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમના માધ્યમથી પદાધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે આત્મીયતા, એકતા અને પરસ્પર સહકારની અનોખી ભાવના જોવા મળી હતી, તેમજ સમગ્ર કાર્યક્રમ અત્યંત હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.




