રાજકોટમાં રોજગારી અર્થે વસવાટ કરતા બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના પરિવારો દ્વારા પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી છઠ્ઠ મહાપર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે છઠ્ઠ મહાપૂજાના પવિત્ર અવસરે શહેરના આજી નદી અને આજી ડેમ ખાતે અંદાજે 5,000થી વધુ શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. છઠ્ઠ પર્વમાં સૂર્યનારાયણની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ હોવાથી સાંજના સમયે સૂર્યાસ્ત ટાણે મહિલાઓએ પવિત્ર સ્નાન કરી પરંપરાગત વેશભૂષામાં આથમતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બીજી તરફ, બાળકોએ ફટાકડા ફોડીને પર્વની ખુશીઓમાં વધારો કર્યો હતો. વતનથી દૂર હોવા છતાં રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વસેલા પરિવારો એકસાથે જોડાઈને ધાર્મિક પરંપરાનું જતન કરતા જોવા મળ્યા હતા. આમ, ભક્તિ, આસ્થા અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમાન છઠ્ઠ મહાપર્વની રાજકોટમાં ભવ્ય ઉજવણી થઈ હતી.
આજી નદી કાંઠે આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પી શ્રદ્ધાળુઓએ કરી છઠ્ઠ મૈયાની આરાધના

You Might Also Like
Follow US
Find US on Social Medias


