સોની વેપારીનો યુવાન પુત્ર દસ દિવસથી બેભાન : સીસીટીવી આધારે શોધખોળ
છરી દેખાડી ” બીજી વાર આ બાજુ આવ્યો તો તને પતાવી દઈશ કહી ધમકી આપી “
- Advertisement -
રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા અને પેલેસ રોડ પર આવેલ કે.કે જવેલર્સ પર બેસી સોના ચાંદીનો વેપાર ધંધો કરતા કિશનભાઈ કમલેશભાઈ પાલા ઉ.42એ બે અજાણ્યા શખ્સો સામે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેમનો મોટો પુત્ર મિત્ર સાથે જમવા ગયો હતો અને ત્યાંથી જમીને પરત ઘરે જવા કાર પાસે પહોંચ્યા ત્યારે બે લુખ્ખાઓ ધસી આવ્યા હતા અને બંને મિત્રો ઉપર ધોકાથી તૂટી પડ્યા હતા અને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલો ફરિયાદીનો પુત્ર દસ દિવસથી બેભાન હાલતમાં સારવાર લઇ રહ્યો છે પ્રનગર પોલીસે સીસીટીવી આધારે ગુનો નોંધી હુમલો કરી નાસી છૂટેલા બંને લુખ્ખાઓની શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગે ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે સંતાનમા બે દિકરા છે જેમા મોટા દિકરાનુ નામ જયરાજ ઉ.20 છે. તથા નાના દિકરાનુ નામ વીર ઉ.17 છે. ગઈ તા-3ના રોજ હુ મારી દુકાનેથી આશરે રાત્રીના સાડા નવેક વાગ્યે ઘરે પહોંચેલ અને હુ જમીને ઘરે બેઠો હતો ત્યારે આશરે સાડા દસેક વાગ્યાના સુમારે મારા દિકરા જયરાજના મોબાઇલ ફોનમાથી ફોન આવેલ અને કહેલ કે હુ જયરાજનો મિત્ર બોલુ છુ અને જયરાજને ઝગડો થયેલ અને તેમાં ઇજા થયેલ છે તમો અહી સિવિલ હોસ્પીટલ આવો જેથી હુ તાત્કાલીક મારુ મો.સા લઈને સિવીલ હોસ્પીટલ ગયેલ ત્યા જઈ જોતા મારા દિકરા જયરાજને ઇમરજંસી વોર્ડમા સારવારમા લાવેલ જેથી મે મારા દિકરા જયરાજને પુછેલ કે શુ બન્યુ તો મને જયરાજે જણાવેલ કે હુ તથા મારા બે મિત્ર શાહી દરબાર હોટલમા અરમાનનો જન્મ દિવસ હોય જેથી જમવા બોલાવ્યા હતા તો અમે ત્યા ત્રણેય મિત્રો સાથે જમવા ગયા હતા અને જમીને રાત્રીના આશરે સવા દસેક વાગ્યાની આસપાસ બહાર આવી પાર્ક કરેલ કાર જેના રજી ન-GJ03NP9931 પાસે આવેલ અને હુ ગાડિનો લોક ખોલી બેસવા જતા બે અજાણ્યા ઇસમો અચાનક આવી જઈ ગાળાગાળી કરવા લાગેલ અને મારી સાથે જપાજપી કરવા લાગેલ જેમા એક ઇસમે મને પકડી લિધેલ અને બીજા ઇસમે તેના હાથમા રહેલ ધોકા વડે મને આડેધડ માર મારવા લાગેલ જેમા મને જમણા હાથના ખંભાના નીચેના ભાગે તથા ડાબા પગના ઘુટણના ભાગે ધોકા વડે માર મારેલ અને બીજા ઇસમે પણ મને માથે શરીરે ઢિકા પાટુનો માર મારવા લાગેલ હતો જેમા મિત્ર મને બચાવવા વચ્ચે આવતા તેને પણ હાથના ભાગે ધોકો મારેલ અને આ ઇસમો પાસેથી મને વધુ માર મારવાથી બચાવેલ અને તેવામા વધુ માણસો ભેગા થઈ જતા આ ઇસમો ભાગતા ભાગતા મને છરી બતાવી ધમકી આપેલ કે બીજી વાર આ બાજુ આવ્યો તો તને પતાવી દઈશ તેવી ધમકી આપતા આ બન્ને ઇસમો ત્યાથી નાસી ગયેલ અને મને સારવાર માટે અહીં સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે 108મા બેસાડી લાવેલ છે તેમ મારા દિકરા જયરાજે મને જણાવેલ હતુ પરંતુ તેને ઘુંટણમાં વધુ દુખાવો થતો હોય તેમ જણાવતા પ્રાથમીક સારવાર સ.હો. મા લઈ વધુ સારવાર માટે રાજકોટ સિનર્જી હોસ્પીટલ ખાતે પહોંચતા મારો દિકરો જયરાજ અચાનક બેભાન થઈ ગયેલ હોય જેને તાત્કાલીક સિનર્જી હોસ્પીટલના વોર્ડ SICU મા દાખલ કરેલ છે.જેની સારવાર હાલ વોર્ડ SICU ચાલુ છે અને મારો દિકરો જયરાજ હાલ બેભાન હાલતમા બેડ ઉપર છે.
જેથી મારો દિકરો જયરાજ અને તેના મિત્રો સાથે શાહી દરબાર હોટલમા જમી બહાર નિકળેલ અને પાર્ક કરેલ ગાડી પાસે પહોચતા બે અજાણ્યા ઇસમોએ અચાનક આવી મારા દિકરા જયરાજ તથા તેના મિત્રને ધોકા વડે મા૨ મારી તેમજ માથે શરીરે ઢિકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી ગાળાગાળી કરી જતા જતા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આ બન્ને ઇસમોએ એક બિજાની મદદગારી કરી માર મારી નાસી ગયેલ હોય, પરંતુ મારો દિકરો બે ભાન હાલતમા હોય અને હુ તેની સારવારમા રોકાયેલ હોય જેથી આજરોજ રૂબરૂ પોલીસ સ્ટેશન ફરીયાદ આપવા આવેલ છુ. જેથી આ બન્ને અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ બોઘાભાઈ ભરવાડએ ગુનો નોંધી નાસી છૂટેલ હુમલાખોર બેલડીની સીસીટીવી આધારે શોધખોળ હાથ ધરી છે.



