By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    1 hour ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    1 week ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    1 week ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    1 week ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!
    44 seconds ago
    ‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
    6 minutes ago
    તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
    1 week ago
    દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ
    1 week ago
    30 લાખ દીવડાંથી ઝગમગશે અયોધ્યા
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 week ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 weeks ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    1 week ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …
Author

શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …

Khaskhabar Editor
Last updated: 2026/11/14 at 1:58 PM
Khaskhabar Editor 16 minutes ago
Share
9 Min Read
SHARE

કોણ જવાબ આપશે પ્રજાના નાણાં કેમ અને ક્યાં વૅડફાઈ રહ્યા છે ?

રીના બ્રહ્મભટ્ટ

- Advertisement -

લોકહિતના કામો પ્રથમ નજરે વિધાનસભાના ફ્લોર પર નક્કી થાય છે કે તેના નિર્ણય લેવાય છે પણ આ સમજ અધૂરી છે.કેમ કે, કાયદા ગમે તેટલા ઘડાય, બજેટના મસમોટા આંકડા ભલે જાહેર કરાય કે ક્યાંક ફાળવવામાં પણ આવે પરંતુ તે માટેનું આયોજન તો બાબુઓના અને તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓના હાથમાં જ હોય છે.એટલે કે ખરી સત્ત્તા ડીપ સ્ટેટના હાથમાં જ હોય છે.અહીં આપણે ક્યારેક ડીપ સ્ટેટ અંગે માંડીને વાત કરીશું જેથી સમજાય કે, સરકાર કોઈપણ હોય , નિર્ણયો કે કાયદા કે બજેટ ગમે એટલા હોય પણ બાબુઓ કે આ લાલ ફિતાશાહી ન ઈચ્છે કે અમલવારી યોગ્ય રીતે ન કરે તો પ્રજાના કોઈ કામ કોઇરીતે સરખી રીતે ન થાય.ખરી સત્તા જ તેમના હાથમાં હોય છે.જે ચાહે ગ્રામ્ય સ્તરેથી લઇ પાલિકાઓ, નગર પાલિકાઓ કે રાજ્ય કક્ષાએ હોય પણ આખરી સિક્કો તો અહીંથી જ વાગે છે.વળી આ બાબુઓ માટે પાછલા કેટલાય સમયથી કેટલાક ધારાસભ્યો પણ જાહેરમાં ફરિયાદ કરી ચુક્યા છે.ત્યારે આજે અહીં આપણે આ મુદ્દે લોકો સીધા જ્યાં કનેક્ટેડ હોય છે તે નગરપાલિકાઓની ઘોર બેદરકારી, મીલીભગત કે નજરઅંદાજીના ખ્યાલ અંગે લોકોને લગતા સીધા પ્રશ્નો કે સમસ્યાની અહીં વિગતે ચર્ચા કરીયે તો,

બ્રિજ, ડ્રેનેજ, સરકારી બાંધકામ અને કરોડોના ટેન્ડર… ગુજરાતનાં શહેરોમાં વિકાસનાં કામો સતત થઈ રહ્યાં છે. પરંતુ આ કામોની ગુણવત્તા, ખર્ચની પારદર્શિતા અને અધિકારીઓની જવાબદારી સામે ઊભા થતા સવાલો પણ એટલા જ મહત્ત્વના છે.અમદાવાદ, રાજકોટ, સુરત અને ભરૂચમાં 2026 દરમિયાન સામે આવેલી કેટલીક ઘટનાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવે છે.કેગ સમયે સમયે ઓડિટ કરે તે હવે તો ખાસ અનિવાર્ય છે, જો કે ગુજરાતની કેટલીય નગરપાલિકાઓમાં કેટલાય વર્ષોથી ઓડિટ થયું જ નથી તે અહેવાલ પણ આપણે થોડા સમય અગાઉ રજૂ કર્યો હતો. ત્યારે આજે ફરી કેટલાક ખાસ મુદ્દાઓની વાત કરીયે તો,

1. અમદાવાદ: પાંચ વર્ષમાં 483 ફાઈલો ઓડિટ વિભાગ સુધી પહોંચી જ નહીં.

- Advertisement -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અંગે 12 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત અહેવાલમાં RTI દ્વારા મળેલી માહિતીના આધારે જણાવાયું હતું કે 2020થી 2024 દરમિયાન વિવિધ વિભાગોની 483 હિસાબી ફાઈલો ઓડિટ વિભાગને સોંપવામાં આવી નહોતી અને ગુમ થયેલી નોંધાઈ હતી.આ ફાઈલો ડ્રેનેજ, બ્રિજ, પાણી પુરવઠો, એન્જિનિયરિંગ, બગીચા, મિલકત અને અન્ય વિભાગો સાથે સંકળાયેલી હતી. ત્યારે અહીં મોટો સવાલ તે છે કે,આટલી મોટી સંખ્યામાં હિસાબી ફાઈલો ઓડિટ માટે ઉપલબ્ધ ન હોય તો જાહેર નાણાંના ખર્ચની ચકાસણી કેવી રીતે થશે? આ મામલે સંપૂર્ણ તપાસ અને જવાબદાર અધિકારીઓની સ્પષ્ટતા જરૂરી છે.બીજી તરફ, સુભાષ બ્રિજના નવા પ્રોજેક્ટ માટે ₹241 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર થવા અંગે ઓગસ્ટ 2026માં વિપક્ષે અગાઉ બ્લેકલિસ્ટ થયેલી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા અને ટેન્ડર પ્રક્રિયામાં સ્પર્ધા ટાળવાના આક્ષેપો કર્યા હતા. જો કે, આ આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.ત્યારે અહીં સવાલ એ છે કે એએમસી ના કરોડોના પ્રોજેક્ટ્સમાં ઓડિટ અને ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની?

2. રાજકોટ: ત્રણ બ્રિજના કામમાં કાટ લાગેલા સળિયા, બે એન્જિનિયર સસ્પેન્ડ.

રાજકોટ મહાનગરપાલિકા માટે સપ્ટેમ્બર 2026માં સામે આવેલો આ મુદ્દો ખાસ ચર્ચાને પાત્ર છે .150 ફૂટ સેકન્ડ રિંગ રોડના આરઆર -2 કોરિડોર પર બીઆર -2,બીઆર-3, અને બીઆર-4 એમ ત્રણ ફ્લાયઓવરના વિસ્તરણનું કામ ચાલી રહ્યું હતું.ત્યારે 7 સપ્ટેમ્બર 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્થળ તપાસ કરી હતી. ત્યારબાદ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) દ્વારા તપાસ કરવામાં આવી હતી.પરંતુ 10 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રકાશિત ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તપાસમાં બાંધકામની ગુણવત્તા અંગે ખામીઓ, સ્ટીલના સળિયા પર કાટ અને કામમાં વિલંબ જેવા મુદ્દા સામે આવ્યા હતા.તેમજ તે સમયે જયારે કામ લગભગ 90 ટકા પૂર્ણ થવું જોઈએ તેવા તબક્કે માત્ર 40 ટકા જેટલું થયું હોવાનું કમિશનરે જણાવ્યું હતું. વિશેષમાં આ ત્રણેય ફ્લાયઓવરના પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ ₹40 કરોડ હતો.આ મામલે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિજય સી. કારિયા અને આસિસ્ટન્ટ એન્જિનિયર વિશાલ એમ. વાગડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને એક્ઝિક્યુટિવ સિટી એન્જિનિયર કુંતેશ મહેતાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.પરંતુ આટલેથી મામલો પૂરો થયો નહોતો.9 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ એસવીએનઆઈટી સુરતના પ્રોફેસર અનિલ દેસાઈના ટેક્નિકલ અહેવાલમાં બ્રિજના કેટલાક ભાગોમાં જેકેટિંગ કરીને મજબૂતી વધારવાની સલાહ આપવામાં આવી હતી. રાજકોટ મનપાએ બાંધકામ કરનાર બેકબોન કંપની અને ડીઇએલએફ એન્જિનિયરિંગને પણ કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માગ્યો હતો.હવે સવાલ એ છે કે ₹40 કરોડના પ્રોજેક્ટમાં આવી ખામીઓ સમયસર કેમ ન પકડાઈ? બાંધકામની ગુણવત્તા તપાસવાની જવાબદારી કોની હતી? અને સુધારાકાર્યનો ખર્ચ કોણ ભોગવશે?

3. સુરત: 100થી વધુ મકાનોની તોડફોડ, પાંચ અધિકારીઓ સસ્પેન્ડ, હાઈકોર્ટની ગંભીર ટકોર.

સુરત મહાનગરપાલિકાના નાસીરનગર વિસ્તારમાં 30 મે 2026ના રોજ થયેલી તોડફોડનો મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ અસરગ્રસ્ત પરિવારો દ્વારા કાર્યવાહી સામે કાયદેસર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. 2 જુલાઈ 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટે પ્રથમ દૃષ્ટિએ તોડફોડ અનધિકૃત હોવાનું અવલોકન કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય રીતે પુનઃસ્થાપિત કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની હોવાનું જણાવ્યું હતું.આ મામલે પ્રાથમિક તપાસ બાદ પાંચ એસએમસી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ 11 ઓગસ્ટ 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી પણ કરવામાં આવી હતી.હાઈકોર્ટ સમક્ષ સત્તાવાર પ્રક્રિયા અને જવાબદારી અંગેના સવાલો હજુ પણ મહત્ત્વના છે.તેવામાં અહીં પ્રશ્ન એ છે કે સરકારી કાર્યવાહી દરમિયાન નાગરિકોના કાયદેસરના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોની?

4. ભરૂચ: ગટરનાં કામથી તૂટેલા રસ્તા ફરી બનાવવા ₹41.82 લાખનું ટેન્ડર.

ભરૂચ નગરપાલિકાનું 5 નવેમ્બર 2026ના રોજ બહાર પડેલું ટેન્ડર પણ ધ્યાન ખેંચે છે.ભૂગર્ભ ગટર અને રહેણાક મકાનોનાં ગટર જોડાણનાં કામ દરમિયાન તૂટી ગયેલા અથવા નુકસાન પામેલા રસ્તાઓનું પુનઃનિર્માણ કરવા માટે ₹41.82 લાખનું અંદાજિત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.ખાસ વાત એ છે કે આ ટેન્ડર બીજી વખત બહાર પાડવામાં આવ્યું હતું. બિડ રજૂ કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી હતી.આ ટેન્ડર કોઈ ગેરરીતિ સાબિત કરતું નથી. પરંતુ સવાલ જરૂર ઊભો કરે છે કે ગટરનાં કામ દરમિયાન રસ્તાઓને થયેલા નુકસાનની જવાબદારી મૂળ કોન્ટ્રાક્ટરની હતી કે નહીં?શું રસ્તા ફરી બનાવવા માટે અલગથી ખર્ચ કરવો જરૂરી બન્યો? અગાઉના કામની શરતો શું હતી? અને જાહેર નાણાંનો વધારાનો ખર્ચ ટાળી શકાય તેમ હતો?ભરૂચ નગરપાલિકાએ આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

ત્યારે અહીં ગુજરાતના આ 4 મોટા શહેરો છે જેમાં જોવામાં આવે છે કે, સમસ્યાઓ ક્યાંકને ક્યાંક એકસરખી કે મળતી જ આવે છે.ત્યારે પેલા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા એટલે આપણા કામ સુપેરે થઇ જ ગયા તેમ આપણે હરગીજ સમજવાનું નહીં.

અમદાવાદમાં ઓડિટ માટે રજૂ ન થયેલી ફાઈલો, રાજકોટમાં બાંધકામની ખામીઓ, સુરતમાં તોડફોડની કાયદેસર પ્રક્રિયા અંગે હાઈકોર્ટની ટકોર અને ભરૂચમાં રસ્તાઓના પુનઃનિર્માણ માટેનું નવું ટેન્ડર.આ તમામ ઘટનાઓ એક જ બાબત તરફ ધ્યાન દોરે છે કે જાહેર નાણાંથી થતાં કામોમાં જવાબદારી અને પારદર્શિતા અનિવાર્ય છે.ક્યાં સુધી આવી કામગીરીને લીધે લોકોએ હાલાકીઓ ભોગવવવાની ?

તે સાથે તમને નથી લાગતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આ સવાલોના જવાબ પ્રજાને આપવા જોઈએ કે પ્રજાને મળવા જોઈએ ..

1. કરોડોના પ્રોજેક્ટ્સનું ફરજિયાત ઓડિટ સમયસર થાય છે?
2. દરેક બ્રિજ અને રસ્તાની ગુણવત્તા તપાસવા સ્વતંત્ર નિષ્ણાતોની વ્યવસ્થા છે?
3. બાંધકામમાં ખામી આવે તો કોન્ટ્રાક્ટર પાસેથી નુકસાનની વસૂલાત થાય છે?
4. ટેન્ડર અને ખર્ચની વિગતો પ્રજાને જાહેર કરવામાં આવે છે?
5. અધિકારીઓની બેદરકારી સામે માત્ર સસ્પેન્શન થાય છે કે અંતિમ જવાબદારી પણ નક્કી થાય છે?
6. સરકારી બાંધકામમાં ખામીના કારણે ફરી ખર્ચ કરવો પડે તો તેનો હિસાબ કોણ આપે છે?

આખરે વિકાસના મોટા આંકડા રજૂ કરવા પૂરતા નથી. વિકાસની ગુણવત્તા, ખર્ચની પારદર્શિતા અને જવાબદારી પણ એટલી જ જરૂરી છે.પ્રજાના ટેક્સમાંથી ચાલતી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ પ્રજાને દરેક રૂપિયાનો હિસાબ આપવો જોઈએ.

You Might Also Like

ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!

જીવન-મૃત્યુને નિર્લેપ ભાવે જોવાની કળા

ઈયળમાંથી પતંગિયું બનવાની યાત્રા

તમારા સુખની ચાવી તમારા હાથમાં…

સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!
Next Article ‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં હવે ધરણા-પ્રદર્શન માટેનાં નિયમો બદલાશે!

Khaskhabar Editor Khaskhabar Editor 45 seconds ago
‘મહાદેવ ઍપ્પ’ કેસમાં CBIનાં સુરત, અમદાવાદ અને વડોદરામાં દરોડા
ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!
જીવન-મૃત્યુને નિર્લેપ ભાવે જોવાની કળા
ઈયળમાંથી પતંગિયું બનવાની યાત્રા
તમારા સુખની ચાવી તમારા હાથમાં…
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Authorમનીષ આચાર્ય

ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
Author

જીવન-મૃત્યુને નિર્લેપ ભાવે જોવાની કળા

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
AuthorShailesh Sagpariya

ઈયળમાંથી પતંગિયું બનવાની યાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?