સગી ભત્રીજીઓ, જમાઈ સહીત ચાર શખ્સોએ લાશ નવાગઢ પાસે ફેંકી દીધી : ચૂંદડી, દવાની બોટલ, રીક્ષા કબ્જે
જેતપુર સીટી પોલીસે રૂટ આજુબાજુના 90 જેટલા સીસીટીવી ચેક કરી ચારેય આરોપીને પકડી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો
- Advertisement -
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભત્રીજા સાથે અનૈતિક સંબંધો ધરાવતી ત્રણ સંતાનોની માતા એવી ફઈને પરિવારજનોએ વારંવાર આં સંબંધ તોડી નાખવાનું જણાવ્યા છતાં ફઈ નહિ સમજતા બે ભત્રીજીઓ, જમાઈ સહિતે સોડામાં ઝેરી દવા પીવડાવ્યા બાદ પણ જીવ નહીં જતા ચુંદડીથી ગળાટુંપો આપી મોતને ઉતારી દઈ લાશ નવાગઢ રેલવે સ્ટેશન પાસે ફેંકી દેતા ચકચાર મચી ગઈ હતી 11 તારીખે આ અજાણી મહિલાની લાશ મળ્યા બાદ જેતપુર સીટી પોલીસે મૃતકની ઓળખ મેળવી સીસીટીવી આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખી ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના વરતેજમાં રહેતા અરવિંદભાઇ ઉર્ફે અશોક ઉર્ફે અરજણ કાળુભાઇ વાઘેલા ઉ.45એ પાલીતાણા રહેતા સૌથી નાની બહેન હકુબેન ભાવેશભાઈ પરમારની હત્યા અંગે ગારિયાધારની રાધા સૈયદ શેખ, જૂનાગઢની મધુ લક્ષ્મણ ઉર્ફે લખો બાવાજી, રાજકોટના લક્ષ્મણ ઉર્ફે લખો પીરુનાથ બાવાજી અને જૂનાગઢના ભુપત પોપટ વાઘેલા સામે જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.12 ના બપોરના જેતપુર સીટી પોલીસ સ્ટેશનેથી ફોન આવેલ કે, હકુબેન ભાવેશભાઈ પરમાર તમારે શુ સંબંઘમાં થાય છે? જેથી તે મારા નાના બહેન છે તેમ જણાવતા હકુબેનનુ મર્ડર થઇ ગયેલ છે અને તેની ડેડબોડી રાજકોટ સિવીલ હોસ્પીટલમાં રાખેલ છે તેમ મને જાણ કરી હતી. જેથી તે પરીવાર સાથે રાજકોટ સીવીલ હોસ્પીટલ ગયા હતા. ત્યાં તબીબ પાસેથી જાણવા મળેલ કે, હકુબેનનુ મોત ગળેટુંપો આપવાથી થયેલ છે વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની બેન હકુબેનને ભાઈ ધમાભાઈના દિકરા રવિ સાથે આડા સંબંધો હતા. જે બાબતની જાણ કુટુંબ તથા સગા વ્હાલાઓમા બધાને હતી. આ બંનેના સંબંધો કોઈને ગમતા નહોતા અને બેન હકુબેનને સગા વ્હાલાઓ, રવિની બેન રાધા તથા મધુ અવાર નવાર રવિ સાથે સબંધો નહિ રાખવા બાબતે સમજાવતા હતા, પરંતુ હકુબેન કોઈનુ માનતી નહોતી. જે બાબતે ભાઈની દિકરી રાધા તથા મધુ સાથે બેન હકુને નાના મોટા ઝઘડાઓ ચાલુ હતા થોડા દિવસ પહેલા પણ રાધા, મધુ, મધુના પતિ લક્ષ્મણ ઉર્ફે લખા તથા તેની સાથે રહેતા ભુપત પોપટ વાઘેલાએ બહેન હકુ સાથે ઝઘડો કરેલ હોવાનુ જાણવા મળેલ હતુ. જેનો ખાર રાખીને બેન હકુને ભાઈની બંને દિકરીઓ રાધાબેન, મધુબેન, મધુબેનના પતિ લક્ષ્મણ ઉર્ફે લખો પીરુનાથ બાવાજી, ભુપત વાઘેલાએ કોઈપણ રીતે ગળે ટુંપો આપી મારી નાખેલ છે જે મામલે વધુમાં પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ભાઈબીજના દિવસે જેતપુર સીટી પોલીસને કોલ મળ્યો હતો કે, નવાગઢ રેલ્વે સ્ટેશન પાસે અજાણી મહિલાનો માથાના ભાગે ઈજાવાળો મૃતદેહ પડેલ છે. જેથી પોલીસે નવાગઢ રેલવે સ્ટેશન નજીક દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો મહિલા અકસ્માતે પડી જતાં પથ્થર જેવો પદાર્થ માથાના ભાગે વાગવાથી મોત થઇ ગયાનું પ્રાથમિક અનુમાન હતું પણ ફોરેન્સિક પીએમ મહિલા શ્વાસ રૂંધાતા મોત નીપજ્યાનું ખુલ્યું હતું. જેથી મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા પોલીસે અજાણી મહિલાની ઓળખ કરી હતી.
દરમિયાન ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એએસપી સિમરન ભારદ્વાજની રાહબરીમાં જેતપુર સીટી પીઆઇ એસ એચ શર્મા, પીએસઆઇ આર બી બલદાણીયા અને બી ડી મારુ સહિતની ટીમે આજુબાજુના 90 જેટલા સીસીટીવી ચેક કરતા શંકાસ્પદ રિક્ષામાં ચાર લોકો આવતા જતા નજરે પડ્યા હોય જેથી ઉપરોક્ત ચારેય લોકોને સકંજા લઇ આકરી પૂછતાછ કરતા હત્યાની ચોંકાવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે પહેલા હકુબેનને સોડામાં ઝેરી દવા ભેળવી પીવડાવી મોત નિપજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફ્ળ જતા ચુંદડીથી ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી હત્યાની કબૂલાત બાદ ચારેયની ધરપકડ કરી લાલ કલરની ચૂંદડી, ઝેરી દવાની બોટલ અને રીક્ષા કબ્જે કર્યા હતા રાધા શેખ સામે ગારિયાધાર પોલીસમાં જુગારનો એક ગુનો નોંધાઈ ચુક્યો છે.
- Advertisement -
મૃતક ચાર ભાઈ પાંચ બહેનના નાના, સંતાનમાં એક દીકરો બે દીકરી
હત્યાનો ભોગ બનનાર ચાર ભાઇઓ અને પાંચ બહેનોમાં નાના હતા બે ભાઈઓ કાનાભાઈ અને ધમાભાઇ મરણ ગયેલ છે. ધમાભાઈને કુલ આઠ સંતાનો છે. જેમા સૌથી મોટી દિકરી રાધાએ સૈયદ શેખ સાથે પ્રેમલગ્ન કરેલ છે તેનાથી નાના દેવાભાઈ મરણ ગયેલ છે. તેનાથી નાની દિકરી મધુ છે જેણે રાજકોટ ખાતે રહેતા લક્ષ્મણ ઉર્ફે લખો પીરુનાથ બાવાજી સાથે પ્રેમલગ્ન કરેલ છે. તેનાથી નાનો ભરતભાઈ છે જે હાલ સુરત રહે છે. તેનાથી નાનો દિકરો દીલીપ ઉર્ફે દીલો છે, જે મરણ ગયેલ છે તેનાથી નાની દિકરી ગૌરી છે જે હાલ મહુવાના ગળચર ગામ ખાતે સાસરે છે તેનાથી નાની દિકરી પાબેન છે જેણે પ્રેમલગ્ન કરેલ છે. તેનાથી નાનો દિકરો રવિ છે, જે રખડતુ ભટકતુ જીવન ગુજારે છે સૌથી નાની બહેન હકુબેન ભાવેશભાઈ પરમાર હતી જે પાલીતાણાના હાથિયાધાર ખાતે સાસરે હતી. બહેન હકુબેનને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે.



