રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
7 મહિનાના હિસાબનો ટાંગામેળ ન થતા ભાંડો ફૂટ્યો : બી ડિવિઝનમાં ફરિયાદ
- Advertisement -
રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી સારવારની ફી વસૂલવાની જવાબદારી સંભાળતી રિસેપ્શનિસ્ટ જ સાત મહિનામાં 5.20 લાખની ઉચાપત કર્યાનો બનાવ સામે આવ્યો છે કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે આવેલી સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં સોફ્ટવેરમાં રોકડ ફીની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી બેંકમાં જમા થઈ હોવાનું દર્શાવી ખોટી એન્ટ્રીઓ કરવામાં આવી હતી. છ મહિના બાદ હિસાબની ચકાસણી કરતાં બેંકમાં રકમ ઓછી જમા હોવાનું સામે આવતાં સમગ્ર મામલો ખુલ્યો હતો. આ અંગે યુનિવર્સિટી રોડ પર રહેતા અને હોસ્પિટલના સંચાલક ડો. હાર્દિક ગીરીશકુમાર સંઘાણી(ઉ.વ.42)ની ફરિયાદ પરથી બી-ડિવિઝન પોલીસે આરોપી તરીકે સંતકબીર રોડ પર રહેતી રીંકલબેન જીગ્નેશભાઈ ભાલુ (ઉ.વ.31) સામે ગુનો નોંધ્યો છે.ફરિયાદ મુજબ રીંકલ છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી અને સવારે 8થી રાત્રે 8 સુધી કેશ કાઉન્ટર સંભાળતી હતી. તા.31 ઓક્ટોબરે ડોક્ટર અને હોસ્પિટલ મેનેજરે હિસાબ ચકાસતાં બેંકની એન્ટ્રી અને હોસ્પિટલની રસીદો વચ્ચે તફાવત જણાયો હતો. તપાસમાં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રૂ.5,20,500 બેંકમાં જમા ન થયા હોવાનું સામે આવ્યું હતું. તા.3 નવેમ્બરે રીંકલને પૂછતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બાદમાં 112 જનરક્ષકને બોલાવતાં તેણે રકમ અંગત ઉપયોગમાં લીધી હોવાનું કબૂલ્યું હતું. બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીગ્રામમાં “તારી કેટલી ઉંમર છે’ પૂછીને બાળકી સાથે ઢગાએ કર્યા અડપલાં : વેફર લઈને દુકાનની બહાર નીકળતા અજાણ્યા શખ્સે હાથ પકડી છેડતી કરી
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 10 વર્ષની સગીરા ગઈકાલે રાત્રે પોતાની દુકાનની નજીક વેફર લઈને દુકાની બહાર નિકળતા બાઈક પર આવેલા અજાણ્યા શખ્સે તેની ઉંમર પૂછી હાથ પકડી શારિરીક અડપલા કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મૂજબ ભોગ બનનાર ગઈકાલે રાત્રે માતા-પિતા સાથે દુકાને હતી. બાદ તે નજીકમાં આવેલી નાસ્તાની દુકાને વેફર લેવા ગઈ હતી. વેફર લઈને બહાર નિકળીત્યારે આશરે 40 વર્ષનો અજાણ્યો શખ્સ બાઈક પર આવી બાઈક ઊભુ રાખી સગીરાને ઊભી રાખી “તારી કેટલાં ઉંમર છે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક સ્પા છે, ત્યાં ગર્લ્સ અને બોયઝ આવે છે’ તેવી વાતો કરવા લાગ્યો હતો વાતોવાતોમાં આરોપીએ તેનો હાથ પકડી લઈ શારીરિક અડપલા કરવા જતાં સગીરા ગભરાઈને ત્યાંથી ભાગીને દુકાને આવી ગઈ હતી. આ સમયે આરોપી બાઈક પર ભાગી ગયો હતો. સગીરાએ દુકાને માતા-પિતાને વાત કરતા તેઓ પોલીસ મથકે પહોંચી હકિકત જણાવતા પોલીસે ૪૦ વર્ષના અજાણ્યા શખ્સ વિરૂધ્ધ જાતિય સતામણી તથા પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટની માધવવાટીકા નજીક પ્લોટમાં પાર્ક અડધો 6 કારમાં આગ : ફટાકડાનો તણખલો પડતા બનેલો બનાવ : 3 ફાયર ટીમે કાબુ મેળવ્યો
રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ માધવવાટિકા નજીક પ્લોટમાં તણખો પડવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી ફાયર બ્રિગેડના સ્ટાફે ત્રણ ફાયર ફાઈટર સાથે જઈ આગ બુઝાવી નાખી હતી. પ્લોટમાં ૫૦થી વધુ કાર પાર્ક થયેલી હતી પાંચ કાર સળગીને ખાક થઈ ગઈ હતી જયારે એક કાર પાછળના ભાગેથી સળગી ગઈ હતી માધવવાટીકા નજીક અડધો ડઝન કારમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ બુઝાવી નજીકમાં પાર્ક કરેલી ૫૦ જેટલી કાર સુધી આગની જવાળાઓને આગળ વધતી અટકાવી દીધી હતી. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ માધવવાટિકા નજીક પ્લોટમાં સાંજે આગ લાગ્યાની જાણ થતાં મવડી અને કોઠારિયા ફાયર સ્ટેશનના ત્રણ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ગયા હતા. તત્કાળ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. ત્યાં સુધીમાં પાંચ કાર સંપૂર્ણપણે સળગીને ખાક થઈ ગઈ હતી. એક કાર પાછળના ભાગેથી સળગી ગઈ હતી ચોંકાવનારી વાત એ છે કે આ પ્લોટમાં બીજી 50 જેટલી કાર પણ પાર્ક કરેલી હતી. જોકે ફાયર બ્રિગેડના સ્ટાફે બીજી કાર સુધી આગ પ્રસરતા અટકાવી હતી. વિકટોરીયસ, ડિઝાયર, ઓરા, હેરિયર, સોનેટ, નેકસોન કાર આગની ઝપટમાં આવી ગઈ હતી.
સોસાયટીનાં પ્રમુખે ફાયર બ્રિગેડના સ્ટાફને ફટાકડાનો તણખો પડતાં આગ લાગ્યાનું તારણ દર્શાવ્યું હતું. આ ઘટનાને પગલે સ્થળ પર સોસાયટીના રહીશોના | શહેરમાં આગ લાગવાના બનાવો શરૂ થઈ ગયા છે. જેની સામે સતર્ક રહેવા ફાયર બ્રિગેડના સ્ટાફે અનુરોધ કર્યો છે.
રાજકોટના મવડીમાં આવેલ શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા 40 લોકો ફસાયા : છઠ્ઠા માળે શોટ સર્કિટથી લાગેલી આગ 14મા માળ સુધી પહોંચી : ફાયર બ્રિગેડ સ્ટાફે રેસ્ક્યુ કર્યા
રાજકોટની મવડી નજીક વગડ ચોકડી પાસે આવેલા શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ભિષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગમાં ફસાયેલા ૪૦ જેટલા રહીશોને રેસ્ક્યુ કરી સહિસલીમત બહાર કાઢી આગ બૂઝાવી હતી. ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આગમાં ફસાયેલા ૪૦ જેટલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આગ છઠ્ઠા માળે શોટ સર્કિટ થવાના કારણે લાગી હતી અને લિફ્ટના ભાગેથી ૧૪ માળ સુધી પ્રસરી ગઈ હતી. આખા એપાર્ટમેન્ટમાં ૪૦ જેટલા રહેવાસીઓ ફ્લેટમાંથી બહાર નીકળી ન શકતા બૂમાબૂમ મચી ગઈ હતી. દરમિયાન સ્થાનિક લોકોએ એપાર્ટમેન્ટની ફાયર સિસ્ટમ દ્વાર આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.આગ વધુ પ્રસરી જતાં આગ અંગે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પાંચ ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી આગ પર કાબૂ મેળવ્યો હતો. એપાર્ટમેન્ટમાં કેટલાક ફ્લેટના દરવાજા પણ બળી ગયા હતા. સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે ભાવનગર રોડ પર આઈ. ટી. આઈ. સામે આવેલા પ્રાદેશીક વર્કશોપના ગ્રાઉન્ડમાં અને બાજુમાં નાયબ કાર્યપાલક ઈજનેર વોટર ટેન્કર પેટા વિભાગના ગ્રાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાયટર સાથે પહોંચી આગ બૂઝાવી હતી.
રાજકોટની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી વારંવાર કાઢી મુક્ત આટકોટ રહેતા સાસરિયા સામે ફરિયાદ : ” તારે જ્યા ફરીયાદ કરવી હોય ત્યા કરજે અમારા પરિવારમાં બધા હાફ મર્ડર વાળા જ છે ” સસરાએ ધમકી આપી : તારે રહેવુ હોય તો અમે કહીએ તેમ કરવાનુ કોઈની સામે બોલવાનુ નહી, તારા પિતાને છરીના ઘોદા મારી દઈશ કહી પતિએ ફડાકો માર્યો
મૂળ રાજકોટના હાલ આટકોટ હુશેની ચોકમાં રહેતા દિલશાના સાગીલ સાંધએ આટકોટ રહેતા પતિ સાગીલ સિકંદરભાઈ સાંધ, સાસુ રેહાનાબેન, સસરા સિકંદરભાઈ જુમ્માભાઈ સાંધ, જેઠ અર્ષદભાઈ અને જેઠાણી આર્યાનાબેન ઉર્ફે આરુ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મે બી.કોમ સુધી અભ્યાસ કરેલો છે મારા લગ્ન ગત તારીખ 14 મેંના રોજ થયા છે દોઢેક મહિના બાદ મારા સાસુ રેહાનાબેને મને કહેલ કે તુ ઘરમાં કામ સરખુ કરતી નથી તને તારા માવતરે કાંઇ કામ જ શીખવાડેલ નથી એટલે મે કહેલ કે હવેથી તમે કહો તેમ હું કામ કરીશ આમ કહેતા મારા સાસુએ મને કહેલ કે તુ મારી સામુ કેમ બોલી એમ કહીને મને જેમ-ફાવે તેમ ગાળો આપી હતી અને મને ઘરેથી કાઢી મૂકી હતી જેથી હુ મારા પિતાજીના ઘરે રાજકોટ આવી ગઈ હતી વીસેક દિવસ રોકાયા બાદ મારા પતિ મને સમાધાન કરીને તેડી ગયા હતા બાદમા ફરી સાસુએ ઘરકામ બાબતે ઝગડો કરીને મને કાઢી મુકી હતી ફરી હું માવતરે આવતા ફરી મારા પતિ તેડી ગયા હતા તો ફરી મારા સાસુએ જમવાનુ બનાવવા બાબતે ઝગડો કરી મારા મા-બાપને ગાળો આપવા લાગેલ હતા જેથી મે મારા મા-બાપને ગાળો આપવાની ના પાડતા મારા પતિએ મને એક ફડાકો મારી લિધેલ અને મને કહેલ કે તુ મમ્મી સામે કેમ બોલી ? અહી તારે રહેવુ હોય તો અમો બધા કહીએ તેમ તારે કરવાનુ કોઈની સામે બોલવાનુ નહી આમ કહીને મારા સાસુ અને મારા પતિએ મને ઘરેથી બહાર કાઢી મુકેલી એટલે મે કહેલ કે મને મારા પિતાજીને ફોન કરી આપો તે મને અહીં આવીને લઇ જાય એટલે મારા પતિએ મને કહેલ કે તારા પિતાજીને અહી બોલાવતી નહી જો તેમને અહી બોલાવીશ તો તારા પિતાજીને છરીના ઘોદા મારી દઈશ આમ મને ધમકી આપતા હતા બાદ હું રાજકોટ ખાતે આવી ગયેલ હતી બાદમા થોડા દિવસ હું અહીં મારા પિતાજીના ઘરે રોકાયેલ હતી બા દમા મારા પિતા મને તેડી ગયેલ હતા બાદ સાસુએ મારા પતિને કહેલ કે તારી ઘરવાળીને સરખા કચરા પોતા કરતા પણ નથી આવડતુ અને ઘરના કોઈ પણ કામ સરખા કરતી નથી. આમ કહેતા મારા પતિ મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલા એટલે મે ઝગડો કરવાની ના પાડતા મને જેમ-ફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગેલા હતા એટલે મે પોલીસ ફરીયાદ કરવાનું કહેતા મારા સસરા પણ ત્યા હાજર હોય તેમને કહેલ કે તારે જ્યા પોલીસ ફરીયાદ કરવી હોય ત્યા કરી દેજે અમારા પરિવારમાં બધા હાફ મર્ડર વાળા જ છે તને ક્યારે મારીને નાખી દઈશે કોઈ ને ખબર પણ નહી પડે અહીંથી તુ અત્યારે જતી રે આમ કહીને મને ઘરેથી બહાર કાઢી મુકેલી હતી જેથી હું મારા પિતા જીના ઘરે આવી ગયેલ હતી બાદમા પતિ તેડવા આવતા મેં ના પાડતા મને કહેલ કે જો તુ મારી સાથે નહી આવે તો તારા પિતાજીને છરીના ઘોદા મારી દઇશ એટલે પોલીસ હેલ્પલાઇન 112મા ફોન કરીને પોલીસ ગાડી બોલાવેલ હતી અને મારો ઘર સંસાર તુટી જવાના ડરથી મે કોઇ પોલીસ ફરીયાદ કરેલી ન હતી બાદમા પતિ મને આટકોટ ખાતે તેડી ગયેલ હતા ત્યાં મારા જેઠાણીએ મને કહેલ કે તુ કંઈ કામ કરતી નથી એટલે મે કહેલ કે મારાથી થાય એટલુ તો કામ કરું જ છુ આથી વધારે કેટલુ કામ કરું એટલે મારા જેઠાણીએ કહેલ કે તારે અહીં રહેવુ હોય તો અમો કહીએ તેમ તારે કામ કરવાનુ આ તારા બાપનુ ઘર નથી આમ કહીને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલા જેથી મે મારા જેઠાણીને મારા પિતાજી વિશે બોલવાની ના પાડતા મારા જેઠાણીએ મારા જેઠને ફો ન કરીને બોલાવેલ અને મારા જેઠ આવી જતા મારા જેઠએ ગાળો આપી બેલ્ટ વડે તેમજ મારા જેઠાણીએ મને ઢીકા-પાટુ નો માર માર મારેલ હતો જેથી અંતે ફરિયાદ નોંધાવી હતી.



