દિવાળીના પવિત્ર તહેવાર પછી નવા વર્ષના પ્રારંભે તારીખ: ૦૮-૧૧-૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારી ઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકાર્યું હતું. મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલ ઝોન ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી કમિટીના ચેરમેન ઓ અને કોર્પોરેટરઓ તથા નાયબ કમિશનર આશિષકુમાર, એ.આર.સિંહ, મ્યુનિ. સેક્રેટરી ડૉ. એચ. પી. રૂપારેલીઆ, સિટી એન્જીનીયર, દોઢીયા, ગોસ્વામી, કોટક, ગોહેલ આસિ. કમિશનર કગથરા,પટેલ સહિતના શાખાધિકારીઓ તથા કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મેયર , ડે. મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા મ્યુનિ. કમિશનરએ સૌને આવકારી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/DmKl4SH2Xmd2gWl1NLEzor



