રૈયાધાર વિસ્તારમાં આવેલ એનિમલ હોસ્ટેલ અને શીતલ પાર્ક મેઈન રોડ પર હાઈજેનીક ફૂડ ઝોન માટેની સાઈટની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને આવશ્યક તમામ સુવિધાઓનો લાભ મળી રહે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૦૯-૧૧-૨૦૨૧ના રોજ રૈયાધાર વિસ્તારમાં આવેલ એનિમલ હોસ્ટેલ અને શીતલ પાર્ક મેઈન રોડ, ગાર્બેજ ટ્રાન્સપોર્ટેશન પાછળ નવો ફૂડ ઝોન બનાવવા માટેના સ્થળની વિઝિટ કરી હતી.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/DmKl4SH2Xmd2gWl1NLEzor

વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર એ એનિમલ હોસ્ટેલને અપગ્રેડ કરવા અને ગાયો માટે શેડ બનાવવા માટેની સુચના આપી હતી. મવડી વિસ્તારમાં આવેલ વોંકળામાં રીટેઈનીંગ વોલની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને ઝડપથી કામ પૂર્ણ કરવા સુચના આપી હતી તેમજ શીતલ પાર્ક મેઈન રોડ ખાતે હાઈજેનીક ફૂડ ઝોન બનાવવા માટેની સાઈટની વિઝિટ કરી હતી.
- Advertisement -
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link

આજની મુલાકાતમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, સિટી એન્જી. કે.એસ.ગોહેલ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, વેટરનરી ઓફિસર ડો. બી.આર.જાકાસણીયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, નાયબ ડે. એન્જી. બી.પી.વાઘેલા અને ભરત બોલાણીયા ઉપસ્થિત રહ્યા હતા.
નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ YouTube Channelને Subscribe કરો અને શેર કરો
YOUTUBE – https://youtube.com/c/KhasKhabarRajkot



