ભવ્ય રાવલ : સીધી વાત
શ્રાદ્ધ – પિંડદાન – પિતૃ સ્મરણ અને તર્પણ એ હજારો વર્ષ જૂની સનાતન પરંપરા, જે આપણે આપણા પૂર્વજો માટે કરીશું તે આપણાં સંતાનો આપણા માટે કરશે
- Advertisement -
પિતૃઓનો વિચાર ભારતીય ધાર્મિક પરંપરામાં અત્યંત પ્રાચીન, વેદો – મંત્રો – ગ્રંથો – પુરાણોમાં તેનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ
શ્રાદ્ધમાં દિવંગત સ્વજનોનું સ્મરણ માત્ર યાદ રહેલા નામો સુધી સીમિત નથી, વંશની સ્મૃતિમાં જે જાણીતા છે તેની સાથે અજાણ્યા રહી ગયેલાઓ માટે પણ સ્થાન
મનુષ્ય જન્મ સાથે ત્રણ ઋણ લઈને આવે : દેવઋણ – ઋષિઋણ – પિતૃઋણ, પિતૃઋણનો સીધો સંબંધ વંશવૃદ્ધિ અને પ્રજા સાથે જોડાયેલો છે
- Advertisement -
આપણે જે કાંઈ પણ છીએ એ બધું જ આપણા પિતૃઓને કારણે છીએ, જો આપણા પિતૃ ન હોતા તો આપણું અસ્તિત્વ પણ નહોતું એટલે આપણે તેમના ઋણી છીએ
શ્રાદ્ધ સાથે જોડાયેલા પિતૃકાર્ય – અન્ન – દાન – બ્રહ્મ ભોજન વગેરેમાં સૌથી મહત્વપૂર્ણ છે શ્રદ્ધા, મૃત્યુ બાદ પણ સ્વજનનું સ્મરણ કરી પૂર્વજોના પ્રતિનિધિ તરીકે કાગડાને ખીર-પુરી (કાગવાસ) આપવાની શ્રદ્ધામાં હિંદુ સંસ્કારના દર્શન
પિતૃપક્ષમાં વર્તમાન પેઢીઓને ભૂતકાળની પેઢીઓ સાથે ફરી એકવાર આત્મીય સંબંધ બાંધવાનો મળતો મોકો, જો મૃત્યુતિથિ કે નામ યાદ ન હોય તો તેમના માટે સર્વપિતૃ અમાસ જેવી કલ્યાણકારી તિથિનું વિધાન
પડવાની શરૂઆતથી તર્પણ સુધી, પિતૃઋણથી પિંડદાન સુધી, માતૃસ્મરણથી સર્વપિતૃ અમાવસ્યા સુધી.. શ્રાદ્ધ દરમિયાન સ્વર્ગસ્થ વ્યક્તિનું સ્મરણ – તર્પણ પેઢીઓની અતૂટ કડીને જીવંત રાખવાનું માધ્યમ
શાસ્ત્રોમાં શ્રાદ્ધ વિધિ દરમિયાન પંચબલી (૫ જીવોને ભોજન અર્પણ કરવું – ગાય, કૂતરો, કાગડો, કીડી અને દેવતા)નો નિયમ, કાગડાને અપાતા ભોજનને ‘વાયસ બલી’ કહેવાય




