By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    14 minutes ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    31 minutes ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    3 minutes ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    37 minutes ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    56 minutes ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    1 day ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 minutes ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 day ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી અટકો મચ્છરથી હાથી સુધી !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગુજરાતી અટકો મચ્છરથી હાથી સુધી !
Author

ગુજરાતી અટકો મચ્છરથી હાથી સુધી !

Khaskhabar Editor
Last updated: 2026/10/03 at 1:05 PM
Khaskhabar Editor 2 hours ago
Share
8 Min Read
SHARE

કાર્તિક મહેતા : કાર્તિકોલોજી

સૌરાષ્ટ્રના બ્રહ્મક્ષત્રિયોમાં જોવા મળતી ‘મચ્છર’ અટક અને નાગરોમાં હાથી, ઘોડા તેમજ માંકડ જેવી અટકો પાછળ છુપાયેલી છે રસપ્રદ વાતો

- Advertisement -

ફિલ્મ સંગીતકાર હિમેશભાઈની ખરી અટક મહેતા છે, તે રાજુલા નજીકના એક ગામના કપોળ વૈષ્ણવ વણિક છે

પ્રાણશક્તિ પરથી ‘ઓઝા’, વ્યાજ-વટાવના કામથી ‘શાહ’ અને બ્રિટનમાં સૌથી વધુ વપરાતી ભારતીય અટક ‘મહેતા’નો ઈતિહાસ

દુબઇ નામની વિમાનીસેવાનું એક ફ્લાય પ્લેન દુબઈથી તેલ અવિવ માટે ઉડાન ભરે છે પણ હજુ એની પૂર્ણ ઊંચાઈ એ પહોચે છે ત્યાં જ એનો કો-પાયલટ, જે કોઈ કટ્ટર આતંકી માનસિકતા વાળો હોય છે – તે પાયલટ સ્મિત મચ્છર પર ધારદાર શસ્ત્ર વડે તૂટી પડે છે.. સ્મિતભાઈ સમયસૂચકતા અને હનુમાન ચાલીસાનું મંત્ર બળ વાપરીને કોકપીટ નો દરવાજો ખોલવામાં સફળ થાય છે અને પછી તો ઇઝરાયેલી યાત્રિકો બાજી હાથમાં લઈને પેલા નીચ આતંકીને જેર કરે છે.
વઢવાણના વતની અને સાવરકુંડલાના જમાઈ એવા પાયલોટ સ્મિત મચ્છરે આવી રીતે દોઢસો લોકોના જીવ તો બચાવ્યા જ પણ સાથે કરોડો ભારતીયો અને અનેક ભારતીય પાઇલટોના ચરિત્ર ઉપર ડાઘ પડતો અટકાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીજી સાથેની વિડિયો કોલ વાતચીતમાં આ વાત માટે મોદીજી એ સ્મિતભાઈ નો આભાર પણ પ્રગટ કર્યો !! જો ફલાઇટ ક્રેશ થઈ હોત તો શું થયું હોત એની કલ્પના કરવી અઘરી છે! મચ્છર અટકને ગૌરવભેર અપનાવી રાખીને સ્મિતભાઈએ પોતાની ઓળખાણ માટે એમને કેટલું સમ્માન છે તે બતાવ્યું છે. અટકોમાં આપણો ઈતિહાસ હોય છે.. આપણી ઓળખાણ હોય છે..
મચ્છર અટક સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં વસી ગયેલા બ્રહ્મક્ષત્રિયોમાં જોવા મળે છે.બ્રહ્મક્ષત્રિયોમાં મંકોડી અને ભૂત જેવી સરનેમ જોવા મળે છે તો જોગી, વર્મા, છાંટબાર જેવી પંજાબી દેખાતી અટકો પણ સામાન્ય છે.. સૌરાષ્ટ્રમાં વસી ગયેલા નાગરોમાં હાથી ઘોડા માંકડ અટકો જાણીતી છે.. ભૂત અટક સૌરાષ્ટ્રના પટેલોમાં પણ સામાન્ય છે.. ભૂત અટક હોય તો ભૂવા પણ અટક હોય.. ભુવા એવી અટક છે જે વાણિયા, પટેલ, આહીર અને અમુક બીજા સમાજોમાં જોવા મળે છે. જૂના જમાનામાં જેમને તંત્રનું જ્ઞાન હતું, એને આધારે લોકોના દુઃખ દર્દ ભગાડવાની યુક્તિઓ જેમને સાધ્ય હતી એ લોકો ભુવા કહેવાયા. ભૂવા કોઈપણ સમાજના હોઈ શકે. એમ જેને રોગી ઉપર પ્રાણ ઊર્જા (જેને ઓજસ કહેવાય) ને આધારે રોગો અને દુઃખોથી મુક્તિ અપાવતા આવડતું એને કહેવાયા ઓઝા !! (મૂળ શબ્દ ઓજસ પરથી ઓજા છે, ઓજસ એટલે સુર્યની શક્તિ, પ્રાણ શક્તિ!! ) ઓજાઓ પણ અનેક સમાજોમાં થી આવતા. પણ આજે આ અટક બ્રાહ્મણો પૂરતી મર્યાદિત છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઓઝા અટક રાજપૂતોમાં પણ જોવા મળે છે.. ભુવા અને ઓજા આવ્યા તો ભગત કેમ બાકી રહી જાય ?
ઘરના કોઈ મોભી કે વડીલ ભક્તિભાવ વાળા હોય તો કુટુંબ કહેવાય ભગત!! ભગત અટક પણ અનેક સમાજોમાં જાણીતી છે. પંજાબી ખત્રીમાં આવતી આ અટક આગળ જતાં જૈન અને વૈષ્ણવ વાણિયાઓમાં આવી.. સૌરાષ્ટ્રના પટેલોમાં પણ ભગત અટક જોવા મળે છે.
જ્ઞાની ઉપરથી જાની આવ્યા, આચાર્ય, ઉપાધ્યાય, પાઠક, વ્યાસ, દ્વિવેદી(દવે/દુબે), ત્રિવેદી (તિવારી) વગેરે અટકો શિક્ષણ અને ધર્મ પ્રચારને લગતા કાર્યો પરથી બ્રાહ્મણોમાં આવી.. અગ્નિહોત્રી, અવસ્તી, હોતા, વાજપેયી વગેરે અટક વળી યજ્ઞો કરતી વેળા ભજવાતા ભાગ પરથી બ્રાહ્મણોમાં દેખાય. ગુજરાત સૌરાષ્ટ્રની એક બહુ મોટી અટક એટલે મહેતા ! (આ લખનાર પણ મહેતા છે) એક સમયે બ્રિટનમાં સહુથી વધુ વપરાતી ભારતીય અટક મહેતા હતી!! હીરાના વેપારના બેતાજ બાદશાહો એવા પાલનપુરી જૈન વણિકો મોટેભાગે મહેતા અટક વાળા.. તો સૌરાષ્ટ્રમાં પુલિસ ખાતામાં એકસમયે જેનો ડંકો વાગતો એવા રાજગોર બ્રાહ્મણોની અટક પણ મહેતા રહેતી.. પારસીઓને પણ આ અટક એટલી ગમી કે એમણે પણ મહેતા અટક અપનાવી. શીખોના પ્રથમ ગુરુ અને શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનકદેવજી ની અટક મહેતા હતી . પંજાબી ખત્રીઓમાં અને પંજાબી બ્રાહ્મણોમાં પણ મહેતા અટક સામાન્ય તો રાજસ્થાની વણિકો અને રાજપુતોમાં પણ મહેતા કોમન ! જેસલમેરના એક જરા કુખ્યાત એવા દીવાનનું નામ હતું: સાલેમ સિંહ મહેતા તો એક ભૂરી આંખો વાળા જાણીતા અભિનેતાનું નામ નકુલસિંહ મહેતા !

- Advertisement -

આપણા ફિલ્મ સંગીતકાર હિમેશભાઈની ખરી અટક મહેતા છે.. તે રાજુલા નજીકના એક ગામના કપોળ વૈષ્ણવ વણિક છે. ગાંધી શાહ શેઠ મોદી બક્ષી કોઠારી પરીખ ..જેવી બીજી અનેક અટકો વણિકોમાં કામને આધારે આવી શાહ અટક અહીંયા નોંધપાત્ર છે.. શાહ અટકનું મૂળ સાધુમાં છે.સત્યનારાયણની કથામાં આવતા સાધુ વાણિયા યાદ છે?? વ્યાજ વટાવ નું કામ કરતા વ્યક્તિને સજ્જન કે સાધુ કહેવાતા.. એમાંથી થયું સાહુ.. સાહુ નું કામ કરવા વાળા પોતાને કહેવા લાગ્યા સાહુકાર.. અંગ્રેજોના સમયમાં વ્યાજ વટાવના કામમાં સંકળાયેલ પેઢીઓ પોતાના નામ આગળ શાહુકારનો શા. લગાડતી.. આ શા. સમય જતાં શાહ બની ગયો.. આજે તો વણિક એટલે શાહ એવી છાપ પડી છે. (પણ તે સાવ સાચી નથી). મોદી અટક પણ વિશિષ્ટ છે કેમકે મોદી અટક ફારસી કે ટર્કિશ મૂળની છે. આર્મીમાં માલ સામાન સપ્લાય કરનારને મોદી કહેવાય.. સમય જતાં તેલનું ઉત્પાદન કરતા સમુદાયે આ અટક અપનાવી..અને નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા દેશને આપ્યા. શાહુકાર પોતાની પેઢીની આગળ શા. લગાડતા એમ ઘણા આગળ ઠા. લગાડતા.. આ ઠા. એટલે ઠાકરશી અથવા ઠક્કર !! ઠક્કર શબ્દના મૂળ આમ ટર્કિશ ભાષામાં છે પણ આ શબ્દ ટર્કિશ ભાષામાં પહોંચ્યો છે સંસ્કૃતમાંથી.. (ઠાકુર શબ્દ ઉપર આખો આર્ટિકલ ખાસ ખબરમાં પ્રકાશિત થયેલ છે) જમીનદારી કરવા વાળા ઠાકુર, ઠક્કર, ઠાકર કહેવાયા.. ઠક્કર શબ્દ તો હવે લોહાણા નો પર્યાય બન્યો છે.. પણ લોહાણા સમાજમાં પણ અટકો બહુ રસપ્રદ આવે છે.. માધવાણી, વસાણી જેવી “ણી” વાળી અમુક અટકો પુર્વજના નામ પરથી આવી તો એની સિવાય વડેરા, કક્કડ, સચદેવ, બુદ્ધદેવ, ચંદારાણા, તન્ના, પોપટ જેવી અટકો પંજાબથી એમના આગમનની નિશાની છે. વડેરા એટલે બતરા, વાડરા, વાઢેર જેવી ક્ષત્રિય અટકનું એક સ્વરૂપ છે.. લોકો પાસે અટકો નહોતી તો ગામના નામ પરથી પોતાને ઓળખાવી દેતા ! સાણંદિયા, અમરેલિયા, બાબરીયા, કોઠીયા, વસોયા, રાજકોટિયા, સોલિયા, નારોલિયા, આંબલીયા, જેવી અટકો જે તે ગામને કારણે પડી છે. ધોળકિયા અટક ધોળકા ઉપરથી છે અને આ અટક નાગર, વાણિયા, લોહાણા અને પટેલ એમ ઘણા સમાજોમાં આવે છે. તે દર્શાવે છે કે ધોળકા કેવું આબાદ નગર હશે!!

પારસીઓ પણ વાલા વાળી અટકો ગામોના નામ પરથી પાડે! કિલ્લાવાલા, વસઈ વાલા વગેરે.. અનેક લોકોએ રીતસર ધંધા પરથી અટકો પાડી. દારૂ વાલા (તે કદાચ પીવાનો નહિ પણ દારુખાનાના દારૂનો વેપાર કરતા હશે કેમ કે અંગ્રેજોને આ દારૂખાનાના દારૂમાં બહુ રસ હતો), સોડાવાલા, જીરાવાલા, જરીવાલા. અરે સોડા બોટલ ઓપનર વાલા પણ અટક છે. કિરમજ વાલા, કિનખાબ વાલા પણ જાણીતી અટક છે.. રાકેશ ઝુનઝુનવાલા ની અટક તો એમના ગામ ઝુંઝુનું પરથી હતી, મૂળ અટક હતી : જંજુનુવાલા પણ બની ગઈ જુંજુન વાલા).

પરમાર મકવાણા ચૌહાણ સોલંકી જેવી અટકો રાજપૂત સહિત અનેક સમાજોમાં જોવા મળે.. આ દરેક અટકનો સુંદર ઇતિહાસ છે પણ એની માટે આખું પુસ્તક થાય.. નાયક દેસાઈ જેવી અટકો દક્ષિણ ગુજરાતમાં ફેમસ અને ખૂબ ચરિત્રવાન અને હોંશિયાર લોકોની અટક ગણાઇ છે.. દેસાઈ, પટેલ, મુખી, ચૌધરી જેવી અટકો મૂળ તો પદ કે હોદ્દો છે. પટેલ અટક ગુજરાત સિવાય યુપી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળે છે.. દેસાઈ અટક લગભગ દરેક સમાજમાં છે. દેસાઈ એક હોદ્દો હતો જેમને ગામમાં કર ઉઘરાવવાની સત્તા હોય .. વણિકો, બ્રાહ્મણો, પટેલો, પારસીઓ અને ગોપાલક સમુદાયો સુધી આ અટક રખાય છે. હમણાં ગુજરાત સૌરાષ્ટ્ર માં પોતાની અટક ત્યાગીને સમાજની કોમન અટકો રાખવાનો વાયરો શરુ થયો હતો. પણ સ્મિત મચ્છર જેવા અનેક જાગૃત લોકો છે જે ખુમારી પૂર્વક પોતાની ઓળખને જીવંત રાખવામાં ગૌરવ અનુભવે છે.જેને કારણે હજી આ અટકો ઇતિહાસના જીવંત દસ્તાવેજની જેમ સચવાયેલી છે. સેલ્યુટ મચ્છરભાઈ ! તમારા અતુલ્ય પરાક્રમ માટે અને આ ઓળખાણને સાચવી રાખવા માટે

You Might Also Like

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણસનું જીવન
Next Article છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?