સંપત્તિ-વારસાઈમાં હવે મહિલાઓને સમાન હક્ક
ગુજરાત સરકારે વિધાનસભામાં પાસ કરેલા UCC બિલને આખરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મંજૂરી આપી દેતા તેણે કાયદાનો સ્વરૂપ ધારણ કર્યો છે. રાજ્યમાં UCCના કાયદાનો ગેજેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. આ સાથે હવે સંપત્તિ વારસાઈમાં મહિલાઓને સમાન હક મળશે.
- Advertisement -
લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
દંડની જોગવાઈ? જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને ૪ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
કોર્ટની માન્યતાઃ કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.




