ગરબા માટે છોકરી કે છોકરો ભાડેથી ખરીદો, પાર્ટનર મેળવીને ગરબા રમો, વાતચીત કરો, કપાળ પર કિસ કરો, સેલ્ફી લો, રીલ્સ બનાવો…
શક્તિના પર્વ નવરાત્રિનો માહોલ બગાડવા કારસ્તાન?
- Advertisement -
નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનો ઉત્સવ. પરંતુ આ જ ઉત્સવને હવે લોકોએ મજાક બનાવી દીધો છે. દર નવરાત્રિએ કંઈક નવું, આપણા સમાજે સ્વિકાર્યું. નવા-નવા ટ્રેન્ડ આપણી સંસ્કૃતિને આપણને દૂર કરી રહ્યા છે. અને તેના ઘાતક પરિણામો હવે આપણને જોવા પણ મળી રહ્યા છે.
અત્યાર સુધી તો તમે નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ ભાડે લઈ આવતા હતા. પરંતુ શું હવે ગરબા પાર્ટનર પણ ભાડે મળવા લાગ્યા છે? તમે કહેશો કે આ કેવો સવાલ છે? પણ સોશિયલ મીડિયામાં પર તેની ભારે ચર્ચા જાગી છે. તેની શું હકીકત છે? તે અમે તમને જણાવીશું. પરંતુ આખો વિવાદ શું છે તે પહેલા સમજી લઈએ. આજકાલ સોશિયલ મીડિયા ઉપર તમે આવી વિવાદિત પોસ્ટ જોઈ જ હશે. અને ન જોઈ હોય તો અમારી ટીવી સ્ક્રિન પર તમે તેને જોઈ શકો છો. આ કોઈ સામાન્ય સોશિયલ મીડિયા પોસ્ટ નથી. ગરબા માટે છોકરી કે છોકરો ભાડેથી ખરીદવાની વાત છે.
એટલે કે પૈસા ચૂકવો અને પાર્ટનર મેળવીને તેની સાથે ગરબા રમો.
વાતચીત કરો, કપાળ પર કિસ કરો, સેલ્ફી લો, રીલ્સ બનાવો. તેના જુદા-જુદા પ્લાન છે. પ્લાનની કિંમત જેટલી વધારે, તેટલી જ સેવા પણ વધારે.
આપણે આશા રાખીએ કે આવી કોઈ સેવા શરૂ ન થાય, અને જો શરૂ થવાની હોય તો થયા પહેલા જ અટકી જાય. પરંતુ જો આ સેવા શરૂ થ ચૂકી હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે.
કારણ કે મજાક-મજાકમાં આવી બીજી સંખ્યાબંધ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર ફરતી થઈ છે. આ પોસ્ટ કોઈએ મજાકમાં મૂકી છે કે કેમ? તેની પણ કોઈ સ્પષ્ટતા નથી કરી. ઘણાએ ટાઈમપાસ લખેલું છે. પરંતુ ઘણાએ કંઈ જ લખ્યું નથી.
પરંતુ જો કોઈ હકીકતમાં આવી શરૂ કરે તો તે આપણી બહેન-દીકરીઓ માટે આ ખૂબ જ ગંભીર બાબત છે. જાહેરાત કરનાર માટે કદાચ ૯ દિવસ માટે કમાણીનું માધ્યમ બની જાય. પણ તમે વિચાર કરો કે અજાણી વ્યક્તિ સાથે પોતાની બહેન કે દીકરીને મોકલવા માટે કોણ તૈયાર થાય? કોઈ તેનું સમર્થન ના કરે. કારણ કે વાત અહીં આસ્થાની આવે છે, વાત અહીં સુરક્ષાની આવે છે. માતાજીના ગરબા એ કોઈ ડેટિંગ માટેનું માધ્યમ કેવી રીતે હોઈ શકે? આવો વિચાર પણ કેવી રીતે આવી શકે? એક તો હિન્દુ સંગઠનો પહેલેથી જ ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવા પર આયોજકોને ચેતવણી આપે છે, તેમને અંદર જતા રીતસરના રોકે છે. તેવા સમયે આવી સર્વિસનો વિચાર પણ કેવી રીતે આવી શકે? આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. અને તેને જ લઈ હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો છે.
હવે સવાલ એ ઉઠે કે આ પોસ્ટ સૌથી પહેલા કોણે વાયરલ કરી હતી? તેનું કોઈ ચોક્કસ નામ સામે નથી આવ્યું. પરંતુ વિવિધ સમાચાર માધ્યમો દ્વારા એવી માહિતી સામે આવી કે ક્રિશ મિસ્ત્રી નામના એક યુવકે પોતાના ફોટો સાથે આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેથી મીડિયાની ટીમે ક્રિશ મિસ્ત્રીનો સંપર્ક કરીને એ જાણવાની કોશિશ કરી કે હકીકત શું છે? શું ખરેખર આવી કોઈ સેવા શરૂ કરવામાં આવી છે? કે પછી આ એક મજાક છે. આ બાબતે પૂછવામાં આવતાં ક્રિશે સ્પષ્ટતા કરી કે તેણે આ પોસ્ટ કોઈ બીજી જગ્યાએથી ઉઠાવીને તેના પર પોતાનો ફોટો લગાડીને શેર કરી હતી. અને તે રીલ વાયરલ થઈ ગઈ હતી. હકીકતમાં તેનો હેતું ફક્ત મનોરંજનનો જ છે.
હવે સવાલ એ જ છે કે સૌથી પહેલા આ પોસ્ટ ક્યાંથી વાયરલ થઈ?
આજે અઈં પર ગણતરીની સેકન્ડ્સમાં આવી માહિતી સાથેની ઈમેજ બની જતી હોય છે. એટલે લોકો મનફાવે તેવી વાતો શેર કરી દે છે.
અને તેના કારણે લોકો પણ મૂંઝવણમાં મૂકાય છે. વાયરલ થયેલી આ પોસ્ટ પણ લોકોને કન્ફ્યૂઝ કરી રહી હતી. જોકે મીડિયાએ તેની ખરાઈ કરીને હકીકતનો પર્દાફાશ કર્યો છે. છતાં પણ જો કોઈએ હકીકતમાં આવી કોઈ સેવા શરૂ કરી હોય તો તેનું આપણે સમર્થન ના કરવું જોઈએ. અને એક જાગૃત નાગરિક તરીકે તેનો વિરોધ કરવો જોઈએ. કારણ કે અહીં સવાલ માત્ર એક પોસ્ટનો નથી. સવાલ એ છે કે આવો વિચાર આપણા સમાજના કોઈ ખૂણે જન્મે છે, તેને મજાકના નામે સોશિયલ મીડિયા પર જગ્યા મળે છે અને પછી તે લાખો લોકો સુધી પહોંચે છે. આ બાબત આપણને વિચારવા મજબૂર કરે છે. કારણ કે દરેક ટ્રેન્ડ સ્વીકારવા જેવો હોતો નથી. આપણે અત્યાર સુધી નવરાત્રિમાં નવા કપડાં પહેર્યા. પછી ટ્રેડિશનલ ડ્રેસ ભાડે મળવા લાગ્યા.
પછી ડિઝાઇનર ચણિયાચોળી, થીમ આધારિત ગરબા, ફોટોશૂટ, પ્રોફેશનલ રીલ્સ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ આવ્યું. આ બધું પોતાની જગ્યાએ છે. સમય સાથે ઉત્સવનું સ્વરૂપ બદલાય તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે આસ્થા અને મનોરંજન વચ્ચેની રેખા ધૂંધળી થવા લાગે, ત્યારે સમાજે અને સમાજના લોકોએ સતર્ક રહેવું જોઈએ.
કેમ કે ગરબાના મેદાનમાં આવતી દરેક બહેન, કોઈની દીકરી છે. કોઈની બહેન છે. કોઈની પત્ની છે. કોઈની માતા છે. એટલે આવી પોસ્ટ, કોન્સેપ્ટ કે ટ્રેન્ડને સમર્થન આપવા કરતા પરંપરાગત જે રીતે ગરબા રમાય છે, તે જ રીતે માતાજીની આરાધના સાથે ગરબા રમવા જોઈએ.
- Advertisement -
સોશિયલ મીડિયા પર ફરતી થયેલી પોસ્ટમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમ એમ ત્રણ પ્રકારના પ્લાન છે.
– સિલ્વર પ્લાન રૂપિયા ૧ હજારનો છે. આ પ્લાનમાં તમે પાર્ટનર સાથે બે કલાક સુધી ગરબા રમી શકો
. તમે પાર્ટનર સાથે કપડાં પણ મેચિંગ કરી શકો. ગરબા સ્ટેપ પણ શીખી શકો. અને સેલ્ફી પણ લઈ શકો
– આગળ વધીએ તો બીજો ગોલ્ડ છે. તેના માટે તમારે ૧૫૦૦ રૂપિયા ચૂકવવા પડે
– આ પ્લાનમાં તમે પાર્ટનર સાથે ૪ કલાક ગરબા રમી શકો
– પાર્ટનર સાથે મુલાકાતની ક્યુટ સ્ટોરી બનાવી શકો
– તમે પાર્ટનર સાથે કપડાં પણ મેચિંગ કરી શકો.
– તમે પાર્ટનર સાથે ઈન્સ્ટાગ્રામ માટે રીલ્સ અને ફોટો પણ પાડી શકો
– આમાં એક ઓપ્શન એ પણ છે કે તમે તમારી સાથે ભાઈ-ભાભીને પણ ગરબામાં સામેલ કરી શકો
– અને ત્રીજો પ્લાન છે પ્લેટિનમ. જેના માટે તમારે ૨ હજાર ચૂકવવા પડે
– આ પ્લાનમાં તમને આખો દિવસ ગરબા પાર્ટનર મળે
– બેસ્ટ ડાન્સ સ્ટેપ્સ શીખવા મળે
– ગરબા પછી તમારા કપાળ પર કિસ પણ કરે
– દુપટ્ટો અને ઝુમકા પણ સંભાળે
– અને ગરબા પછી ઘરે સુરક્ષિત પાછા પણ મૂકી જાય




