ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે કે વિરોધી ? મોટાભાગે જે લોકો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ રહ્યાં છે, વિજ્ઞાનના આરાધકો રહ્યા છે, એ પોતાને અત્યંત બુદ્ધિમાન સમજે છે અને ધર્મને હસી કાઢે છે. જે લોકો ધાર્મિક છે, ધર્મમાં શ્રદ્ધા
ધરાવે છે, આસ્થાવાન છે, એ લોકોને અવૈજ્ઞાનિક ગણી લેવાનો આપણને શોખ છે. એક ઘટના યાદ આવે છે. આપણો દેશ ભારત જ્યારે આઝાદ થયો ત્યારે હિન્દીના ખૂબ મોટા ગજાના કવિ, ભારતના રાષ્ટ્રીય કવિ શ્રી રામધારી
સિંહ દિનકરે લખ્યું હતું…
- Advertisement -
एक हाथ में कलम, एक में धर्मदीप्त विज्ञान ।
लेकर जग में उठ रहा है, अपना हिन्दुतान ।
અહીં મને દિનકરજીનો જે શબ્દ ખૂબ જ ગમી ગયો એ છે ‘ધર્મદીપ્ત’! આ વિશેષણ એમણે વિજ્ઞાન માટે વાપર્યુ છે. વિજ્ઞાન તો વિજ્ઞાન હોય એ ધર્મદીપ્ત કેવી રીતે હોય? એમાં ધર્મનો ઉજાસ કેવી રીતે પડે?
વિચાર કરતા સમજાયું કે વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું
‘E=MCA’ જેણે પૃથ્વીની, મનુષ્યની, મનુષ્યના જીવનની અને વિશેષ જ્ઞાનની એટલે કે વિજ્ઞાનની પરિભાષા બદલી નાખી. એ સૂત્રના બળ ઉપર જ આગળ જતાં અણુબોમ્બ બનવવામાં આવ્યા.
‘E=MCApμ’ આ સૂત્રને કારણે હજારો સુઘટનાઓ બની. પરંતુ એમાં માત્ર વિજ્ઞાન હતું. જો એ વિજ્ઞાનમાં ધર્મ પણ ભળ્યો હોત, જો એ સૂત્ર ધર્મદીપ્ત થયું હોત તો ૧૯૪૫માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ
ફેંકવામાં ન આવ્યા હોત.
એટલા માટે રાષ્ટ્રીય કવિ કહી ગયા છે કે વિશ્વને જે કરવું હોય તે કરે પણ અમારું પ્રાચીન આર્યાવર્ત, આ મહાન ભારત દેશ અને આ મહાન દેશના ભારતવાસીઓ વિજ્ઞાનના માર્ગે આગળ વધશે તો પણ ધર્મની દીપ્તિને જાળવી
રાખશે.




