IAS તુકારામ મુંઢેના નેતૃત્વમાં FDAની મોટી કાર્યવાહી
કોફી હાઉસના કિચનમાં યુરિનલ, ફ્રિજમાં મીટનું લોહી અને કોકરોચ પણ મળ્યાં
- Advertisement -
આઈએએસ તુકારામ મુંઢેના નેતૃત્વમાં એફડીએએ મોટી કાર્યવાહી કરી છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરતાં મુંબઈના કોલાબા સ્થિત પ્રસિદ્ધ ઓલિમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, એક ગ્રાહકની ફરિયાદ બાદ એફડીએની ટીમે કોફી હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન ફૂડ સ્ટોરેજ વિસ્તાર અને કિચનમાં ઘણી ગંભીર ખામીઓ સામે આવી હતી. એફડીએની આ કાર્યવાહી વિભાગના પ્રમુખ તુકારામ મુંઢેના નેતૃત્વમાં ખાદ્ય પ્રતિષ્ઠાનો સામે ચલાવવામાં આવી રહેલા નિરીક્ષણ અભિયાન દરમિયાન થઈ છે. રાજ્યભરમાં તપાસવામાં આવેલા ૨૭ ફડ એસ્ટેબ્લિશમેન્ટ્સમાંથી ૧૪ના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈના પ્રસિદ્ધ અને ૧૦૮ વર્ષ જૂના ઓલિમ્પિયા કોફી હાઉસનું ફૂડ લાઇસન્સ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ સસ્પેન્ડ કરી દીધું છે. કોલાબા સ્થિત આ રેસ્ટોરન્ટમાં FDAની તપાસ દરમિયાન ખોરાક રાખવાની જગ્યા અને સ્વચ્છતા સંબંધિત ઘણી ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી.
FDA અનુસાર, રેસ્ટોરન્ટના ફૂડ સ્ટોરેજ વિસ્તારમાં યુરિનલ મળ્યું હતું. આ ઉપરાંત કોકરોચ અને માખીઓનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો. ફ્રિજની અંદર મીટનું લોહી જોવા મળ્યું હતું અને કાચા શાકાહારી તથા માંસાહારી ખોરાકને અલગ રાખવાની યોગ્ય વ્યવસ્થા નહોતી. ૧૬ સપ્ટેમ્બરે ગ્રાહકની ફરિયાદ બાદ FDAની ટીમે મુંબઈના ઓલિમ્પિયા કોફી હાઉસનું નિરીક્ષણ કર્યું. તપાસમાં ખોરાકને જમીન પર રાખવો, ગંદા પાણીનો ઉપયોગ કરવો અને અસ્વચ્છ રીતે ખોરાક બનાવવો જેવી ખામીઓ મળી આવી. વાસણો ધોવાની જગ્યા ગંદી હતી અને ખોરાક કાપવા માટેના લાકડાના ચોપિંગ બોર્ડ પણ ખરાબ હાલતમાં હતા. કર્મચારીઓ માટે જરૂરી સુરક્ષાત્મક કપડાં પણ મળ્યાં નહોતાં.
ક્રિસ્ટોફર નોલન-ટોમ હોલેન્ડ પણ ઓલિમ્પિયા કોફી હાઉસ આવ્યા હતા
૧૯૧૮માં શરૂ થયેલું ઓલિમ્પિયા કોફી હાઉસ મુંબઈના જૂના જાણીતા કેફેમાં સામેલ છે. આ વર્ષે જુલાઈમાં હોલિવૂડ અભિનેતા ટોમ હોલેન્ડ અને મેટ ડેમન સાથે ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન પણ અહીં આવ્યા હતા.




