By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    55 minutes ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 hour ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    43 minutes ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 hour ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે
Author

ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે

Khaskhabar Editor
Last updated: 2026/09/12 at 12:51 PM
Khaskhabar Editor 3 hours ago
Share
9 Min Read
SHARE

રેખા પટેલ – ડેલાવર (USA) : લેટ્સ ટૉક

કાગળ પર માત્ર મિલકત કે પ્લોટ ગણાતું ઘર વાસ્તવમાં વર્ષોની મહેનત, બચત અને યાદોનું જીવંત સરનામું હોય છે

- Advertisement -

ગેરકાયદે બાંધકામના નામે બુલડોઝર ફરે ત્યારે માત્ર દીવાલો નથી તૂટતી, આખી જિંદગીની સુરક્ષા છીનવાઈ જાય છે

શહેરો માત્ર ઇમારતો કે રસ્તાઓથી નહીં પરંતુ માણસોથી બને છે, ડિમોલિશન વખતે વૈકલ્પિક રહેઠાણ આપવું જરૂરી

માનવ હોય કે પશુ-પક્ષી, દરેક જીવની સ્વાભાવિક ઈચ્છા હોય કે એવું એક રહેઠાણ મળે, જેને તે ‘ઘર’ કહી શકે.
પક્ષી આખો દિવસ આકાશમાં ઊડે છે, પરંતુ સાંજ પડતાં તેને પોતાના માળાની યાદ આવે છે. એક-એક તણખલું ભેગું કરીને તે પોતાનું માળું બનાવે છે. પવન તણખલાં ઉડાવી જાય કે વરસાદ એને ભીંજવી નાખે, છતાં તે ફરી પ્રયત્ન કરે છે; કારણ કે એને પોતાનું ઘર બનાવવું છે. માનવીની લાગણી પણ કંઈક એવી જ છે. ઘરનું સ્વપન આંખોમાં આવે ત્યારથી વર્ષોની મહેનત શરૂ થાય છે. કોઈ પોતાની જરૂરિયાતો ટાળીને બચત કરે છે, કોઈ દિવસ-રાત મહેનત કરે છે, તો કોઈ પોતાની અનેક ઈચ્છાઓનું બલિદાન આપે છે. ઈંટ, સિમેન્ટ, લોખંડ અને લાકડાં સાથે એ ઘરમાં માણસનો સમય, ચિંતા, આશા, મહેનત સાથે અસંખ્ય સ્વપનાઓ જોડાતાં જાય છે.
મોટું મકાન સમાજમાં કદાચ મહત્તા અને વર્ચસ્વનું પ્રતીક બની શકે, પરંતુ ખુશી અને સંતોષ માટે ઘરની ઊંચાઈ કે કદ કરતાં તેમાં વસતો પ્રેમ અને વિશ્વાસ વધારે મહત્વનો હોય છે. ભવ્ય મકાનમાં પણ એકલતા હોઈ શકે અને નાનકડા ઘરમાં ઓછા પૈસા હોવા છતાં હાસ્ય અને સંતોષ છલકાઈ શકે. ઘરની સાચી કિંમત કદાચ ત્યારે સમજાય છે જ્યારે એ ઘર આપણી પાસે રહેતું નથી. કુદરતી આફતોમાં જ્યારે અસંખ્ય ઘરો જમીનદોસ્ત થાય છે, જ્યારે પૂરનાં પાણીમાં આખાં ગામ વહી જાય છે ત્યારે ઘર ગુમાવનારમાણસની મનોદશા કિનારે ઊભેલા ને ક્યારેય પૂરેપૂરી સમજાતી નથી.

- Advertisement -

ઘર ગુમાવનારને એ જ કાટમાળમાં પોતાનું આખું જીવન દેખાય છે. જે ઘર ગઈકાલ સુધી આશ્રય હતું, એ આજે માત્ર માટી અને ઈંટોનો ઢગલો બની ગયું હોય છે. માણસ ફરીથી મકાન ઊભું કરી શકે છે, પરંતુ જે ઘર સાથે તેનું જીવન જોડાયેલું હતું, એ ખાલીપો સહજમાં ભરાતો નથી. માણસ માત્ર રહેવા માટેની જગ્યા ગુમાવતો નથી, પરંતુ પોતાની જિંદગીનો એક અંશ ગુમાવી બેસે છે. હમણાં આઠ વર્ષ પહેલાની હિન્દી વેબ સિરીઝ હોમ ફરી જોઈ. વર્ષો પહેલાં જોયેલી આ સિરીઝ ફરી જોઈ ત્યારે લાગ્યું કે વાર્તા એ જ છે, પાત્રો એ જ છે, પરંતુ એને જોવાની દૃષ્ટિ કદાચ બદલાઈ ગઈ છે. ઘર તો માણસના જીવનનો એ ભાગ છે જ્યાં એની અનેક વર્ષોની યાદો, સંબંધો, લાગણીઓ અને સંઘર્ષો એકઠા થતા જાય છે. મકાન ઊભું કરવામાં સિમેન્ટ, ઈંટો, લોખંડ અને પૈસા લાગે છે; પરંતુ ઘર બનવામાં વર્ષો લાગે છે.

વાર્તામાં પણ અનેક પરિવારોની વાત દર્શાવાઈ છે. પરિવાર એવા જ કે એમનું બાળપણ, યુવાની અને જીવનના બે દાયકાથી વધુ સમય અહીનાઅપાર્ટમેન્ટમાં પસાર થયો છે. વીસ-બાવીસ વર્ષ કોઈ નાની અવધિ નથી. આટલા વર્ષોમાં એક મકાન માત્ર રહેવાની જગ્યા રહેતું નથી; એ પરિવારોના જીવનનો સાક્ષી બની જાય છે. પરંતુ એક દિવસ ખબર પડે છે કે જે સોસાયટીને આપણે વર્ષોથી પોતાનું ઘર માનતા આવ્યા છીએ, એ ગેરકાયદેસર બાંધકામ પર ઊભી છે અને હવે આખું મકાન તૂટી શકે છે. કાયદાની નજરે કદાચ એ એક ગેરકાયદેસર બાંધકામ છે. સરકારી કાગળમાં એ એક મિલકત છે. નકશામાં એ એક પ્લોટ છે. પરંતુ ત્યાં રહેતા લોકોની નજરે એ તેમનું ઘર છે.એમની જિંદગી છે. મકાન બચાવવાની નહીં, જીવન બચાવવાની લડાઈ, આપણને અંદરથી સ્પર્શી જાય છે.

ઘર બચાવવા માટેની દોડધામ, કચેરીઓના ધક્કા, અધિકારીઓને મળવાની કવાયત અને આશા-નિરાશા વચ્ચે ઝૂલતા લોકો – આ બધું જોતા શરૂઆતમાં લાગે કે લોકો માત્ર એક મકાન બચાવવા માટે લડી રહ્યા છે. પરંતુ થોડું ઊંડું જઈને જોઈએ તો સમજાય છે કે તેઓ માત્ર મકાન બચાવવાનથી દોડી રહ્યા. તેઓ પોતાનું જીવન બચાવવા દોડી રહ્યા છે.પોતાની યાદો બચાવવા દોડી રહ્યા છે. મધ્યમવર્ગીય માણસ માટે પોતાનું ઘર ઘણી વખત જીવનનું સૌથી મોટું સ્વપન હોય છે. વર્ષોની કમાણી, બચત, લોનના હપ્તા, પોતાની ઇચ્છાઓ પર મૂકેલાકાપ અને પરિવારના ભવિષ્ય સાથે કરેલા અનેક સમાધાનો પછી એક ઘર ઊભું થાય છે. એટલે જ્યારે ઘર પર સંકટ આવે છે ત્યારે માત્ર ઈંટો અને સિમેન્ટ પર સંકટ આવતું નથી. માણસની આખી જિંદગીની કમાણી, મહેનત અને સુરક્ષાની ભાવના પર સંકટ આવે છે. બજાર કહી શકે કે આ મકાન આટલા કરોડનું છે. પરંતુ એ ઘરમાં રહેનાર માટે એની કિંમત કદાચ કોઈ આંકડામાં આવી શકે નહીં. કારણ કે બહાર મકાનની કિંમત ગણી શકે છે, પરંતુ ત્યાં વિતાવેલા બાળપણની ત્યાં જીવાએલી જિંદગીની, દિવાળી, જન્મદિવસ, લગ્ન, બીમારી, દુઃખ અને ખુશીના અસંખ્ય પ્રસંગોની કિંમત ગણી શકાતી નથી. એટલે જ જ્યારે બુલડોઝર ઘા કરે અને ઘર તૂટે ત્યારે માત્ર દીવાલો તૂટતી નથી. એક દુનિયા તૂટે છે. માણસની અંદર પોતાનું ઘર બનાવવાની ઈચ્છા કેટલી તીવ્ર હોય છે, એ કદાચ એ માણસ જ સમજી શકે જેણે વર્ષો સુધી એ ઘરનું સ્વપન જોયું હોય. પગાર મળ્યા પછી પોતાના માટે શું રાખવું અને ઘરના હપ્તા માટે કેટલું બચાવવું, એ ગણતરીમાં જ ઘણા લોકોની જિંદગી પસાર થઈ જાય છે. પોતાની અનેક નાની-મોટી ઈચ્છાઓને પાછળ રાખીને, લોનના હપ્તા ભરતાં-ભરતાં, વર્ષોની મહેનત અને પરસેવાથી માણસ એક છત ઊભી કરે છે. એ સમયે તે માત્ર મકાન નથી બનાવતો; તે પોતાના પરિવાર માટે એક સુરક્ષિત દુનિયા બનાવતો હોય છે.

ઘરનો છેલ્લો હપ્તો ભરાઈ જાય ત્યારે કદાચ માણસને સૌથી વધારે સંતોષ એ વાતનો હોય છે કે હવે આ જગ્યા ખરેખર મારી છે. કોઈ ક્યારે ઘર ખાલી કરવાનું નહિ કહે, મારા બાળકોના બાળકો અહી મોટા થશે, આ જ ઘરમાંથીમારી અંતિમ વિદાય થશે – આવી અનેક લાગણીઓ ઘર સાથે જોડાયેલી હોય છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ એવી બને કે એ જ ઘર છોડવું પડે, ત્યારે માણસની અંદર શું ચાલે છે એ બહારથી જોનાર માટે સમજવું મુશ્કેલ છે. (જો ઘર પોતાની ઈચ્છાથી નહીં, પરંતુ કોઈના આદેશથી, દબાણથી કે બહાર હાંકી કાઢવાની ફરજિયાત પરિસ્થિતિથી છોડવું પડે, તો એ પીડા અનેકગણી વધી જાય છે. વર્ષો સુધી જે દરવાજો પોતાનો હતો, ત્યાંથી જ અજાણ્યામાણસની જેમ બહાર નીકળવું પડે ત્યારે માત્ર સરનામું બદલાતું નથી; માણસની અંદર રહેલી સુરક્ષાની એક મોટી લાગણી પણ તૂટી પડે છે. (સૌથી કઠિન ક્ષણ કદાચ એ હોય છે જ્યારે માણસ છેલ્લી વાર પોતાના ઘરને પાછળ વળીને જુએ છે. જે ઘર મેળવવા માટે તેણે જીવનના કેટલાંક શ્રેષ્ઠ વર્ષો ખર્ચી નાખ્યાં, એ જ ઘર હવે પોતાનું નથી રહ્યું.
ઘર માણસે બનાવ્યું હોય છે, પરંતુ સમય જતાં ઘર માણસને બનાવે છે. એટલે જ્યારે માણસને એ ઘરમાંથી બહાર નીકળવું પડે છે, ત્યારે લાગે છે પોતાના જીવનનો એક મહત્વનો હિસ્સો અધૂરો મૂકીને જઈ રહ્યો છે.
આજે શહેરો ઝડપથી બદલાઈ રહ્યા છે. જૂની સોસાયટીઓ તૂટી રહી છે, નવા ટાવરો ઊભા થઈ રહ્યા છે, જમીનની કિંમત વધી રહી છે અને રીડેવલપમેન્ટ જીવનનો સામાન્ય ભાગ બની રહ્યું છે. ત્યારે વિકાસ જરૂરી છે. કાયદો સાથે વ્યવસ્થા પણ જરૂરી છે. ગેરકાયદેસર બાંધકામ સામે કાયદેસરની કાર્યવાહી જરૂરી હોય તો થવી જ જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે એક પ્રશ્ન માનવતાનો પણ છે આવે છે. દુકાનો તોડતી વેળાએ માત્ર તેમની રોજીરોટી છીનવાઈ જતી હોય છે પરંતુ ઘર એતો જીવન છે. સરકારી દસ્તાવેજોમાં ઘર કદાચ એક મિલકતનો નંબર હોય છે, અથવા કોઈ બાંધકામ હોય છે. પરંતુ માણસ માટે ઘર એટલે જીવનની યાદોનું સરનામું.બુલડોઝર જ્યારે કોઈ દીવાલ પર પહેલો ઘા કરે છે ત્યારે કદાચ તેને ખબર નથી હોતી કે એ જ દીવાલ પાસે કોઈ માતાએ પોતાના બાળકને પહેલી વાર ઊભું કરવાનું શીખવ્યું હતું. કે એ જ ઓરડામાં કોઈ વૃદ્ધે જીવનના છેલ્લા વર્ષો વિતાવ્યા હતા.

આ છત નીચે તહેવારો ઉજવ્યા હતા, મુશ્કેલીઓ સહન કરી હતી અને આવતીકાલનાં સપનાં જોયાં હતાં. ઘર તુટતા અસંખ્ય લાગણીઓ કાટમાળમાં દટાઈ જાય છે. જે વ્યક્તિનું ઘર તૂટી રહ્યું હોય છે, તેની સૌથી મોટી ‘હવે મારો પરિવાર ક્યા જશે એટલે કાયદો અમલમાં મૂકવો પડે ત્યારે શક્ય હોય ત્યાં વૈકલ્પિક રહેઠાણ અથવા પુનર્વસન અંગે વિચાર થવો જોઈએ. કારણ કે શહેરો માત્ર રસ્તાઓ, ઈમારતો અને નકશાથી બનતાં નથી, તેમાં વસતા માણસોથી બને છે. મકાન ખરીદી શકાય છે, પરંતુ ઘર વસાવવું પડે છે. માણસ આખી જિંદગીમાં જે સૌથી અમૂલ્ય વસ્તુ કમાય છે, એ પૈસાથી ખરીદેલું મકાન નહીં, પરંતુ એ મકાનને ‘ઘર’ બનાવી દેતી યાદો અને હૂંક હોય છે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રમનો આદર
Next Article થાલા થાલા થાલા…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?