યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા સતત ૧૯માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન
જીવંત સફેદ ઉંદરોની પ્રદક્ષિણાના અલભ્ય દર્શન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર
- Advertisement -
૧૭મીએ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ
રાજકોટના હૃદયસમા યુનિવર્સિટી રોડ પર આવેલા જે. કે. ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ તથા શિવશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૯મા વર્ષના ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે. કે. ચોક કા
રાજા તરીકે જાણીતા આ ગણેશ મહોત્સવમાં દર વર્ષે નવીનતા અને આકર્ષણ ઉમેરવાની પરંપરા અનુસાર આ વર્ષે વિશેષ એ.સી. ડોમમાં કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારિત ભવ્ય સજાવટ કરવામાં આવી
છે. આકર્ષક થીમ અને ભવ્ય સજાવટના કારણે ગણેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો અને દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. આયોજકો દ્વારા ૧૧ દિવસીય મહોત્સવ દરમિયાન ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનું
આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે ૭ વાગ્યે તેમજ રાત્રે ૮ વાગ્યે મહાઆરતી યોજાશે. ગણપતિજીના દર્શન માટે સવારે ૭ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી તેમજ સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં
આવી છે. દિવસ દરમિયાન રાજકોટ ઉપરાંત બહારગામથી આવતા ભાવિકો તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ ગણપતિજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રે યોજાતી મહાઆરતી દર્શનાર્થીઓ માટે વિશેષ
આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ ગણેશ મહોત્સવનું સૌથી વિશેષ અને અનોખું આકર્ષણ ગણપતિજીની મૂર્તિની આસપાસ જીવંત સફેદ ઉંદરો દ્વારા કરવામાં આવતી પ્રદક્ષિણા છે. ગણેશજીના વાહન તરીકે ઉંદરનું ધાર્મિક મહત્વ
રહેલું હોવાથી આ અનોખો નજારો જોવા માટે ખાસ કરીને રાત્રિના સમયે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જામે છે. છેલ્લા અનેક વર્ષોથી આ વિશેષ આકર્ષણ ભાવિકોમાં ચર્ચાનો વિષય રહ્યું છે અને ગુજરાતભરમાંથી આવતા
શ્રદ્ધાળુઓ માટે પણ જીવંત સફેદ ઉંદરોના અલભ્ય દર્શન વિશેષ આકર્ષણ બની રહ્યા છે.
- Advertisement -
દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી યોજાનારા આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો
જોડાઈને માનવતાના આ કાર્યમાં સહભાગી બને તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં શ્રીનાથજી બાવાની ઝાંખી,
કાઠિયાવાડી રંગત, બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન, બહેનો માટે ડાંડીયા રાસ, કરાઓકે નાઇટ અને સત્યનારાયણ ભગવાનની કથા જેવા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહોત્સવના છેલ્લા દિવસે ભાવિકો અને
ઉપસ્થિત લોકો માટે લકી ઇનામી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વાતાવરણ સાથે મનોરંજન અને ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા કાર્યક્રમોના કારણે સમગ્ર ૧૧ દિવસ દરમિયાન જે. કે. ચોક ખાતે ઉત્સવમય
માહોલ જોવા મળશે.
છેલ્લા ૧૮ વર્ષથી શિવશક્તિ યુવા ગ્રુપ અને શિવશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં બિરાજમાન ગણેશજી પ્રત્યે ભાવિકોમાં વિશેષ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે.
માનતા રાખનારા અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતી હોવાની લાગણી સાથે દર વર્ષે ગણપતિ બાપાના દર્શન માટે અહીં પહોંચે છે. આ વર્ષે પણ તા. ૧૪થી ૨૫ સુધી યોજાનારા ગણેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં
ભાવિકો દર્શનનો લાભ લે તેવી ભાવભીની અપીલ સાથે શિવશક્તિ યુવા ગ્રુપ તથા શિવશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને જે. કે. ચોક કા રાજાના દર્શન માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




